શુભ અને મંગલકારી પ્રતિક... સ્વસ્તિક...
ભા રતીય સંસ્કૃતિમાં પ્રતિકનું મહત્વ વિશેષ છે જેમાં સ્વસ્તિક એટલે સાથિયો જે સંસ્કૃતિનું એક પ્રતિક છે. શુભ પ્રસંગે પણ સ્વસ્તિકને મહત્વનું સ્થાન આપ્યું છે જે કાર્યો શુભ અને મંગલમય બનાવે છે શુભ કાર્યોમાં ઘરના દ્ધારે સ્વસ્તિક બનાવામાં આવે છે. સ્વસ્તિક શબ્દ સુક અસ્ દ્યાતુથી બન્યો છે જે 'સુ'નો અર્થ શુભ થાય છે અને 'અસ્'નું અસ્તિત્વ તથા સત્તા થાય છે. સ્વસ્તિક કરવાથી અશુભ કે અનિષ્ટનો ભય રહેતો નથી. અમરકોષમાં સ્વસ્તિકનો અર્થ આશિર્વાદ અને પવિત્ર બતાવ્યો છે. જેથી ઘરમાં સ્વસ્તિક કરવાથી દરેક દિશાઓ પવિત્ર બને અને સર્વનું કલ્યાણ થાય. સ્વસ્તિકને દેવોની શક્તિ અને સામર્થ્યનું પ્રતિક મનાય છે. પ્રાચીનકાળમાં કાર્ય કરતાં પહેલાં મંગલાચરણ લખવાની પરંપરા હતી. જેમાં પ્રથમ 'સ્વસ્તિક' અને 'શ્રી ગણેશાયનમઃ' લખી પછી શુભ કાર્યોની શરૂઆત થતી જે ઘરમાં સ્વસ્તિકનું પ્રતિક હોય ત્યાં સદૈવ શુભ અને મંગલ થાય છે.
- પુરાણી મહેન્દ્ર મહારાજ