સાદાઈ અને સરળતા .

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
સાદાઈ અને સરળતા                                  . 1 - image


શ્રી માતાજી (પોન્ડિચેરી) કહે છે,' કહેવાતા માનવ ડહાપણની ઉપર, એક દિવ્ય કૃપાની સરલતાને જો આપણે કાર્ય કરવા દઈએ તો એ સરલતા તો કાર્ય કરવા હરહંમેશ તૈયાર જ છે.'

આ વિધાન હાલની પ્રપંચી દુનિયાના મનુષ્યને મળતા ઘણા આઘાતોથી આપણને અવગત કરે છે. જેટલું ડહાપણ વધુ, તેટલી દોંગાઈ પણ વધુ. વધુ ડહાપણ સરળતાનો નાશ કરી આડંબરને, અભિમાનને જન્મ આપે છે. આ સ્થિતિમાં સરળતા અને સાદાઈનો વિકલ્પ જ શ્રેષ્ઢ છે.

શ્રી માતાજીના બીજા વિધાન મુજબ, 'જો માનવીનું મન ઘણી બધી જટિલતાઓને દાખલ ન થવા દે તો જીવન બિલકુલ સરળ અને સહજ બની શકે.'

આપણે જ જીવનને દેખાદેખી અને શો-બિઝનેસના ચક્કરોની ભુલભુલામણીમાં નાખી એવું ગુંચવી નાખ્યું છે કે સરળતા તો આપણાંથી જોજનો દૂર ભાગી ગઈ છે. દરેક મનુષ્ય આ જ ફિકરમાંથી બહાર નીકળવા મથતો રહે છે. પણ સાચો માર્ગ એક જ છે. સરળ બનો, સાદા રહો.

શ્રી અરવિંદના મત મુજબ 'જો તમારું હૃદય વ્યગ્રતા અનુભવતું હોય અને તમે લાંબા સમય સુધી કોઈ પ્રગતિ ન કરી શક્તા હો તો પ્રભુના શાશ્વત શબ્દોને યાદ રાખો,' હું તમને બધા પાપ અને અનિષ્ઠથી મુક્ત કરીશ. તમે સરળ બનો.'

આ વિધાન મુજબ બધી બુરી સંભાવનાઓનો, સરળતા જ એક માત્ર ઉપાય છે અને બીજું કઈ જ નહિ. મનુષ્ય પરિશ્રમ કરીને સરળતાના સાત્વિક જળમાં જો માથાબોળ નાહીને બહાર નીકળે તો એની શુદ્ધિ નિર્વિવાદ છે. આપણા પુરાણો અને શ્રુતિ-સ્મૃતિ પણ આજ કહે છે.

- તુષાર દેસાઈ


Google NewsGoogle News