Get The App

શ્રી હાટકેશ્વર મહાદેવ જયંતિ

Updated: Apr 21st, 2021

GS TEAM


Google News
Google News
શ્રી હાટકેશ્વર મહાદેવ જયંતિ 1 - image


ચૈ ત્ર સુદ ચૌદશ એટલે 'શ્રી હાટકેશ જયંતી'.

ભગવાન શિવજીનું એક વિશિષ્ઠ સ્વરૂપ એટલે શ્રી હાટકેશ્વર મહાદેવ.

શ્રી હાટકેશ્વર મહાદેવ નાગર-બ્રાહ્મણ જ્ઞાાતિનાં ઇષ્ટદેવ તરીકે પૂજાતા આવે છે. જ્યાં જ્યાં નાગર જ્ઞાાતિનાં લોકો વસે છે, ત્યાં તેમનાં ઇષ્ટદેવ હાટકેશ્વર દાદાનું મંદિર અચૂક જોવા મળે છે.

શ્રી હાટકેશ્વર મહાદેવજીનાં પ્રાગટય પાછળ અનેક રસપ્રદ પૌરાણિક કથાઓ પ્રચલિત છે, જેના પ્રમાણે - સતી પાર્વતીજીએ ભગવાન શિવજી પહેલાં વિદાય લીધેલી. એમનાં ગયા પછી શિવજી મહાદેવ ખુબ ગુમસુમ રહેવા લાગ્યા. એમને ખુબ એકલતા સાલવા લાગી. આવી સ્થિતિમાં તેઓ વનમાં આમતેમ ભટકવા લાગ્યા. આ રીતે તેઓ એકવાર કપાલપ સાથે સંતોનાં આશ્રમના દરવાજે પહોંચી ગયા. ત્યાંના આશ્રમવાસીઓમાં અસ્તવ્યસ્ત હાલતવાળા યોગીએ કૂતુહલ સર્જ્યું. પરંતુ ત્યાં વસતા સંત પુરુષ ભગવાન શિવજીને ઓળખી ન શક્યો. તેમની આવી અવસ્થા જોઈને સંતો રોષે ભરાયા અને તેમના પુરુષાતન પર શ્રાપ આપ્યો.

પણ સંતોના આવા શ્રાપથી દેવોમાં હાહાકાર મચી ગયો. તેમને લાગ્યું કે આનાથી તો ધરતી પર મોટી અસમતુલા સર્જાય. કેમકેમ શિવજી વિના શક્તિ અધુરી, એટલે જ 'શિવ શક્તિ' કહેવાયા. શિવજી શક્તિ વગર પૃથ્વી પર નવું જીવન સર્જી શકે એમ ન હતા. હવે ક્યાંય નવા બાળ જન્મતા ન'તા. ધરતી પર જાણે મૃત્યુદેવનું મહારાજ્ય સ્થપાઈ ગયું. આશ્રમમાંના સંતો જાણ્યા વિના મોટી ભૂલ કરી બેઠા. જેને કારણે મહા અનર્થ સર્જાયો. ત્યારે સંતોેને પોતાની ભૂલ સમજાયી. તેઓ હવે ગભરાયા. અને દેવો પાસે દોડી ગયા. તેમણે દેવોને આ ગંભીર આપત્તિમાંથી કંઈક રસ્તો કાઢવાની આગ્રહભરી વિનંતી કરી. દેવોની પ્રાર્થના સાંભળી બ્રહ્માજી શિવજીને મનાવવા તો જરૂર ગયા પણ ભગવાન શિવજીએ સામી શરત રાખી, જો લીંગને ત્રણેય લોકમાં શિવલોક સ્વરૂપે પૂજવામાં આવશે તો જ ધરતી પર ફરી નવસર્જન શક્ય બનશે.

ત્યારબાદ દરેક શિવ મંદિરોમાં શંકર ભગવાનને શિવલિંગ રૂપે પૂજવામાં આવે છે. ભગવાન શિવજીની આજ્ઞાાથી બ્રહ્માજીએ સૌપ્રથમ સોનાના લીંગાકાર મૂર્તિની સ્થાપના કરી અને તેનું મહાપૂજન કર્યું. સોનાનું  બીજું નામ 'હાટક' પણ છે. જે આગળ જતાં આ મંદિર 'હાટકેશ્વર' તરીક ઓળખાયું.

Tags :