ગુજરાતની જનતાને ભક્તિનું ઘેલુ લગાડનાર સંતશ્રી "પુનિત" મહારાજ
ગ રવા ગિરનારની તળેટીમાં વસેલા જૂનાગઢની પાવનધરા ઉપર તા. ૧૯-૫-૧૯૦૮ ની વૈશાખ વદ બીજે માં લલિતાની ગોદમાં જેમનું પ્રાગટય થયું એવા બાલકૃષ્ણભાઈશંકર ભટ્ટ એજ લાખોના લાડીલા 'શ્રી પુનિત મહારાજ'નું મૂળ વતન ધંધુકા હતું. પિતાની વિદાય બાદ પેટે પાટા બાંધી માએ અભ્યાસ કરાવ્યો. સરસ્વતી દેવી સાથે લગ્ન બાદ અમદાવાદમાં આગમન થયું. કાલુપુરના જૂના રેલ્વે સ્ટેશને કુલી તરીકે મજુરી કર્યા બાદ તૈયબ એન્ડ કાું.માં જોડાયા. સીગારેટની લતે ટી.બી. થયો. જેમાંથી હૃદય પરિવર્તન દ્વારા પ્રભુની ભક્તિ તરફ મન ઢળી ગયું. ગરીબી ભોગવેલી તેથી દીનદુઃખીઓ પ્રત્યે કરૂણા છલકાઈ ઉઠી. બિમારીથી મુક્ત થયા બાદ જનસેવા અને હરિ સ્મરણનો સંદેશ ફેલાવ્યો. શાહપુરથી સરયૂમંદિર તથા અમદાવાદથી આફ્રિકા સુધી હરિરસની હેલી મચાવી દીધી. અન્નસહાય, ધાબળાદાન, ફી- ચોપડી, પ્રભાતફેરી, રામનામ બેંક, ભાખરીદાન જન જન સુધી પહોંચ્યા. ડાકોરની પદયાત્રા, જનકલ્યાણ માસિકનું નજરાણું મા ગાયત્રીના ત્રણ પુરશ્ચચરણ તથા નર્મદા તટે મોટી કોરલમાં ત્રણ વર્ષ તપશ્ચર્યા કરી. સમગ્ર ગુજરાતમાં ભાખરી લઈને ભજન કરનાર ભજન-આખ્યાન તથા મહાન ચરિત્રોનું લેખન કરી રજૂ કરનાર નિઃસ્વાથી અને નિઃસ્પૃહી મહાપુરૂષ એવા પુણ્ય શ્લોક પુનિત મહારાજની જીવનગાથા તા. ૧૯-૫-૨૨ થી ૨૫-૫-૨૨ સુધી સાંજે ૪ થી ૭ મણીનગર પુનિત સેવાશ્રમ ખાતે શ્રવણ કરી શકાશે.
- મુકેશભાઈ ભટ્ટ