Get The App

રાજાધિરાજ શ્રી રણછોડરાયનો પુનિત પાટોત્સવ

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
રાજાધિરાજ શ્રી રણછોડરાયનો પુનિત પાટોત્સવ 1 - image


(મહાવદ પાંચમ)

ડંક મુનિના તપોસ્થળ ડાકોરમાં એક હજાર વર્ષ પૂર્વ ભગવાન શ્રીકૃષ્ણના વરદાનથી પ્રભુના શ્રીગોકુલનો મિત્ર વિજયનંદ તથા તેની પત્ની સુધા દેવીનો જન્મ થયો હતો. પૂર્વજન્મના સંસ્કારે આ દંપતીને ધર્મ-ભક્તિનો રંગ લાગ્યો. શ્રીકૃષ્ણ પ્રત્યેનું અજબ આકર્ષણ હોવાથી દેવદર્શન, સત્સંગમાં વિશેષ રૂચી પ્રગટ થઈ. કથાના શ્રવણમાં દ્વારકાધીશનો મહિમા શ્રવણ કરતાં દ્વારકા જવાનો સંકલ્પ જાગ્યો. ભરયુવાનીમાં પ્રથમવાર પદયાત્રા કરીને દ્વારકા ગયા. પ્રતિવર્ષ જવાની ટેક લીધી. હાથમાં તુલસીવાવી ઠાકોરજીનું પવિત્ર સ્મરણ કરતાં કરતાં દર વર્ષે જવા લાગ્યા.

આ દંપતિની નિષ્કામ ભક્તિ સમર્પણ ભાવ અને અનન્ય આસ્થા રંગ લાવી. પ્રભુ તેમના બન્યા. સીત્તેર વર્ષથી વધુ સમય વ્યતીત થતાં હવે છેલ્લીવાર ભક્તરાજ ગયા ત્યારે રડી પડયા. હવે ક્યારે મળાશે ? ત્યારે પ્રભુએ તેને ફરી એકવાર ગાડુ લઈને તેડાવ્યા. સોનાની દ્વારિકા છોડી એની વ્હેલમાં બિરાજી શ્રી રણછોડરાયજી સંવત્ ૧૨૧૨ની કાર્તિકી પૂનમે શ્રી ડાકોરમાં પધાર્યા. ગોમતીમાં સંતાયા, ગંગાની વાળીમાં તોલાયા ત્યારબાદ મૂળ મહારાષ્ટ્રના શ્રી ગોપાળરાવ તાંબેકરને પ્રેરણા થતાં તેઓએ રૂ.૧ લાખના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ કરાવી પ્રભુને સુવર્ણ સિંહાસનમાં પધરાવ્યા. તે દિવસ હતો મહા સુદ પાંચમ. બસ ત્યારથી દર વર્ષ આ દિવસે પ્રભુનો પાટોત્સવ ષોડશોપચાર પૂજા સાથે ઉજવાય છે. ખરેખર તો 'બોડાણા ગંગાના પ્રતાપે આપણી વેળા વાળી પુનિત' કીધી ગુર્જરભૂમિ રાય રણછોડની બલિહારી ' ધન્ય ધન્ય ગંગાબાઈની વાળી સવાવાલ થયા વનમાળી.' સૌને જયરણછોડ.

- મુકેશભાઈ ભટ્ટ


Google NewsGoogle News