પ્રભુ ઈસુ એટલે પ્રેમાળ ઈસુ
બીજાનું દુ:ખ લઈ લે એ જ પ્રભુ. જગતમાં પ્રભુ તરીકે પુજાયા તે જ ઈસુ. લોકોની સેવા કરનાર તે જ ઈસુ. ખ્રિસ્તીઓનો આનંદ કરવાના દિવસો એટલે નાતાલ (ક્રિસમસ) (૧) પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ (૨) પ્રભુનો મરણ દિવસ ગુડફ્રાઈડે (૩) પ્રભુનો પુનરુસ્થાન દિવસ (ઈસ્ટ) જ હોય. પ્રભુ ઈસુ ખિસ્ત ઈશ્વરના પુત્ર હોવા છતાં માનવદેહ ધારણ કરી જગતમાં જન્મ લીધો ને બીજાના દુ:ખમા ભાગીદાર થયા. ખ્રિસ્તી ધર્મનું 'બાઈબલ' પ્રવિત્ર ગ્રંથ છે તેમા લખ્યુ હતું કે ઈશ્વર પુત્ર હોવા છતાં માનવદેહ ધારણ કરી જગતમાં જન્મ લીધો. ઈશ્વરે જગત પર એટલી બધી પ્રિતી કરી કે તેણે પોતાનો દીકરો આપ્યો એ સારુ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ એ નવજીવન પામે. (યોહાન ૩:૧૯) પ્રભુ ઈસુએ માનવજાત માટે જન્મ લીધો, લોકોના કલ્યાણ માટે જન્મ્યા હતા. તે દેવપુત્ર હતા છતાં માનવ તરીકે જન્મ્યા. તેમણે રોગીષ્ટોની સારવાર માટે પોતાનું જીવન પૂરું કર્યું. રક્તપિતિયાને કોઈ ન અડે તેને પોતાની રીતે સારવાર કરી સારા કર્યા. લોકોમાં તે ઈશ્વરપુત્ર તરીકે ગણાયા.
- રવિન્દ્ર પી. પાનવાલા