Get The App

સ્વામી વિવેકાનંદ જયંતિ- અમૃતવચન

Updated: Jan 11th, 2023


Google NewsGoogle News
સ્વામી વિવેકાનંદ જયંતિ- અમૃતવચન 1 - image


- જે પ્રેમ સંપૂર્ણ રીતે સ્વાર્થ રહિત છે, તે જ પ્રેમ છે અને તે ઇશ્વરનો પ્રેમ છે.

- કેવળ આધ્યાત્મિક જ્ઞાન જ એવું જ્ઞાન છે, જે આપણાં દુઃખોનો કાયમ માટે નાશ કરી શકે છે.

- જો તમે કોઈને મદદ ન કરી શકો તો કોઈનું અહિત ક્યારેય કરશો નહીં.

- જે શિક્ષણ વડે આપણે આપણા જીવનનું ઘડતર કરી શકીએ, માનવી બની શકીએ, ચારિત્ર્ય બનાવી શકીએ એવું શિક્ષણ વાસ્તવમાં શિક્ષણ કહેવા યોગ્ય છે.

- જીવનનું નિશાન વ્યાપકતા છે.

- જો બીજાની મદદ ઇચ્છતા હો, તો તમારે અહંકારનો ત્યાગ કરવો પડશે.

- Man Comes From God In the Begining, In the Middle He Becomes Man, And In The End He Goes Back To God.

- હંમેશા ખુશમિજાજ અને હસતા રહેવું તે તમને ઇશ્વરની નજીક લઈ જશે.

- માનવીને સુખી બનાવવો એ જ ધર્મનો મૂળ ઉદ્દેશ છે.

- જ્યારે હૃદય અને મનનો મત ભેદ હોય ત્યારે હૃદયને જ અનુસરો.

- જીવ સેવા, એ જ સાચી શિવ સેવા છે.

- ઇર્ષ્યા અને અહંકારનો ત્યાગ કરો એકતા કેળવી  સાથે મળીને કાર્ય કરતા શીખો.

- બધી જ ઉપાસનાનો નિચોડ છે પવિત્ર બનવું અને બીજાનું ભલું કરવું.

- કોઈ પણ પ્રકારના કર્તવ્યોની અવગણના કરવી જોઈએ નહીં.

- It is impossible to find god outside of ourselves... We are the Greatest temple.

- તમે જે પણ કરતા હો, તે ક્ષણ પૂરતું એ કર્મને ઇશ્વરની પૂજા સમજો.

- દરેકનું મૃત્યુ તો નિશ્ચિત છે જ, પણ સારાં ધ્યેય સાથે મૃત્યુ વધારે યોગ્ય છે.

- ગુલાબ જેમ કુદરતી રીતે સુગંધનું વિતરણ કરે છે, એવી જ રીતે તમે પણ દાન કરો.

- કોઈ પણ વિષય ઉપર મનને એકાગ્ર કરવાની બાબતને જ ધ્યાન કહેવાય છે.

- Try to be pure and Unselfish- That is the Whole of Relation.

- બધા જ ગરીબ, અભણ, અજ્ઞાની અને દુઃખીજનોને આપણા ભગવાન માનો. યાદ રાખો કે આવા લોકોની સેવા એ જ તમારો સાચો ધર્મ છે.

- મહાન કાર્યો મહાન ત્યાગથી જ સંપન્ન થઈ શકે છે.

- ભારતની વિશિષ્ટતા ધર્મ છે.

- જે માનવી પોતાને દુર્બળ માને છે તે દુર્બળ બની જાય છે.

- હંમેશા વિચારો કે ભારતની ભૂમિ મારા માટે સ્વર્ગ છે અને ભારતના કલ્યાણમાં જ મારું કલ્યાણ છે.

- પ્રેમ જીવન છે અને ધૃણા મૃત્યુ.

- હંમેશા તમારી અંદર જુઓ, બહાર ક્યારેય જોશો નહીં.

- વિદ્યા, બુધ્ધિ, ધન, જન, બળ વગેરે જે ગુણ કુદરત આપણામાં મૂકે છે. એ બાબતો સમાજને વહેંચવા માટે જ હોય છે.

- No Good thing can be done without obstruction. it is only those who persevere to the end that Succeed.

- સમભાવ વિના મિત્રતા થઈ શકે નહીં.

- તમે પરમકૃપાળુ પરમાત્માના ધૂત છો, સંતાન છો અને તેના કાર્યો અને હેતુ સિધ્ધ કરવા તમે નિમિત માત્ર છો- એવી ભાવના હૃદયમાં રાખીને જ સતત કર્મ કરો.

- જયેન્દ્ર ગોકાણી 


Google NewsGoogle News