Get The App

વૈષ્ણવોનું તીર્થ નાથદ્વારા પ્રભુને મળવાનું દ્વાર !

Updated: Nov 2nd, 2022


Google NewsGoogle News
વૈષ્ણવોનું તીર્થ નાથદ્વારા પ્રભુને મળવાનું દ્વાર ! 1 - image


- મંદિરના પ્રાંગણમાંજ શ્રી નવનીત પ્રિયજીનું મંદિર છે. મંદિર ઉપર નળિયાનું છાપરું છે. આ છાપરાવાળી કોટડી જ (ઘર) અજબ કુંવરબાઈનું મૂળ નિવાસ સ્થાન હતું

રા જસ્થાન રાજ્યમાં આવેલું અરવલ્લી પર્વત વચ્ચે બનાસ નદીના કાંઠે વસેલું નાથદ્વારા વિશ્વ ભરના વૈષ્ણવોનું તિર્થ છે વૈષ્ણવ એક દિવસ તો જરૂર નાથદ્વારા જાપ પુષ્ટિ માર્ગના પ્રધાન ઇષ્ટ પ્રભુ નાથજી અહીં બિરાજે છે. 

બારેમાસ દર્શન માટે વૈષ્ણવોની ધક્કામુક્કી દેખાય છે. ઉદયપુરથી ૫૫ કી.મી. (પંચાવન કી.મી) દુર છે. અનેક બસો ખાનગી વાહનો જાય છે. નિવાસ માટે અનેક ધર્મશાળાઓ છે જે મંદિર ટ્રસ્ટ હસ્તક છે. અનેક જ્ઞાાતિઓએ નિવાસ સ્થાન બનાવ્યા છે અદ્યતન હોટલો પણ ઘણી છે. કથા મુજબ એક વૈષ્ણવ ભક્ત અજબ કુંવરબાઈને વચન આપ્યું હતું કે તેઓ એના ગામ પધારશે એટલે વ્રજમાં ૧૭૪ વર્ષ બિરાજયા પછી શ્રી ગોવર્ધન નાથજી (શ્રીજીબાવા) મેવાડ શ્રી અજબ કુંવરબાઈના વચનને પાળવા શ્રી નાથદ્વારા પધાર્યા શ્રીનાથજી ઇ.સ.૧૬૭૧માં પધાર્યા.

શ્રી નાથદ્વારામાં અનેક દર્શનીય સ્થળો છે. મંદિરના પ્રાંગણમાં ઘી-તેલના કુવાઓ, મંદિરમાં સોના-રૂપાની ઘંટી, શ્રી નાથજીનો રથ મોતીમહલ ફુલઘર, શાકઘર ગુલાબઘર શ્રી કૃષ્ણ મંદિર મંદિરનો કમલ ચોક, રતન ચોક મંદિરના ઉપર સુદર્શન ચક્ર બિરાજે છે. તેની પૂજા કરવાથી મનના મનોરથ પૂર્ણ થાય છે. તેવી વૈષ્ણવોની માન્યતા છે. શિખર (ચક્ર) ઉપર સાત ધ્વજાજી રંગીન બિરાજે છે.

મંદિરના પ્રાંગણમાંજ શ્રી નવનીત પ્રિયજીનું મંદિર છે. મંદિર ઉપર નળિયાનું છાપરું છે. આ છાપરાવાળી કોટડી જ (ઘર) અજબ કુંવરબાઈનું મૂળ નિવાસ સ્થાન હતું. શ્રીનાથજી અહીં કુંવરબાઈ સાથે ચોપાટ ખેલવા આવતા હતા. પુષ્ટિ માર્ગમાં અન્ય કોઈ હવેલીમાં મંદિરમાં ધ્વજા નથી હોતી ધ્વજા ફક્ત શ્રી નાથજીના મંદિરમાં જ ફરકે છે.

નાથદ્વારાની આસપાસ કાંકરોલી એકલીંગજી, શામળાજી, ઋષભદેવજી ધસ્પાડ, ખીમનૌર, હલ્દીઘાટી ઉદયપુર ચાર ભુજાજી રાણકપુર કુંભલગઢ છે. શ્રી નાથજીની ગૌશાળા પ્રખ્યાત છે. ચાર હજાર જેટલી આશરે ગાયો છે. શ્રી મહાપ્રભુજીએ પૂરણમલ ક્ષત્રિયને મંદિર બાંધવાની આજ્ઞાા આપી હતી. એ જમાનામાં ૪ લાખ રૂપિયા ખર્ચી મંદિર બનાવ્યું હતું. આશરે (૫૦૦ વર્ષ પહેલાં) ઇ.સ.વિ.સં.૧૭૨૮ થી શ્રી નાથજી નાથદ્વારામાં બિરાજે છે.

નાથદ્વારામાં પુષ્ટિ ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. જનમાષ્ટમી અન્નકૂટ ડોલોત્સવ, અન્નકૂટ મંદિરનો દિવ્ય ખાસ ઉત્સવ છે. લાખો લોકો અહીં દર્શને આવે છે.

કમળ ચોકમાં પધરાવેલા ભોગ વચ્ચે ભાતનો ડુંગર દિવ્ય લાગે છે (અન્ન એટલે ભાત કૂટ એટલે પર્વત) અન્નકૂટથી વૈષ્ણવોમાં શ્રધ્ધા જાગે છે.


Google NewsGoogle News