પરમાત્મા ભક્ત માટે નવરા છે સંત તુકારામ... .

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
પરમાત્મા ભક્ત માટે નવરા છે સંત તુકારામ...                             . 1 - image


પ્રભુના પરમ ભક્ત સંત.. એક દિવસ વહેલી સવારે તેઓ જંગલમાં લાકડાં કાપવા માટે જતા હતા. જેવા તેઓ પોતાનાં નાનકડાં ઘરમાંથી બહાર નીકળ્યા, તેવા જ પડોશીઓએ સહજ પૂછયું : 'મહાત્માજી ! ક્યાં પધારો છો ? ' જંગલમાં' કેમ ? ' લાકડાં લેવા ' આપ લાકડાં લેવા જાઓ છો, તો સાથે કુહાડી પણ લઈને જાઓ. 'એની જરૂર નથી. કેમ ? મારે લીલાં લાકડાં નથી જોઈતાં, મારે તો સૂકાં જ લાકડાં જોઈએ છે. પણ એ માટેય તમારે કુહાડી તો જોઈશે ને ! ' ના, ના, વગર કુહાડીએ મળી જશે !' તો શું લાકડાં તમારા માટે નવરાં છે ? ' લાકડાં નવરાં હોય કે ના હોય, ભગવાન મારા નવરા બેઠા છે. આખું જીવન ભગવાનને સોંપી દીધું, પછી આપણે શા માટે આપણે ચિંતા કરવાની... પરમાત્મા સ્વયં આપણી ચિંતા કરશે !' કહી તુકારામ જંગલ તરફ ચાલી નીકળ્યા. પાડોશી વિસ્મયથી વિચારતો રહ્યો કે આજે જોવા તો દો કે કુહાડી વિના તુકારામ ગયા છે, તો લાકડાં લઈને આવે છે કે એમ જ પાછા આવે છે. અને હજી તો અલ્પ સમય નહીં થયો હોય, અને તુકારામ ખરેખર લાકડાંનો મોટો ભારો લઈને આવ્યા. પાડોશી વિસ્ફારિતનયને જોતો રહ્યો. તુકારામના નયનોમાં પરમાત્માની કૃપાનો સાક્ષાત્કાર દેખાતો હતો. તે આંખોથી  જણાતા આભારનો અનુવાદ આ હતો કે ભગવાન ! તું મારું એટલું બધું ધ્યાન રાખે છે, જેટલું હું પોતે મારું ધ્યાન નથી રાખતો !


Google NewsGoogle News