Get The App

''નિર્ણય લેવાની કળા" .

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
''નિર્ણય લેવાની કળા"                                              . 1 - image


- તમારી તાકાતની કસોટી કરે એવી કોઈ પણ પરિસ્થિતિ તમે ગમાડવા લાગશો. જેઓ નાની વયે આ કળા શીખી જાય છે તેઓ બડભાગી છે

જ્યારે કામ કરવાની તક આવે ત્યારે એ કરી નાખીએ છીએ એવી અપેક્ષા આપણી પાસે પુખ્તતા રાખે છે. કોઈ પણ બાબતને પાછી ઠેલવ્યા કરીને એ પતતી નથી એવી ચિંતા કરી દૂબળા થયે જવું એ તો કોઈ પણ માણસને આવડે. એમાં પુખ્તતા નથી જ. નિર્ણયો લેવાને એને સાંગોપાંગ પાર પાડવા એ આપણા પુખ્ત જીવનનો એક અનિવાર્ય ભાગ છે. કોઈ પણ માણસ હાથ જોડીને ખૂણે બેસી ને રહી પોતાની જાતને પુખ્ત ગણવાનો દાવો ના કરી શકે. ધારો કે એ ખોટો દાવો કરે તો પણ પુખ્તતાના જે નક્કર પરિણામ મળવા જોઈએ એ તો એને મળતા નથી જ. નિર્ણય લેવાનો સમય આવે એ તદ્દન અનિવાર્ય બની જાય ત્યારે એ લોકો ચિંતા, શંકા અને ગૂચવણના ધુમ્મસમાં ખોવાઈ જાય છે. ખરેખર તો આ સમયને જાળવી લેવાનો હોય છે. જે આ પળને પકડી પાડે એને માટે આગળના સંઘર્ષ રહી શકતા નથી. અન્યથા આ સંઘર્ષ અને મનના ખેંચાણ એવા તંગ બને છે કે ગમે એવો માણસ પણ એમાં રહેંસાઈ જાય છે. આ જંતરડા એવા જાલીમ હોય છે કે ગમે એવા માણસના લમણામાં પોલાદને પણ પાતળુ કરી નાખે છે. એક વાર કાર્લાઈલ નદી કીનારે ફરવા જતો હતો ત્યાં કિનારા ઉપર કપડા ઉતારતો એક યુવાન દેખાયો. કાર્લાઈલને વહેમ પડતા એ ત્યાં દોડી ગયો અને પૂછયું : ''શું ચાલે છે?'' ''આપઘાતની તૈયારી? શા માટે?'' મને જિંદગીનો ડર લાગવા માંડયો છે. કોઈ પણ ડરમાંથી મુક્ત થવાનો એક જ રસ્તો છે જેનો ડર લાગતો એ કામ તરત જ કરવા માડવું.'' યુવાન બોલ્યો : ''પણ એ કેવી રીતે બને?'' શરૂઆત કરીને શરૂઆત કેવી રીતે કરવી ? ઠંડા પાણીનો ડર હોય તો શરૂઆત કેવી રીતે કરવી એવો વિચાર કર્યા વગર આંખ મીંચીને ખાબકી પડવું. કાર્લાઈલ બોલ્યા યુવાન : ''તો તો હું પડું જ.'' કાર્લાઈન બોલ્યા : ''મુખાનંદ હું તને પાણીમાં નહીં સંસારજળમાં ઝૂકાવવાનું કહું છું. આજ કાર્લાઈલે એક જગ્યાએ લખ્યું કે, ''તમને આશ્ચર્ય થશે કે ડર ચાલ્યો જશે એટલું જ નહીં, એ ઠંડુ પાણી તમને ગમવા લાગશે પછી તો તમે ઠંડુ પાણી જોશો એટલે આનંદ આવી જશે. તમારી તાકાતની કસોટી કરે એવી કોઈ પણ પરિસ્થિતિ તમે ગમાડવા લાગશો જેઓ નાનીવયે આ કળા શીખી જાય છે તેઓ બડભાગી છે. પણ ઘણા લોકો મોટી ઉમરે પહોંચ્યા પછી પણ નિર્ણય લેવાના નિયમનું મહત્ત્વ નથી સમજતા. નિર્ણય ના લેવાને કારણે સહન કરવું પડે અને બે ચાર થપ્પડ વાગે પછી જ એ લોકો સ્વીકારે છે કે મુલતવી રાખવાના ફળ હમેશાં માઠા હોય છે. એક સાદી વાત લઈએ તમારે આજે સાંજે શું કરવું છે એને વિષે વિચાર કરવો છે તમારી પાસે એક કે બે વિકલ્પો હોય છે એને બરાબર ઊકળવા દો એ કેમ ચાલે ? એટલે સારો રસ્તો એ ગણાય કે નક્કી કરવું ને બીજા કામે લાગવું. એ સાચુ છે કે જિંદગીમાં જીવન કારણના સવાલ કોઈક વાર જ આવે છે. પણ એવો સમય આવે ત્યારે કંઈ નિર્ણય લેવાની કળ શીખવા ના બેસાય નાની નાની બાબતોમાં ઊંડો વિચાર કરીને મનને નિર્ણય લેનાનું શીખવી દીધુ હોય તો એ તાલીમ ખરે સમયે ખૂબ કામ લાગશે.

- ચેતન. એસ.ત્રિવેદી


Google NewsGoogle News