શિવાલય એક અણુરિએક્ટર .

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
શિવાલય એક અણુરિએક્ટર                                  . 1 - image


- શિવલીંગ આપણા જન્મો જન્મના આસુરી કર્મ બાળી સૌથી શ્રેષ્ઠ ભાવ સાથે શિવોહમ બનવા શ્રાવણ માસનું વૈજ્ઞાાનિક પૂજન (વેદાન્તદર્શન)

મહાદેવનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ- આકાશ ગંગામાં શ્રાવણી નક્ષત્ર-પાંચ તારાનો સમુહ છે. તથા માનવ આકૃતિ મહાદેવ-દેવોનો દેવ સર્વશ્રેષ્ઠ ભાવ સાથે માનવની દોડ શિવાલયમાં પૂજા કરવાની હોય છે.

શિવાલયની પૂજા શિવલિંગ એક અણુરિએક્ટ છે. માનવ જે સ્વરુપે શિવલિંગ પૂજા કરે તે સ્વરુપે ફલ મળી બ્રહ્મા-વિષ્ણુ- સદ્રભાવ જતાવા માટે શિવપૂજા કરી અને જન્મ-મૃત્યુ- જન્મ સાથે શિવ પૂજા કરીએ.

આપણે કર્મમાં માત્ર મુત્યુથી બીક છે. માનવ ને ખ્યાલ છે. દરેક કર્મનો જવાબ આત્માને ઇશ્વર પાસે આપવાનો છે. આત્માનું સ્વરુપ અજન્મા છે. અને માનવ પ્રકૃતિ આધારિત જન્મ પ્રાપ્ત થાય છે.

શિવલિંગ આપણા આસુરી વિશુદ્ધ કર્મને બાળી અને કર્મનું તેજ પણ પ્રગટ કરે તથા માનવ શરીરમાં કરોડો જ્ઞાાનતંતુ નેગેટિવ વિચાર સરણીનાં છે. તે જ્યારે બળે ત્યારે જ આત્માની શક્તિ ઉત્પન્ન થાય. આથી આપણે શિવલિંગ પૂજા કરીએ છીએ.

રુદ્ર સુક્ત પ્રથમ મંત્ર જ- ગાડ તત્વ આપણા માટે છે. જે આસુરી ભાવને દુર કરવાનું કહે છે.

પ્રથમ- મંત્રમાં માનવ ઇશ્વરને કહે છે. હે ઇશ્વર મારા શરીરનાં બધા જ અશુધ્ધ વિચાર અમોને દુર કર તથા બધા જ વિશુધ્ધ કર્મ જે ભૂલથી થયા છે. આ તને અર્પણ કરી છીએ.

હે ઇશ્વર મારી વાણી કર્મમાં જાણે અજાણ્યે જે અશુધ્ધ કર્મ થયા એ તુ દુર કરી જીવન યાત્રાને આત્મા-કર્મ એક કર.

આપણે મહાદેવને સિધા જ માગીએ છીએ. ઇશ્વર- મહાદેવ તારા ચરણે આવી અને હું તને પ્રાપ્ત કરવા જે કર્મનું તેજ જોઈએ. તે તુજ ઉત્પન્ન કર.

આપણા આત્માની શક્તિ જ્ઞાાન-બુધ્ધિ નો માનવ ૨% ટકા ઉપયોગ કરે છે. અને દરેક બનાવ મનનાં ચેતાબિન્દુ સંગ્રહિત કરે છે. માનવ જીવન પર્યાપ્ત પોતાની ઇચ્છા-વર્તમાન સમયનું સુખને પર્યાપ્ત કરવા કર્મની આંધળી દોડ છે. આપણા કર્મ કેવા છે. એ માનવને ખબર નથી સુખની દોડમાં કર્મ અંધકાર મય છે. આથી માનવ અવતાર કર્મનું તેજ ઉત્પન્ન કરવા માટે છે.

આત્મા અજન્મા છે. કર્મ-પણ અજન્મા છે. વિશ્વનો માનવ જન્મ-મૃત્યુ સ્વિકારે છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ- સમગ્ર બ્રહ્માંડનાં સંચાલકની જવાબદારી જે ઇશ્વરને છે. કર્મ યાત્રા ને બલ મલે તે માટે શિવલિંગ પૂજા અણુ રિએક્ટર સ્વરુપે આપી અને કાળા કલરની શિવલિંગ કર્મ પ્રતિક છે.

માનવ-પોતાની મુળ-પ્રકૃતિથી હજારો સાલથી દુર બની- જન્મ- મૃત્યુ- જન્મ લે છે. ત્યારે ઇશ્વરને આપણે અશુદ્ધ કર્મ ભાવ દુર કરી અને વાણી-કર્મમાં પ્રકૃતિમાં ઇશ્વર તેજ બેસે તે માટે પ્રાર્થના કરી ઉત્તર દિશામાં મહાદેવને અશુદ્ધ કર્મ આપણે અર્પિત કરી. જલધારી ઢકતા નથી.

ત્યારબાદ એક વેદાન્ત રુચા છે.

લ્લલ્લણણ ક્ઢખ્પ્ ેંશ્નષ્ખ્તપ્ ઠ્ઠફર્હ્રંફ ળ ણદ્ય્ખ્ત ખઙ રૂમટ્ટ્ખ્તપ્ણ ળ''

હે ઇશ્વર હું તારાથી જુદો પડેલ માનવ તારા સુધી ઇશ્વર સુધી પહોંચવા મારી બુધ્ધિ બનાવ. અને મારા સારા શુદ્ર- વિશુધ્ધ- આસુરી ભાવ તું દુર કર. આ માટે શિવલિંગ પૂજા કરીએ છીએ.

માનવ આત્માનું તેજ હંમેશા- વર્તમાન સમયનાં ભાવથી દુર અબજો જ્ઞાાન તંતુ- ધર્મ-સંસ્કાર- અને ઇશ્વર સાથે એક કરી માનવ ને ઇશ્વર એક કર્મયાત્રામાં બને છે. ત્યારે માનવ શિવોહમ શિવોહમ શિવોહમ બને છે. ઇશ્વર તાકાત બ્રહ્માંડ શક્તિ દેવતા એક બને છે.

- પ્રધ્યુમ્ન શુકલ



Google NewsGoogle News