આજની ભક્તિદ્વારા માણસની સત્યરૂપશ્રધ્ધાની અંધાધુંધી
આંતર ભક્તિનો અર્થ છે મનમાંથી અહંકાર નાબુદી સમાના ભાવમાં સ્થિરતા, અને સત્યનું પ્રસ્થાપન રાગ દ્વેષથી મુક્તિ, અને સમતા સહજતા અને સરળતા અને મનની સંશુધ્ધતાની સ્થિતિ, અને મનની સંચળતાની નાબૂદી અને આંતરદ્વદ્વથી મુક્તિ એનું નામ ભક્તિ. આમ ભક્તિ એ આંતરિક સંશુધ્ધની જ ક્રિયા છે, અને સત્યની પ્રાપ્તિ છે. પણ આજની કહેવાતી ભક્તિના નામ પર આપણે ત્યાં જબર જસ્ત ગોલમાલ, મહાઅંધાધુધી અને અનીતિ ભ્રષ્ટાચાર ચાલે છે, તે આજની વાસ્તવિક સ્થિતિ છે.
આજની ભક્તિ એટલે પૈસો, પ્રતિષ્ઠા, પદ, પ્રચાર, પ્રપંચ, પાખંડ અને પરચા પર અને નિર્દોષ સ્ત્રીનો ઉપયોગ પર આધારિત ધર્મ અને ભક્તિ બનાવી દીધી છે, ત્યાગના નામે અસત્ય દ્વારા રળી ખાવાનું સાધન બનાવી દીધું છે,, આજના ભક્તિના સ્થળને વારસાગત સાધન બનાવી દીધું છે, ખરેખર ત્યાગી જેને કોઈ વારસ નહોય કોઈપંણ જાતનો મિલકતમાં લગાવ નહોય, કોઈપણ જાતનું બંધન ન હોય, કોઈપણ જાતનું બેંકમાં પોતાનું ખાતું ન હોય, ટોટલી પૈસાથી, સ્વાર્થથી, લાભથી વાસનાથી, કામનાથી, તૃષ્ણાથી અપેક્ષાથી અને ઈચ્છાથી અને વિચારથી પણ જે મુક્ત હોય, અમન ધારણ કરેલ હોય તેજ સાચો ત્યાગી, છે, આવું તો એક પણ ત્યાગીમાં જોવાજ મળતું જ નથી આવી સ્થિતિ આજે કોઈ ત્યાગીની કોઈની છે, પણ નહિ એટલે તેઓ ત્યાગી નથી, આમ ત્યાગના નામે સવાયા સંસારી જ છે, માનવ જીવનમાં વિચાર જ બધા ખેલો માણસ પાસે કરાવે છે, માટે જ વિચારથી મુક્ત હોય અને અંમન ને ધારણ કરેલ હોય તેજ સાચો સાધુ અને સાચો ત્યાગી, એટલું જાણો, આજે તમને એક પણ સંપ્રદાય કે પંથમાં આવો સ્વરૂપ ત્યાગી, કે સાધુમાં જેમાં આ સાત '૫' ની માયાજળ ન હોય અને વિચારથી મુક્ત હોય અને અમની આવો સત્ય સ્વરૂપ સાધુ ક્યાંય આજે જોવા જ મળતો નથી. આજે તો બધાને માણસની શ્રધ્ધાનો ઉપયોગ કરી કમાઈ લેવું છે. આ કમાણી પણ આત્મિક સત્યને સાથે રાખીને કરવામાં આવતી જ નથી, તેમાં પણ અસત્ય અને બનાવટ, કપટનો જ આશરો લેવામાં આવે છે, તેથી આ સત્ય ધર્મ નથી, બખડ જરૂર છે. આંતર ભક્તિ કે આંતર સત્યને પ્રાપ્ત કરવાની આંતર સાધનામાં શરણાગતિ કે સમર્પણ એ કાયરોનું કે બનાવટીઓનું દ્વિઅર્થી જીવન જીવનારનું પણ કામ નથી, એતો આત્મિક સત્ય સ્વરૂપની સમર્થ સ્વાયત સ્વાશ્રયી આત્મ લીલા છે અને પ્રેમ લીલા છે.
આવા આત્મિક સત્ય આધારિત ભક્તનું સમગ્ર જીવન પોતાના સ્વમાં સ્થિત હોય છે, પૂરેપૂરું સમગ્ર જીવન સ્વાયત અને સ્વાશ્રયી હોય તેની આંતર ભક્તિ છે, આંતર લીલા છે, જેને સત્ય આધારિત જ આંતરભક્તિ કહેવાય. આવી પ્રેમ પુર્ણ આત્મિક સત્યના આધાર વાળી ભક્તિ આજે પરમાત્મને સમર્પિત ભક્તિ ક્યાંય જોવાજ મળતી નથી તે આજની, વાસ્તવિકતા છે, જેનો ઈનકાર થઈ શકે તેમ નથી, સારુ મીઠું બોલવું તે ધર્મ નથી, પણ આત્મિક સત્યમાં સ્થિત થઈને આત્માના સત્યને પરમમૌન દ્વારા જાણીને તેવા સત્યને આચરવું અને સત્યજ બોલવું અને સત્યના આધારેજ સત્ય સ્વરૂપ પુરુષાર્થ કરી અર્થોપાર્જન કરી પરીગ્રહનું પરિણામ જાળવીને આત્મિક સત્યમાં સ્થિત થઈને સત્યના આધારે જીવવું એજ આત્મ ધર્મ છે, સત્ય ધર્મ છે, અને આજ આત્મિક ભક્તિ છે જે જીવનને ઉજાળે જ છે.
- તત્વચિંતક વી. પટેલ