નર્મદાના કિનારેનાં નારેશ્વર ધામનાં 'રંગઅવધૂત'
- નર્મદા કિનારે કેટલાય પવિત્ર મંદિરો છે, ઋષિઓ, તપસ્વિઓ, નર્મદા કિનારે નિવાસ કરે છે
- રંગ અવધૂત મહારાજનો જન્મ ગોધરા-ગુજરાતમાં આજથી ૧૨૫ વર્ષ પહેલાં ૨૧-૧૧-૧૮૫૧માં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત્યારે તેનું નામ પાંડુરંગ રાખેલું હતું. નાનપણથી જ તેનું 'રામ' નામમાં મન લાગેલું હતું. તેની તિવ્રબુદ્ધિ હતી.
- અવધૂતનો અર્થ એવો પણ છે સાંસારિક વાસનાઓમાંથી તેવી પરમ વિરક્ત વ્યક્તિ, - વૈરાગી, એ એક પ્રકારનો શૈવ તેમજ વેષ્ણવ ધર્મના વૈરાગી પંથનો સાધુ તેને અવધૂત કહે છે
- જ્યાં ભગવાન શંકર તપ કરતા ત્યારે પરસેવો થયો હતો તેમાંથી નદી ઉત્પન્ન થઈ.. નર્મદા-રેવા-મેકલ પર્વતમાંથી નીકળી માટે મેકલ - કન્યા - નર્મદા કિનારાનું હવામાન-વાતાવરણ તપ, અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ કહેવાય છે
નામ નામીનો ભેદ મટેને,
નામી આપ હો જાય,
ગાન ગેય ગાનાર ત્રિપુટી
રંગ એક થઈ જાયા
(શ્રી રંગ અવધૂત)
* कलौ केशव कीर्तनम् - આ કળિયુગમાં માત્ર પ્રભુનું નામ કિર્તન જ બધી સાધનાઓમાં શ્રેષ્ઠ ભક્તિરૂપ છે. આવું સિધ્ધ કરનાર મહારાજ શ્રી રંગઅવધૂતનો પ્રસંગ આપણને સહુને ઈશ્વરાનુભૂતિ કરાવે છે.
અહંકારનો આંચળો ફેંકી દઈ એક નિર્દોષ, નિરપેક્ષ, નગ્નબાળકની માફક નિર્દંભ, દિગંબર ડિંબની જેમ ઈશ્વર તરફ ઉભા રહો, માંગણની માફક હરગીજ નહિ. નશ્વર જગતમાં એ નાટકી નટવરની રમતનું રમકડંબ થઈને રહેવું એજ અવધૂત છે.
બાળકે ખાધું-પીધું કે નહિં, એ ઉઘાડું છે કે ઢાંકેલું, સ્વચ્છ છે કે ગંદુ, બીમાર છે કે તંદુરસ્ત - એ બધાયની ચિંતા એની માને છે, બાપને છે, એમ બાળક થઈને અને કોઈની પાસે માંગણી ન કરવી, દુશ્મનમાં પણ આત્મિય ભાવો પ્રગટ કરવા. તેમજ ઈશ્વર જ ખરો આપણો પિતા છે. ઉઠો, જાગો, અને તમારા સ્વયંભૂ હકની જાણ સાથે એ અનાદિ હકની વિશ્વંભર પરમાત્માની અનંત ઐશ્વર્ય ભરી છાયામાં નિર્ભય, નચિત થઈ મસ્ત વિચારોને તમારી જન્મજાત બાદશાહનો ઉપયોગ લો એજ રંગઅવધૂતજીનો જીવનનો મંગળમય ઉપદેશ છે.
અવધૂતનો અર્થ એવો પણ છે સાંસારિક વાસનાઓમાંથી તેવી પરમ વિરક્ત વ્યક્તિ, - વૈરાગી, એ એક પ્રકારનો શૈવ તેમજ વેષ્ણવ ધર્મના વૈરાગી પંથનો સાધુ તેને અવધૂત કહે છે.
આ પૂજ્ય શ્રીરંગ અવધૂત મહારાજ (બાપજી) તે વિઠ્ઠલપંત અને રુકમામ્બાને ત્યાં જન્મ્યા હતા.
