સર્વોપરિતા કળીકાલની...! .
આજનાં આ સમયે હત્યાઓ, બળાત્કાર અને અપહરણ જેવી બદીઓની ખબરો વાંચવા-જાણવા મળે છે. ત્યારે લોકો કહે છે - 'ભાઈ, કળીયુગનો આ પ્રતાપ છે ! આ કળીયુગમાં તો આવું બનતું જ રહેશે ! પૌરાણિક કથાઓ પ્રમાણે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળીયુગ... આ ચારેય બહ્માનાં પુત્રો છે. કથામાં કહેવામાં આવ્યું છે કે.. એક વખત બ્રહ્મએ પોતાનાં આ ચારેય પુત્રોને બોલાવીને તેમનાં ક્ષેમ-કુશળનાં સમાચાર પૂંછયા. સતયુગ, ત્રેતા અને દ્વાપરયુગે કહ્યું,' હે પિતાજી ! બાકી તો બધું બરાબર છે. પરંતુ કળીયુગ ખૂબ જ પાપાચારી છે. ઘોર અત્યાચાર અને અન્યાય કરે છે. તેની આવી રીતભાતથી અમારા બધાં જ શુભકાર્યોને નુકશાન પહોંચાડે છે. અથવા તો નષ્ટ કરે છે. ત્યારે કળીયુગે કહ્યું,' 'હે પિતાજી ! તમો તેની વાતો પર કે ફરિયાદ પર ધ્યાન ન આપો. જે તેઓ આપને કરી રહ્યાં છે. પરંતુ પરિસ્થિતિ આથી વિપરીત જ છે. આ સતયુગની વ્યવસ્થામાં હિરણ્ય કશ્યપુનું શાસન ચાલતું હતું. મહારાજા હરિશ્ચંંદ્ર એ કેટલાં કષ્ટો, ત્રાસ અને દુઃખો સહન કર્યા. તેનાં પ્રત્યે સતયુગે તેને શો ન્યાય આપ્યો? અંતતઃ આ સતયુગની વ્યવસ્થાને બરોબર ચલાવવાને માટે ભગવાન નૃસિંહ અવતાર ધારણ કરવો પડયો!
તમે ત્રેતાની વાત પૂછો તો.. તેની વ્યવસ્થામાં યોગ્ય કરવાને માટે પરશુરામે અધર્મી રાજાઓનો એકવીસ વખત દંડ આપ્યો અને ક્ષત્રિયો રહિત બનાવી, ત્યારે રાવણનાં અત્યાચારને મટાડવાને માટે શ્રીરામને અવતાર લેવો પડયો અને આ દ્વાપર મહારાજા જે સામે બેઠાં છે તેમની તો વાત જ પૂછો નહીં ! તેમને તો સંપૂર્ણ કાર્યકાળ ષડયંત્રો અને કાવાદાવાથી ભર્યા પડયા છે. જ્યારે ધર્મ અને ન્યાયની સમાન વિદુર અને યુધિષ્ઢિર જેવાં લોકોનાં સમગ્ર જીવનમાં રાજનીતિ અને ધર્મનાં વિષચક્રોને ઉકેલવામાં જ વીતી ગયો. પાંડવોને સેવક સમાન જીવન વિતાવવું પડયું ! ભરી સભામાં નારીનું વસ્ત્રાહરણ થયું. ત્યારે જ્ઞાાની અને વિદ્વાનનો વીરપુરુષો મૌન ધરીને બેઠાં રહ્યાં ! જો ભગવાન કૃષ્ણએ અવતાર લીધો ન હોત તો આ કુટિલ રાજનીતિને કાપવી અશક્ય બની હોત, ફરી કળીયુગે કહ્યું, કે પિતાજી ! મારાં કાર્યકાળમાં ભગવાનને અવતાર લેવાની જરૂરત જ નથી. અહિં તો મનુષ્યો જ સ્થિતિઓનું પરિવર્તન કરી લે છે ! સમસ્યાઓનો નીવેડો લાવે છે.
કળીયુગની આ ગુઢાર્થ ભરી વાતોને સમજવી જોઈએ.. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળીયુગ ચારેયનાં ધર્મ સમજવા પડશે. બધા યુગોનાં ધર્મ કાયમ છે. એટલે કે તે મનુષ્યની વૃત્તિઓમાં હંમેશા સમાયેલ છે. તેનાં હૃદયમાં જો સતગુણ છે, તો તે સત્યયુગમાં ધર્મનો પ્રભાવ છે. સત્વગુણની વિશેષતા હોય, અમુક રજોગુણ હોય, કર્મોમાં પ્રિતિ હોય અને જીવન સુખી હોય. આવી સ્થિતિનું નામ ત્રેતા છે ! રજોગુણની પ્રધાનતા હોય, થોડો સતોગુણ અને તમોગુણ પણ હોય, પરંતુ મનમાં ભય વિષાદ અને શંકા-કુશંકાઓ ભરી હોય તો સમજવું કે દ્વાપર છે. તામસની પ્રધાનતા હોય, કાર્યમાં લગ્ન હોય પણ રજોગુણોનો અભાવ હોય.. ચારે બાજુથી વિરોધ હોય તો સમજવું કે કળીયુગનો પ્રભાવ છે !
કળીયુગનાં બધા કાર્યો કપટ અને કુટિલતાથી કરવામાં આવે છે. તે આપણાં મનોવૃત્તિનો દોષ છે. યુગનો કોઈ દોષ નથી ! અપ્સરા પ્રથમ હતી. જે દેવતાઓની મનોરંજન અર્થે નૃત્ય કરતી. સોમરસ પ્રથમ પણ મળતો હતો. તેની ચર્ચા વેદોમાં પણ છે. પરંતુ તે સમયે આત્મરંજન કરનાર ઋષિઓની પરંપરા મજબૂત હતી. તેઓ સમાજને દિશાસૂચન કરતાં સ્વામી ઉપદેશક અને કથાવાચક આજે પણ છે. પરંતુ તેઓ ફિલ્મોનાં ગીતોની ધૂન પર ભજન ગાય છે ! આજ કળીયુગમાં પ્રાચીનકાળની જેમ સ્ત્રીઓને સરે આમ નગ્ન કરવાનો આદેશ કરતા નથી. પણ કળીયુગનો પ્રભાવ ધ્યાનાકર્ષક રહ્યો છે. આ કળીયુગ નિર્ણય તાત્કાલ મળે છે. આ અર્થે વિશ્વાસ અને સ્વયંના સ્વભાવ બદલવાની જરૂર રહે છે. આ કળીયુગમાં શાસ્ત્રો અનુસાર રામે કે કૃષ્ણ અવિરત થશે નહીં..!
- લાલજીભાઈ મણવર