Get The App

શ્રી કૃષ્ણોપનિષદમાંનો આધ્યાત્મિકતાનો સાર સમજવા જેવો છે

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
શ્રી કૃષ્ણોપનિષદમાંનો આધ્યાત્મિકતાનો સાર સમજવા જેવો છે 1 - image


શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ (પૂર્વાધ-ઉત્તરાર્ધમાં) શ્રી કૃષ્ણ-ભગવાનની ''કથા'' વિસ્તાર પૂર્વક વર્ણવેલી છે. આ કથામાં મુનુષ્ય અવતાર લેનાર, દેવકીનંદન શ્રીકૃષ્ણભગવાનની ઐતિહાસિક ઘટના રૂપે લખેલ છે... કેટલોક ભાગ પરબ્રહ્મ અને માયાના કર્મરૂપ શરીરોના વિલાસ રૂપ આધ્યાત્મિક છે. ઐતિહાસિક અને આધ્યાત્મિક ભાગનું સંમિલન ભક્તજનોને સતત ''બ્રહ્મચિંતનલ્લલ્લ રહે, એટલા માટે ઉપયોગી છે. આધ્યાત્મિક ભાગની આધ્યાત્મિકતા સમજવાની જરૂર છે તેથી ''કૃષ્ણોપનિષદ''માંનો થોડોક ''સાર'' ભાવથી સમજીએ.

પરબ્રહ્મ પરમાત્માએ જગતમાં કૃષ્ણાવતાર લેતાં પહેલાં, દેવોને જણાવ્યું કે હું જગતમાં અવતાર લેવાનો છું. મારા ''લીલાસહચર'' તરીકે તમારે પણ જન્મ લેવાનો છે.

દેવોએ કહ્યું, ''અમે આપની સાથે જન્મ લઈ જગતમાં આવીશું પણ, આપનો ''નિત્યસ્પર્શ'' સતત અમને મળવો જોઈએ. ભગવાને વચન આપ્યું... ''હું તમારા કહેવા પ્રમાણે કરીશ.' મારો સંગ નિત્ય આપીશ.''

દેવોએ આનંદપૂર્વક કહ્યું, ''હે પ્રભુ ! અમે કૃતાર્થ થયા છીએ. ને, નીચેના સ્વરૂપે ''લીલાસહચર'' બન્યા.

પરમાનંદ-બ્રહ્માનંદ નંદરાય બન્યા

મુક્તિદેવી યશોદાજી બન્યા

બ્રહ્મવિદ્યા દેવકીજી તરીકે

દેવો ગોપ તરીકે

વેદની ઋચાઓ ગોપીઓ તથા ગાયો તરીકે

ભગવાન રૂદ્રદેવ શ્રી કૃષ્ણની વાંસળી તરીકે

ઈંદ્ર શ્રી કૃષ્ણની વગાડવાની શીંગડો

વૈકુંઠ ગોકુળ બન્યું

તપસ્વીઓ વનનાં વૃક્ષો બન્યાં

બ્રહ્મદેવ ભગવાનની છડી

શેષનાગ બળદેવજી થયા.

વેદ-ઉપનિષદ બ્રહ્મરૂપ ઋચાઓ સોળ હજાર એકસો આઠ પટરાણી તથા ગોપીઓ

દયા માતા રોહિણી તરીકે

અહિંસા સત્યભામા તરીકે

રામ મિત્ર સુદામા તરીકે

સત્ય અક્રુરજી તરીકે

દમ ઉદ્ધવજી તરીકે

વિષ્ણુભગવાન તથા લક્ષ્મીજી મેઘ જેવી ગર્જના કરનાર શ્રકૃષ્ણનો શંખ

મહેશ્વર શ્રી કૃષ્ણના અગ્નિ સ્વરૂપ ખડગ તરીકે

માતા અદિતિ કેડનું દોરડું

વેદ સુદર્શનચક્ર તરીકે

ધર્મ વૈજયંતીમાળા

હાથમાંનું કમળ જગતનું બીજ

ગરુડજી વ્રજના ભાંડીર નામે વડ

નારદજી સુદામા તરીકે

ભક્તિ વૃંદા તરીકે

શ્રીકૃષ્ણ પાસે જે જે કોઈ રહ્યાં છે, તે બધાં દેવસ્વરૂપો જ હતાં. કહેવાનો અર્થ એટલો જ છે કે : શ્રીકૃષ્ણ ભગવાન સાથે રહેનાર સર્વ વિભૂતિઓ તેમનાથી જુદી નથી. સ્વર્ગ અને વૈકુંઠને, શ્રીકૃષ્ણ ભગવાને પોતાની સાથે પૃથ્વી ઉપર ઊતાર્યા હતાં.

''વેદ એ કલ્પતરુ છે. વેદરૂપી કલ્પતરુનું આ ભાગવત રૂપે ''ફળ' શુકના મુખમાંથી પડેલું, અમૃતસરથી ભરેલું છે. અહો, શ્રદ્ધાળુ રસિકજનો! પરમાનંદ - રસથી છલોછલ ભરેલા આ ભાગવતરૂપી ફળનું તમે વારંવાર સેવન કરો.'

Dharmlok

Google NewsGoogle News