* રંગ અવધૂત મહારાજનો ઈતિહાસ :
રંગ અવધૂત મહારાજનો જન્મ ગોધરા-ગુજરાતમાં આજથી ૧૨૫ વર્ષ પહેલાં ૨૧-૧૧-૧૮૫૧માં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત્યારે તેનું નામ પાંડુરંગ રાખેલું હતું. નાનપણથી જ તેનું 'રામ' નામમાં મન લાગેલું હતું. તેની તિવ્રબુદ્ધિ હતી અને એ જણાઈ ગયું હતું કે તેજ અવિનાશી અને સાશ્વત છે ૮ વર્ષની ઉમરે તેના યજ્ઞાોપવિત સંસ્કાર થયા હતા અને ઉપનયન સંસ્કાર બાદ અરસોબા-વાડી દર્શન માટે ગયા. ત્યાં પરમ પૂજ્ય સ્વામી વાસુદેવાનંદ મહારાજે કહ્યું કે ''આ પાડુંરંગ તો અમારોજ દીકરો છે'' આશિર્વાદ પ્રાપ્ત કરી પરત ફરતા કોલ્હાપુર રાત્રે રોકાણા... ત્યાં જ પાંડુરંગને સ્વપ્નમાં આદેશ થયો 'પોથીવાંચ' ત્યારે તેમને પોથી શું છે તેની પણ ખબર ન હતી, પરંતુ થોડા સમય પછી તેઓના મામા પાસેથી ભગવાન સાંઈબાબાએ આપેલ 'ગુરુચરિત્ર' ની પોથી પ્રાપ્ત થઈ અને તેઓએ એના નિયમસર પારાયણો શરૂ કર્યા, ગોધરામાં પ્રાથમિક-માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદ કોલેજની કોલેજમાં જોડાયા. આ સમય દરમ્યાન કુટુંબની પ્રભુભક્તિ અવર્ણનીય હતી.
અમદાવાદ થોડું રોકાઈ ત્યાંથી વડોદરા કોલેજમાં આવ્યા. પૂજ્ય મહાત્મા ગાંધીજીની 'કોલેજ છોડો' ની હાકલને માન આપી અમદાવાદની રાષ્ટ્રીય વિનય મંદિર શાળામાં શિક્ષક તરીકે જોડાયા આ સમય દરમ્યાન તેઓનો ભક્તિભાવ ચાલુ જ હતો.
'તપ' કરવાની અને સંસાર શરૂ નહીં કરવાની ઈચ્છા દ્રઢ હતી. પછી મિત્રો-બાળકો સાથે અવાર-નવાર પર્યટને જતા પણ તેમાં 'તપ'નું સ્થળ શોધવાની ઈચ્છા રહેતી. હિમાલય જવાનો પણ વિચાર આવ્યો હતો. તે દરમ્યાન પૂ.ઘૂનીવાલા, પૂ.ચંદ્રશેખરાનંદ, પૂ.લંગડે બાબાના દર્શને જતા એવો શંકેત થયો કે તપ માટે હિમાલય ન જતાં નર્મદા કિનારે, રહેવું એવી પ્રભુની ઈચ્છા છે, 'રેવા તટે તપ:કુર્યાત્' તે દરમ્યાનમાં તેઓ પૂજ્ય સ્વામી મહારાજના બ્રહ્મલીન થયાના સ્થાન ગુરૂડેશ્વરની સામે કિનારે ઈન્દ્રવર્ણા મંદિરમાં રાત્રે રોકાણા. ત્યારે તેને સ્વપ્નમાં આદેશ થયો કે ''દત્ત પુરાણનાં પારાયણ કર'' તે પારાયણનાં પાઠ કરવા - તપ કરવા - ભક્તિ કરવા માટે સ્થાન શોધતા - દરમ્યાન પ્રવચન નહીં કરવા, આચરણ, એજ ઉપદેશ, લક્ષ્મી સ્પર્શ નહીં કરવાનો, કીર્તિ-કામિની-કાંચનથી દૂર રહેવું આવા નિયમો સ્વીકાર્યા. અને નર્મદા કિનારે રહેવાનો સંકેત થતા તેઓ નર્મદાના કિનારે સ્થળ શોધવા માંડયું.
* નર્મદા કિનારો : જ્યાં શંકરનાં પૂત્રી, ભગવાન શંકર તપ કરતા હતા ત્યારે પરસેવો થયો હતો તેમાંથી નદી ઉત્પન્ન થઈ.. નર્મદા-રેવા-મેકલ પર્વતમાંથી નીકળી માટે મેકલ કન્યા - નર્મદા કિનારાનું હવામાન-વાતાવરણ તપ માટે, અનુષ્ઠાન માટે, શ્રેષ્ઠ કહેવાય છે અને તે માટે ઘણું અનુકુળ પણ છે. પંડિત મણિશંકર શાસ્ત્રીજીએ નર્મદા માટે'વિખુધાવરનિર-જલ' એવી પ્રશંસા કરી છે. ભારતમાં એક જ નદી છે કે જેની પરિક્રમા થાય છે. નર્મદાના બન્ને કિનારા પાવન છે. બન્ને તટ પર હજારો ભક્તો અત્યારે પણ નિયમ અનુસાર પરિક્રમા કરી પાવન બને છે.
