Get The App

રૂદ્ર શિવ... (મહાશિવરાત્રી) .

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
રૂદ્ર શિવ... (મહાશિવરાત્રી)                              . 1 - image


શિ વને મૂર્તિ સ્વરૂપે પૂજવામાં આવે છે. આ મૂર્તિ પૂજા 'ક્ષર-અક્ષર'ની યાત્રા છે. ક્ષરને જોઈ શકાય છે. અક્ષરનાં દર્શન થાય છે ! ભૌતિક જગતની પ્રત્યેક વસ્તુ ક્ષરણશીલ છે. તે ઈન્દ્રિય ગોચર 'રૂપ-આકાર' છે. તેમાં વિદ્યમાન અક્ષર આત્માનું-ભૂતિનો વિષય છે. ઋગ્વેદમાં ઋષિ ઈન્દ્રને 'રુપંરુપં પ્રતિરુપોવભૂવ' કહે છે. તે વિરાટ ઊર્જા પ્રત્યેક રૂપમાં તેમને અનુરૂપ થઈ જાય છે. સૂર્ય પણ 'સૂર્યો રુંપ કૃણુતે...' છે. સ્વરૂપવાન પૃથ્વીનો વિસ્તાર અમિત છે. પ્રત્યેક માનવ જીવજંતુઓ, વનસ્પતિ અને અણુપરમાણુંમાં પરમ ઊર્જાનું તત્વ જોવા મળે છે. દરેક દિવ્ય પ્રતીતિ અને અનુભૂતિ દિવ્ય બની જાય છે. જ્યાં જ્યાં દિવ્યતા છે. ત્યાં ત્યાં દેવત્વ છે. આ દિવ્ય સંસ્કૃતિની અનુભૂતિ છે.

રૂદ્ર ઉપનિષદોમાં પણ કહે છે. શ્વેતા શ્વરોપનિષદનાં ત્રીજા અધ્યાયની શરૂઆતમાં કહે છે. જો ઈશ્વર જગતનાં અધિપત 'ઈશત ઈશનીભિ છે. તેને જાણીને લોકો અમર બની જાય છે. (અ.૩૧) ફરી દર્શાવે છે કે ' એકો દિ રૂદ્રો ન દ્રિત્તીયયાય... તેઓ એક જ રૂદ્ર છે. કોઈ બીજા નથી. તેમની આંખો બધી જગ્યાએ છે. બધી જગ્યાએ મુખ છે, હાથ છે, પગ છે. અહીં પણ રૂદ્ર મહર્ષિ પણ છે. ઈન્દ્રાદિ દેવતાઓને ઉત્પન્ન કરનારા છે. ઋગ્વેદનાં હિરણ્યગર્ભ પ્રથમ જન્મા છે. આ ઉપનિષદમાં રૂદ્ર જ હિરણ્યગર્ભને ઉત્પન્ન કરનાર 

દેવ છે.

શિવની ઉપાસનાનું અનુષ્ઠાન લિંગ પૂજાનાં સ્વરૂપે અતિ પ્રાચીન પ્રથા છે. લિંગપૂજાનો ઉદ્ભવ... લિંગ સૃષ્ટિનું સૂક્ષ્મ શરીર છે અને સતત પ્રવાહ પ્રજનન અને સુગંધિ પુષ્ટિ વર્ધનમ્... પોષણનું પ્રતિક છે, શિવલિંગને શિવપ્રતિક બતાવ્યું છે. શિવલિંગની ઉપાસના પ્રાચીન કાળથી ચાલી આવી છે. શિવલિંગ શબ્દમાં લિંગ શબ્દનો પ્રયોગ સૂક્ષ્મ શરીર રૂપે કરવામાં આવ્યો છે. તેમજ પ્રતિક તેમજ ચિહ્ન દર્શાવવા અને દુનિયાની તમામ ભાષાઓમાં વ્યાપકતાને સંક્ષેપમાં કહેવાનો આ શબ્દ છે. ચિહ્ન પણ છે. જેમ કે સ્વસ્તિક માટે ષ્ઠ આ પ્રતિક ચિહ્ન છે. શિવ વિરાટ શિવનું લોકમંગલ તત્વ છે. શિવ લિંગ વિરાટ શિવનું પ્રતિક છે ! ધ્યાન-ચિંતનમાં વિરાટને લેવું સહેલું નથી. તેથી પ્રતિકનાં માધ્યમથી ધ્યાન, ઉપાસનામાં સરળતા મળી 

રહે છે...!!

- લાલજીભાઈ જી. મણવર

- "મૌન"

આ જીવાત્માને બંધનમાં નાખનારું મન છે. માણસ જો મુખ બંધ કરી મૌન ધારણ કરે તો મનનું કશું જ ચાલે નહીં. કારણ કે કર્મ કરનાર મુખ જ છે જીભથી જેટલું સારું-નરસું બોલશો તે પ્રમાણે તમારો પ્રભાવ પડશે. એટલે જ કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે, હું મૌન છું. કારણ મૌન શક્તિ, આત્મા શક્તિ, આત્મબળ, મનોબળ, બુદ્ધિબળ, શારીરિક શક્તિ પ્રાપ્ત થાય છે. તેમજ મૌન સાથે સંયમ નિયમ આહાર અને વિહારની જીવનમાં જરૂર છે તે આત્માને જાગૃત રાખે છે. લાંબા સમય સુધી મૌન રાખનાર માણસ આત્માનંદનો અનુભવ કરે છે. મૌન ફક્ત મુખનું નહિ પણ વિચાર વાણી અને મનમાં ઉઠતી વૃત્તિઓ ઈચ્છાઓનું હોવું જરૂરી છે. ફક્ત મૌનના સમયે અંતધ્યાન, ઈષ્ટદેવનું ધ્યાન કરતા શ્વાસે શ્વાસે મંત્ર જાપ કરીએ તો સ્વ-સ્વરૂપમાં લીન થઈ જવાય. મૌન આત્મા-પરમાત્માનું મિલન છે. આત્માને જાગૃત રાખનાર સાધન ફક્ત મૌન અને તેનો સંબંધ ઈશ્વર સાથે છે. આત્માની જાગૃતી અને ઈશ્વરની પ્રાપ્તિ માટે મૌન જીવનમાં જરૂરી છે. તે મોક્ષની પ્રાપ્તિનું સાધન છે. વધારાના કર્મોનો ક્ષય થાય છે. મૌન જન્મ-મરણ બંને સુધારે છે.

ભલે સંસારી માણસો મૌન ના રાખી શકે પણ વ્યવહાર દરમિયાન ઓછામાં ઓછું બોલે તો સંસારની ઘણી સમસ્યાનો અંત આવી જાય. કામ વગર મુખમાંથી શબ્દો ના નીકળે તે પણ મૌન જ છે. સમય, સંજોગ, પરિસ્થિત જોગ સંજોગે ઉચીત સમયે મીઠા મધુર વચન બોલવા પણ યોગ્ય લાગશે. નહિ તો અર્થના અનર્થ સર્જાય છે. થોડું ઓછું બોલવાનો અનુભવતો કરી જુવો.

- વસંત આઈ. સોની


Google NewsGoogle News