આજની ભક્તિદ્વારા માણસની સત્યરૂપશ્રધ્ધાની અંધાધુંધી
આજે ભક્તિના નામે કોના શરણે જવું, કે કોઈના અનુગ્રહના યાચક બનવું કે ગુરુવિના જ્ઞાાન નહીં જેથી ગુરુના શરણે જવું એ એક અનિવાર્ય અંગ આજે માનવામાં આવે છે,
એટલે આજે સ્વાર્થ લોલુપ, અજ્ઞાાનમાં સ્થિર એવા અજ્ઞાાની ગુરુઓનો રાફડો ફાટયો છે, અને શરણાગતિના નામ પર એક જાતનું સ્વાર્થમુલક નૈતિક હલકાપણું આજના પંથોમાં અને સંપ્રદાયો અને કથાકારોમાં ભયંકર રીતે વ્યાપી ગયું છે.
આજના પંથ અને સંપ્રદાયોમાં, અસત્ય અને આડંબર જ જોવા મળે છે અને અનુભવ પણ થાય છે, આમ આજના પંથો અને સંપ્રદાયો માણસની આત્મિક શ્રધ્ધાનો ભયંકર ગેર ઉપયોગ કરી રહ્યા છે, એક જ દાખલો આના માટે પૂરતો છે, જ્યાં પણ ત્રણ વોકળાં ભેગા થતાં હોય ત્યાં નહાવાથી પાપ ધોવાય જ નહીં અને મોક્ષ સંપન્ન થાય જ નહિ. આ છતા ડિડક ચલાવે છે, અને આજે ચાલે પણ છે, જીવનમાં પાપ અને પુણ્ય મનનો ધર્મ છે, મનને સંશુધ્ધ કરવાથી અને પ્રજ્ઞાામાં સ્થિત થઈ જાગૃત પણે જીવવાથી પાપ થાય જ નહીં, અને રોગદ્વેષ અહંકાર અને આંતરદ્વદ્વથી મુક્તિ પરમ સત્વ સંશુધ્ધતા વિના મોક્ષ નથી, મોક્ષ માટે તો સાધના કરી નિર્વિચાર થવું પડે, અને મનને અમન કરી પરમ મૌનમાં સ્થિર થવાથી જ અંતરમાંથી આત્મજ્ઞાાન ઉપલબ્ધ થાય એ મોક્ષ છે, ડોળા ગોબરા પાણીમાં નાવાથી સાત જન્મારે પણ મોક્ષ તો શું શાંતિપણ મળે જ નહિ તે શાશ્વત્ સિધ્ધાંત છે, તેમ છતાં ગબારા ચલાવેજ છે, અને પોતાનો સ્વાર્થ સાધે છે, આજે ધર્મમાં સ્વાર્થ અને અસત્ય વ્યાપી ગયુ છે, ક્યાંય પણ આત્મિક સત્યના આચરણનું પરિણામ કે પરિણામ આજના સંપ્રદાયો કે પંથમાં જોવા જ મળતું નથી, જીવનમાં સત્ય સ્વરૂપ પુરુષાર્થ દ્વારા ન્યાય સંપન્ન અર્થોપાર્જનનું નામ નિશાન નથી, અને પરિગ્રહનું પરિણામ પણ ક્યાંક જોવા મળતું નથી, કે આંતર સંશુધ્ધિ દ્વારા આચરણ કે અનુસરણ પણ જોવા જ મળતું નથી, આમ સો ટકા ધર્મના નામે અંધાધુધી જ ચાલી રહી છે તે સત્ય હકીકત છે,
આવા અસત્ય ધર્મના કારણે આજે ધર્મના નામે ટોળાંવાદ ચાલે છે, તેમાંથી માનવ માનવ વચ્ચે એક વિચિત્ર જાતનો ઉંચ નિચના ભેદભાવ ઉત્પન્ન થાય છે, જેનું પરિણામ ખતરનાક આવે છે,
માણસના માનસમાં કટ્ટરતાના બીજ રોપાય છે, મારો જ પંથ, મારો જ સંપ્રદાય મારો જ ગુરુ, મારો જ વિચાર, મારો જ ધર્મ સર્વ શ્રેષ્ઠ એવી ભાવના આજે ઉત્પન્ન થાય છે, જે સમાજમાં વાદ વિવાદમાં પરીણમે છે,, આજના આવા ધાર્મિક સમાજમાં ત્યાં પછી સમાધાન કે સમતા કે સ્થિરતા કે સલુકાય કે વિશાળતા માણસના મનમાં રહેવાજ જ પામતી નથી, અને મનમાં હુંસા તુસીનું, હું જ સત્ય છું, એવા અહકારનું ને મનમાં સંકુચિતતા પ્રસ્થાપિત થાય છે,
આવા જીવનનું પરિણામ વિશાળતાનો સમાંના ભાવનો નાશ થાય છે,, અને કટ્ટરતાનું મનમાં નિર્માણ થાય છે, અને તે હું પણું, અહંકારમાં, અસત્યમાં રાગદ્વેષમાં, ક્રોધમાં અનેક ખરાબ વર્તન વ્યવહારમાં પરિણમે છે,
આજે સમાજમાં પ્રતિબિંબ દેખાય છે ક્યાંય પણ શાંતિ નથી, લાવ લાવ ની જુંબેશ ચાલે છે, જેમાં માત્ર નાણા જ નહીં, પણ સ્ત્રીઓ પણ આવી જાય છે, આથી ધર્મનું અને માનવતાનું પતન જ છે. (ક્રમશ:)
- તત્વચિંતક વી. પટેલ