Get The App

પુષ્ટિભક્તિના પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય શ્રીમહાપ્રભુ વલ્લભનો પ્રાગટ્ય માહોત્સવ

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
પુષ્ટિભક્તિના પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય શ્રીમહાપ્રભુ વલ્લભનો પ્રાગટ્ય માહોત્સવ 1 - image


મથુરાના કારાગૃહમાં પ્રગટ થયેલા શ્રી ઠાકોરજીએ શ્રી વસુદેવ-દેવકીજીને ત્યાં ફરી પ્રગટ થવાનું વચન આપ્યું હતું તેથી આંધ્રપ્રદેશમાં કાકરવાડમાં અગ્નિહોત્રી દિક્ષિત કુળમાં જ્યાં ૧૦૦ સોમયજ્ઞા થયા. ૧૦૦ મો યજ્ઞા પૂર્ણ કરનાર શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને શ્રી ઇલ્લમાગારૂજીને ત્યાં સંવત ૧૫૩૫ની ચૈત્ર વદી વરૂથિનિ એકાદશીએ રાયપુરના ચંપારણ્ય ધામે અગ્નિકુંડમાંથી શ્રી વલ્લભાચાર્યજીનું પુનિત પ્રાગટય થયું. તૈલંગ કુળ ધન્ય બની ગયું. સો સોમયજ્ઞા અને કાશીમાં સવાલાખ બ્રાહ્મણોની ચોર્યાસીનું ફળ પ્રાપ્ત થયું. જે સમયે મલેચ્છોના ભારે ઉપદ્રવથી ભારત ત્રસ્ત હતું. તેવા સમયે આપશ્રી કરેલ ત્રણ પરિક્રમાના પ્રથમ ચરણમાં શ્રીમદ્ ગોકુળના ગોવિંદ ઠકુરાણી ઘાટે સ્વયં યમુનાજીએ ત્યારબાદ શ્રી ઠાકોરજીએ પ્રગટ થઇ કૃપામાર્ગ પ્રગટ કરાવ્યો. દૈવી જીવોનો બ્રહ્મ સાથે સંબંધ થયો. શ્રીનાથજીને પ્રગટ કર્યા. ઘરઘરમાં શ્રી ઠાકોરજી પધરાવી સેવા-ભક્તિનો દીપ પ્રગટાવ્યો. સૌને તિલક-તુલસીની માળા સાથે 'શ્રી કૃષ્ણ શરણંમમ્'નો મહામંત્ર આપ્યો. વિજયનગરની કૃષ્ણદેવ રાયે યોજેલ વિદ્યતસભામાં દિગ્વિજય પ્રાપ્ત કર્યો. જેનું સમર્થન સ્વયં શ્રીજગન્નાથજીએ કર્યું. સાદગી અને ભક્તિમય યાત્રામાં ભારતમાં ચોર્યાસી સ્થળોએ શ્રીમદ્ ભાગવતજીનું પારાયણ કર્યું. ષોડશ ગ્રંથોની ઉત્તમ રચના કરી. સર્વત્ર દર્શનીય ઉત્સવો, મનોરથો, રાગ, ભોગ, શૃંગાર, કિર્તન એ પુષ્ટિ માર્ગની દેન છે. દ્વારીકાની યાત્રા સમયે શ્રી મહાપ્રભુજી નરોડા બિરાજ્યા હતાં. સમગ્ર વિશ્વની પુષ્ટિ સૃષ્ટિના વૈષ્ણવો આ ઉત્સવને ભક્તિભાવપૂર્વક ઉજવે છે. મારા ઘરમાં બિરાજતા શ્રીનાથજી, શ્રીયમુનાજી, શ્રી મહાપ્રભુજી.

સૌને સદૈન્ય ભાવે જય શ્રી કૃષ્ણ

- મુકેશભાઈ ભટ્ટ

Tags :