મહાન યાત્રા - આવાગમન
આત્માનું પૃથ્વી પર અવતરણ એટલે એક જીવાત્માનો જન્મ. આત્મા ક્યાંથી આવતો હશે ? ક્યાં જતો હશે ? આજ સુધી આ પ્રશ્નનો સંતોષકારક જવાબ મળતો નથી. ઘણાં સંપ્રદાયોના કારણે માનવીનું મન આ સવાલ પર અટકી ગયું છે. સંપ્રદાયના સંતો મહંતો કહે છે કે આત્મા સ્વર્ગ અને નર્કનો અધિકારી છે. સ્વર્ગ-નર્ક-વૈકુંઠ માનવી માટે છે. વિજ્ઞાન કહે છે કે આત્મા એક શરીર બદલીને બીજા શરીરમાં જાય છે. એને જન્મ અને મૃત્યુ કહે છે. આ આપણી જીવનયાત્રા છે જેને આવાગમન કહેવાય છે. દરેક અવતારમાં મનુષ્ય અવતાર સર્વશ્રેષ્ઠ ગણાય છે. આપણે આજસુધી આત્માના આવાગમન વિશે જાણી શક્યા નથી. જેમણે આત્મા વિશે જાણ્યું છે. ઓળખાણ કરી છે તેઓ મહાન છે. સંત કબીર સાહેબે કહ્યું છે કે આત્મા આપણા શરીરરૂપી રથનો સારથિ છે. આત્માને ઓળખવો સહેલો નથી. આપણી સમજણ પ્રમાણે આત્મા એટલે શરીરમાં રહેલી ચેતના કે જે શરીરમાં હોય ત્યાં સુધી શરીરનું હલન ચલન થાય છે. ઘણી વખત અમુક કાર્ય કરવા આત્મા આપણને પ્રેરણા આપે છે. દિલ, દિમાંગ, બુધ્ધિ કરતાં પણ આત્મા અલગ સંકેત કરે છે ત્યારે આપણે સ્વગત બોલીએ છીએ કે મારો અંતરાત્મા આ કાર્ય કરવા ના કહે છે. મન બુધ્ધિ કહે પણ અંતરાત્માના કહે તે કાર્ય કરવું નહિ.
સમય અને સ્થળ નક્કી કરેલ જ હોય છે. આ પ્રમાણે હજારો, લાખો વર્ષથી આત્માનું આવાગમન ચાલ્યા જ કરે છે. તે ક્યાંથી આવે છે ક્યાં જાય છે ક્યાં સુધી રહે છે. એ આપણે જાણતા નથી. સંતો મહંતો અને ધર્મગુરૂઓ તેમના જ્ઞાન પ્રમાણે આપણને આત્મા વિશે સમજાવે છે. આપણે આપણી સમજણ પ્રમાણે થોડું સમજીએ છીએ. આપણા ઋષિ મુનિઓ આત્મચિંતન અને યોગ દ્વારા આત્મ સાક્ષાત્કાર કરતા હતા. દિવ્ય જીવન જીવતા હતા.
- ભગુભાઈ ભીમડા