Get The App

આત્મા જ પરમાત્માનો સનાતન અવતાર .

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
આત્મા જ પરમાત્માનો સનાતન અવતાર                      . 1 - image


તમારું સત્ય જ તમારો ઉદ્ધાર કરે એમ સ્પષ્ટ કહ્યું છે એટલે સંશુદ્ધ જીવન દ્વારા અંદર ઉતરવાનો મહિમા છે. તે છે આત્મધ્યાન, અધ્યાત્મનો માર્ગ.

જરા તો સંશુદ્ધ મનથી સત્વ સંશુદ્ધતાપુર્વક વિચારો આજના બાવાઓ ધંધા કરવા સારૂ મીઠું મીઠું શાસ્ત્રોનું બોલે છે. શાસ્ત્રોમાં સત્ય હોય શકે જ નહિ. તે તો માહિતી છે. તેને સંશુદ્ધ બુદ્ધિ અને સંશુદ્ધ મનથી સત્વ સંશુદ્ધ જીવનથી કસી જે અર્ક નીકળે તેજ તમારું સત્ય તે સત્ય જ તમારો ઉદ્ધાર કરે માટે બાવાઓ પર ઓળધોળ થાવ નહીં. તમારી બુદ્ધિ ગીરો મુકી તેમના કહેવા અનુસાર અશુદ્ધ અસત્ય આચરણ કરો નહીં. તમારા સ્વભાવને અશુદ્ધ કરો નહી શુદ્ધ રહેવા દ્યો પરમાત્માએ આપેલ ચીજને બાવાના કહેવાથી ગંદી કરવી તેજ મહા પાપ છે. કર્મકાંડ કર્મ ક્રિયા તે પાપ કૃત્ય છે. કારણ તેમા બાવાનો સ્વાર્થ છે. જ્યાં સ્વાર્થ હોય ત્યાં સત્ય હોય શકે જ નહિ એટલું સંશુદ્ધ મનથી સત્વ સંશુદ્ધ થઈને જાણો આમ જાણીને જીવો.

આમ સ્વાર્થ લાભ લોભ મોહ મમતા આસક્તિ અહકાર સાથે જ જીવીએ છીએ જે મુળભુત રીતે આપણું નથી તે આપણું કરી લેવું છે. આપણું બાળક પણ આપણું નથી તે માત્ર આપણી મારફત આવેલ છે આપણે તેના માલિક નથી પણ માલિકી ભાવ સાથે જીવન જીવીએ છીએ જેથી દુ:ખી છીએ આમ દુ:ખનું મુળ કારણ જીવનમાં માલિકીભાવ અને અહંકારભાવ જ દુ:ખનું કારણ છે. આ ભાવ સાથે જીવવા માટે પરમાત્માએ આપણે આ દુનિયામાં મોકલ્યા નથી. આપણે આનંદ પૂર્ણ જીવીએ તે માટે જ સત્યનો માર્ગ બતાવવા હોકા યંત્ર સાથે મોકલેલ છે પણ આપણે તો પરમાત્માથી પણ વધુ બુદ્ધિ શાળી એટલે તેનો ઉપયોગ જ કરતા નથી ને ભરાય પડીએ છીએ. જીવનમાં જ્યારે જ્યારે આપણે ભરાય પડીએ છીએ. ત્યારની પરિસ્થિતિનો તટસ્થતાપુર્વક વિચારો તો જણાશે કે સત્યનો માર્ગ ચુકી ગયા જ હશો. ત્યારે આપણો વ્યવહાર અસત્ય અને અશુદ્ધ મન સાથેનો સહકાર રાગ દ્વેષ આસક્તિ સાથેનો જ કર્યો હશે અને આજ સદાય હોય છે આ અસત્ય રૂપ વ્યવહાર કદી આનંદ આપે જ નહી એટલું જાણો.