નર્મદા કિનારે કેટલાય પવિત્ર મંદિરો છે, ઋષિઓ, તપસ્વિઓ, નર્મદા કિનારે નિવાસ કરે છે.
* त्रिभिः सारस्वतं तोयं
सप्ताहेने तु यामुनाम् ।
सधः पुनांति गांगेय,
दर्शनाम् ऐव नर्मदाम् ।।
આવું ફળ નર્મદાનાં દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. પૂજ્ય પાંડુરંગ ત્યાં કાયમ રહેવા સન ૧૯૨૫-સંવત ૧૯૮૨માં પધાર્યા, પછી તો ભક્તિ-તપ-અનુષ્ઠાનથી મૂળ દિવ્યભૂમિ ઝળહળી ઉઠી. ધીમે-ધીમે ભક્તો આવવા લાગ્યા, હવે પાંડુરંગમાંથી 'અવધૂત' થયા. દત્તપુરાણનાં પારાયણ કર્યા. અને તેની તપો ભૂમિ બની ગઈ. પછી ત્યાં તેમણે અનેક સ્તોત્રો અને ભજનોની રચનાઓ કરી અને 'શ્રી ગુરૂલીલામૃત' દિવ્ય ગ્રંથની રચના કરી... અનેક પવિત્ર કાર્યો કરતા કરતા હરદ્વાર પધાર્યા. ત્યાં આર્યનિવાસમાં મુકામ કર્યો અને કારતક વદ અમાવસ્યા ૧૯-૧૧-૧૯૬૮માં બ્રહ્મલીન થયા. અને તેમના પાર્થિવ દેહ નારેશ્વર તા.૨૧-૧૧-૧૯૬૮માં લાવી અગ્નિ સંસ્કાર કર્યા ભક્તોને આશ્વાસન આપવા ચિતામાંથી ડાબો હાથ ઉંચો થયો. જેથી ભક્તોને હૈયા ધારણા મળી.
નારેશ્વરનાં કણકણમાં- રજે રજમાં, વૃક્ષોમાં આ રંગ અવધૂતજીની હાજરી ભક્તોને અનુભવાય છે અને ત્યાં દત્ત મંદિર પણ છે.
* નારેશ્વર મંદિર : અમદાવાદનાં જાણીતા રંગભક્ત. પૂજ્ય બાપજીનાં સિદ્ધાંતોના આગ્રહી અને અમારા પૂજનીય એવા ડો ઈન્દુભાઈ દવેની પ્રેરણાથી નારેશ્વરમાં ભક્તો રહે અને ભક્તિ કરે. અનુષ્ઠાન-ભજન-તપ-ઉપાસના કરે તે માટે આ ડો.ઈન્દુભાઈએ રંગ સેવા સદનનું નિર્માણ કરી વિના મૂલ્યે રહેવા-જમવાની-પ્રસાદની વ્યવસ્થા ગોઠવી છે. દાન-ભેટ પણ સ્વિકારાતા નથી ત્યાં પુસ્તકાલય-ઉપાસના-ભજનગૃહ-મૌનમંદિરો અવર્ણનીય છે. નારેશ્વર સ્થાનની વ્યવસ્થા નારેશ્વરની પાછળ જ છે. ભગવાન દત્તાત્રેયની મૂર્તિ અને નીચે પારાયણ માટે ઔદુંમ્બર વૃક્ષોનું પ્રાર્થના સ્થળ અનુપમ છે. ટૂંકમાં '(સર્વ ધામનું પુણ્ય જ અહીંયા નારેશ્વર દ્વાર જ છે.)'
પ.પૂજ્ય રંગ અવધૂત મહારાજનાં અનેક પરચાઓ છે. જે આપણને તેની શ્રદ્ધાનું બળ બતાવે છે રેવા કિનારેનું 'નારેશ્વર ધામ' - તીર્થ બની ગયું છે. ત્યાં એક શ્વાનભક્ત બુચીયાની સમાધી પણ છે. જે અવધૂત પૂસ્તક ભંડારની બાજુમાં છે. શ્વાન ભક્ત બુચીયા આ રોજ રેવા સ્નાન કરીને અવધૂતની પાસે બેસી પાઠ કરતો અને યાત્રીઓને રસ્તો દેખાડવામાં મદદ કરતો હતો. પૂજ્ય રંગ અવધૂતનાં સાનિધ્યમાં તેણે દેહ ત્યાગ કરીને જીવનને ધન્ય બનાવ્યું હતું.
श्वासे श्वासे यत नाम स्मरातमन પ્રત્યેક શ્વાસે દત્તનામનું સ્મરણ કરવું તે તેનો મંત્ર છે.
।। જય દતાત્રેય ।।
।। જય રંગ અવધૂત ।।
।। हरि ओम तत्सत् जय गुऱु दत् सत् ।।
- ડો.ઉમાકાંત.જે.જોષી