Get The App

આંતરભક્તિ દ્વારા હૃદયની પરિણામ વિશુધ્ધી થવી જોઈએ

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
આંતરભક્તિ દ્વારા હૃદયની પરિણામ વિશુધ્ધી થવી જોઈએ 1 - image


આજના ધર્મમાં કહેવાતી ભક્તિ, કથાશ્રવણ સત્સંગ, પૂજા, આરતી, માળા, જપ વગેરેના કોઈપણ ધાર્મિક કર્મમાં અંતકરણનો કે હૃદયનો કે આત્મિક સત્યનો સાથ સહકાર લેવામાં આવતો જ નથી કે હોતો પણ નથી, મન, બુધ્ધિ, અહંકાર, અંતકરણ આ ચારે આત્માના કારણો છે, તેને સંશુધ્ધ કરીને આત્મભાવમાં કે પરમતત્વ પરમાત્માના ભાવમાં સ્થિત થઈનેકે અંતરઆત્માના સત્યના સાથ સહકાર વિના માત્રને માત્ર બીજા જોવે એટલે કે દેખાવ ખાતર બીજા સારા કહે માટે પણ સારા સત્ય સ્વરૂપ થવા માટે હરગિજ નહિ કે સત્ય સ્વરૂપ વિવેકવાંન થવા માટે કે સમતાયુક્ત થવા માટે સંશુધ્ધ થઈને સત્ય આધારે જીવવા માટે આત્મિક સત્યના આધારે જ અર્થો પાર્જન કરવાના હેતુ અને ઉદેશ માટે આજે ક્યાંય પણ કોઈ સાધના કરવામાં આવતી જ નથી. માત્રમાત્ર ઓપચારીક રીતે, શિષ્ટાચાર ખાતર આજે આ બધા જ બાહ્ય કર્મો અને સાધના ક્રિયાકાંડો વગેરે થઈ રહ્યા છે, અને થાય છે, તે આજની વાસ્તવિકતા છે, આના કારણેજ આજના ધાર્મિક સ્થાનો ગંદકીથી ખદ બદે છે, બધામાં ક્યાંય સત્ય પ્રામાણિકતા ત્યાગ સલુકાય સમાનાભાવ કે વિશાળતા કે સત્યના આધારે કશું પણ ચાલતું જોવા કે અનુભવવા જ મળતું નથી. બધા જ ત્યાગના નામે ધન ભેગું કરવા લાગી પડયા છે, જ્યાં સ્વાર્થ ત્યાં સત્ય હોય શકે જ નહિ.

આવા કોઈપણ ભક્તિના કર્મમાં માણસના આત્મિક સત્યનો સાથસહકાર લેવા માં પણ આવતો નથી કે હોતો જ નથી. બધું જ બાહ્ય દેખાવ ખાતર દંભયુક્ત થતું રહે છે, જેથી રાગ દ્વેષ અહંકાર વાસના મોહ અને આંતર દ્વંદ્વ વગેરેનો નાશ થતો જ નથી, એટલું જ નહીં પણ આજે ધાર્મિક સ્થળોમાં પથરાના ચોકીદારો છે. તેઓ પણ જો બીજા જોવેતોસેવા લાંબો સમય કરે છે. તેવું સ્પષ્ટ જોઈ શકાય છે, આમ બધુ ધાર્મિક સ્થળોમાં દેખાવ માત્ર છે. ધાર્મિક સ્થળના કોઈપણ કર્મમાં ચોકીદારોને પણ આત્મા કે અંતરનો કે સત્યનો સાથ સહકાર હોતો જ નથી. બધે જ અસત્ય સ્વાર્થની માયા જાળ ફેલાસાયેલી છે. જ્યારે સત્ય ધર્મની આંતર સાધનાનો અર્થ છે, સમગ્ર જીવનમાં  મંત્ર, મૂર્તિ, માર્ગ, મનન, મૌન, મનોગુપ્તી અને પ્રજ્ઞાા જીવનમુક્તિ આ સપ્તપદીનું સત્યના આધારે આચરણ અને અનુસરણ કરવું એ જ સત્ય ધર્મની ભક્તિ બને છે. આવી ભક્તિ જ હૃદય, અંતઃકરણને અને સમગ્ર જીવનને વિશુધ્ધ કરી શકે છે. એ જ જીવન મુક્તિ બની રહે છે. આવું આજે ક્યાંય જોવા જ મળતું નથી કે અનુભવવા પણ આવતું જ નથી.

આમ આ સત્ય સ્વરૂપ ભક્તિમાં સપ્ત પદીનો અર્થ પણ સમજી અને અંતરથી જાણી લેવા જેવો છે. જો જાણશો જ નહિ તો તો સત્ય સ્વરૂપ ભક્તિમાં ભમશો અને ભટકશો જ સત્ય ધર્મની ભક્તિ ભમાડવાકે ભટકાડવા માટે નથી કે ભ્રમ, ભય, અને ભ્રમ જાળમાં સ્થિર કરવા માટે કે સ્વાર્થ સાધવા માટે કે આંબા આંબલી બતાવવા માટે પણ નથી, તે તો સાધકને પુર્ણ રૂપે સંશુધ્ધ કરી અભયમાં, અચલમાં અમરમાં સ્થિર કરવા માટે જ છે, અને તે કરેજ છે. અને મનના સંશય શંકાજ નિર્મૂળ કરે છે. અને સમગ્ર જીવન સંશુધ્ધ બનાવી માણસને અભય બનાવી જીવતો કરે છે, અને આવો સાધક સત્યના માર્ગે જ અર્થોપાર્જન કરશે કોઈને પણ છેતરશે તો નહિ જ, કોઈ સાથે પોતાના નિજી સ્વાર્થ અશુધ્ધ ભાવથી ઉપયોગ કરશે નહિ જ. આનું નામ સંશુધ્ધ જીવન.

(૧) મંત્રનો અર્થ મંત્રને ગોખવાનો પોપટની જેમ બોલવાનો નથી. આંતર ભક્તિ કરતા કરતાં મનની ચંંચળતા, ઘટાડી મનને સંશુધ્ધ સત્વસંશુધ્ધ અને તત્વસંશુધ્ધ કરી, મનને સમતા અને સમત્વમાં સ્થિર કરીને સુખ દુખની પ્રતિક્રિયાથી મનને મુક્ત કરવાનું મંત્રનું કામ છે, તે જ કરશે.

(૨) મૂર્તિ એટલે આત્મામાં રહેલ પરમાત્માની મૂર્તિનું આંતર સાધના દ્વારા ધ્યાન ધરી આંતર ચક્ષુ પ્રાપ્ત કરી આત્માની મૂર્તિ જોવાની નિરખવાની દ્રષ્ટિને પ્રાપ્ત કરવાની છે. આ માટે સાધક સાક્ષી ભાવમાં સ્થિર થશે. આમ સત્ય સ્વરૂપ ભક્તિમાં પથરાની મૂર્તિને કોઈ જ સ્થાન નથી, એટલું જાણો તે જ સનાતન ધર્મ બને છે, મૂળ સનાતન ધર્મમાં મૂર્તિ છે, પણ નહિ મૂર્તિ એ તો સ્વાર્થ સાધવાનું સાધન છે. જ્યાં સ્વાર્થ ત્યાં સત્યકે સનાતન હાજર હોય શકે જ નહીં.                     

(ક્રમશઃ)

- તત્વચિંતક વી. પટેલ


Google NewsGoogle News