જીવનમાં સદાય અંતરાત્મા અસત્ય વ્યવહાર કરવાની સદાય મનાઈ ફરમાવે છે. આપણે તેને નજરઅંદાજ કરીએ છીએ આવા કર્મો કરતી વખતે આપણે અજાગૃત અજ્ઞાનમાં જ સદાય સ્થિર હોઈએ છીએ આમ બેશુદ્ધ. અજ્ઞાન હોઈએ છીએ જરા નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે. ચોરી કરતી વખતે તમો આસક્ત હોવ છો આસક્ત એજ અજ્ઞાન છે. અજાગૃતતા છે જીવનમાં જરા તો સંશુદ્ધ બુદ્ધિથી, સંશુદ્ધ મનથી સત્વ સંશુદ્ધ થઈને તો વિચારો તો ખરા ? આજનો માણસ તે આંતર ધ્યાન યોગની સાધના કરી સંશુદ્ધ થઈ પરમ શાંત થઈ, સમતા ધારણ કરી. અંતરઆત્માના અવાજને જાણવા જ પ્રયત્ન કરતો નથી કે પોતાના અતરાત્માના સત્ય અનુસાર આચરણ પણ કરતો નથી. જેથી દુ:ખી છે બીજું કોઈ કારણ હોય શકે જ નહિ બાવાઓ પરમાત્મા તમોને દુ:ખી કરે છે એમ કહે છે. તે સો ટકા જુઠ છે અસત્ય છે તેમ તેનો સ્વાર્થ છે. સુખ દુ:ખ એ મનનો ધર્મ છે. મનમાં અશુદ્ધતા એટલે દુ:ખ અને મનની નિર્મળતા ન હંકારીતા સ્થિરતા એકાગ્રતા ચિત્તની શુદ્ધતા એટલે જ સુખ એટલે જ સંશુદ્ધ મન કરી સત્વ સંશુદ્ધતા ધારણ કરી જીવવાનું કહું છું. આજના જીવનમાં બીજા સું કરે છે, બીજા ઉપર જ મનનું ફોકસ હોય છે અને સ્વને ભુલી જાય છે. બીજા જેવું થવું છે બીજા જેવા થવા મથે છે તે કદી પણ આ જીવનમાં શક્ય નથી તેમાં નિષ્ફળતા જ મળે છે. જેથી નિરાશ હતાશ થાય છે. આમ માર્ગ જ અસત્યનો લીધો છે અને પાછો પરમ શાંતિ અને આનંદની આશા રાખીને જીવવાની આશા રાખે છે તે આ જીવનમાં શક્ય જ નથી આમ મૂર્ખામી પોતે જ કરે છે અને પાછો પરમાત્મા દુ:ખ આપે છે તેવી ફરિયાદો કરે છે. આપણા દુ:ખનું કારણ સત્વ સંશુદ્ધતાનો, સંશુદ્ધ મનનો એકાગ્ર ચિત્તનો અને જીવનની સમતા અચલપદનો અભાવ છે. જેને કહેવાય આપણું અજ્ઞાન, અજાગૃતતા, અવિદ્યા અસત્યના, અશુદ્ધ વિચારો, આસક્તિયુક્ત અસત્ય સ્વરૂપ કર્મો, અશુદ્ધ હૃદયની જિજ્ઞાસાઓ અયોગ્ય તૃષ્ણાઓ વાસનાઓ પુર્ણ કરવા અસત્યનો માર્ગ લેવો. અને જીવનને મનને ચિત્તને સત્વ સંશુદ્ધિ કરવા જ નથી અને પછી શાંતિ, સુખ જોઈએ છે. તે આ સૃષ્ટિમાં આવા જીવનમાં શક્ય જ નથી માણસ કેવો મુર્ખ છે કે  તેના જ અંતરાત્મા જ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, વિશાળતા જેનું સુત્ર છે.

આંતરયાત્રા કરો અને સત્યને પામો. અનાસક્ત ભાવે કર્મ કરોને અર્થોપાર્જન વાપરો અને સ્વસ્વરૂપમાં સ્વમા સ્થિર થઈએ જીવો, સ્વભાવ અનુસાર ચાલો અને તમારા જ અંતર આત્માના સત્યને સંશુદ્ધ થઈને જાણો તેના અનુસાર આચરણ કરો એજ તમારો આત્મધર્મ સત્યધર્મ શુદ્ધધર્મનું અનુસરણ છે. આમ ચાર ધામની યાત્રાને ગોળી મારો ત્યાં કશું જ મળનાર નથી જે છે તે તમારી અંદર જ છે. તેને આત્મધ્યાન દ્વારા અંદર ઉતરો અને સત્યને પામો એજ અમૃત રૂપ જીવન છે આવું જીવન ચાર ધામની યાત્રા દ્વારા મળનાર નથી પણ અંતર યાત્રાવારા સો ટકા મળશે જ પરમાત્મા બહાર ક્યાં નથી અંદર છે અંદરથી આત્મધ્યાન યોગ દ્વારા શોધો, શોધશો તો મળશે જ ચાલુ જમાનામાં મહર્ષિ અરવિંદ અને રામતીર્થ અને રામકૃષ્ણ અંદર ઉતરી શોધેલ છે અનુભૂતિ અનુભવ કરેલ છે તે આપણી સમકક્ષ જે બાવો મંદિરો બાંધે અને વારસ નિમે જીવવા માટે મશીનો મુકે તે મુક્તિને પામ્યો જ નથી. એટલું જાણો કૃષ્ણ બુદ્ધ મહાવીર કે ઈસુએ કોઈએ વારસ નીમ્યા નથી જ્યારે બાવાઓ વારસ નિમે છે. એનો અર્થ તેનું મન મિલ્કતમાં છે, સંશુદ્ધ નથી, એટલે મોક્ષ મળેલ નથી.

- તત્વચિંતક વી. પટેલ

Tags :