''પુષ્ટિમાર્ગ'' અને ભગવાન શ્રી કૃષ્ણ
- સમગ્ર દેશમાં પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં મહાપ્રભુજીના સ્વરૂપનું સ્થાપન થયું અને સેવાનો ક્રમ નિયત થયો. નિધિ એટલે સમુદ્ર જે ધન, શક્તિ અને પ્રતિષ્ઠાનો સ્ત્રોત છે. શ્રી મહાપ્રભુના સમયથી સંપ્રદાયના ઈતિહાસ નિધિસ્વરૂપની આગળ.
'પુ ષ્ટિમાર્ગ' (The Path of Grace) મહાપ્રભુ શ્રીમદ્ વલ્લભાચાર્યે મનુષ્યજાતિ માટે 'સ્વતંત્ર ભક્તિમાર્ગ' નો ઉપદેશ આપ્યો છે તેમાં બતાવેલ ભક્તિમાર્ગ કરતા અલગ વિશુદ્ધ પ્રેમ પ્રધાન માર્ગ છે.
પુષ્ટિનો અર્થાત્ પોલણનો અર્થ - ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ અથાત્ કૃપા ભગવાન જે જીવને પસંદ કરે છે. તેને તેઓ પ્રાપ્ત થાય છે. અર્થાત્ પ્રભુની જેના ઉપર કૃપા થાય છે તેને જ તેઓ ઉપલબ્ધ થઈ શકે છે. ભગવાનની જ્યારે કૃપા થાય છે. ત્યારે મોટામાં મોટી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ભગવાનની કૃપા કાળ, ધર્મ, સ્વભાવ, વગેરે મુશ્કેલીઓ મિટાવી દે છે. તેમાં પાત્રતા-અપાત્રતાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પ્રભુકૃપા આવી અદ્દભુત હોય છે. આ ભગવત્ત કૃપાનો માર્ગ જ પુષ્ટિ માર્ગ છે. ભગવાનની વિશેષ કૃપાને કારણે જીવને પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય છે.
પુષ્ટિમાર્ગ શુદ્ધ અદ્ધેત માર્ગનાં સ્વરૂપનું જ્ઞાાન આપે છે. ભક્ત અને ભગવાનમાં જુદા પણું નથી તેને અદ્ધેત પણું કહે છે આ માર્ગ માને છે કે પૃથ્વીના તમામ જીવો એક 'સુપ્રિમ' પાવરમાંથી ઉદ્દભવ પામ્યા છે. જેનું તત્ત્વ સૌ પ્રાણીઓમાં છે. 'एको अहम् बहुष्यामि' 'સુપ્રિમ' સાથેની તેમની આ ઓળખ છે. તે પરબ્રહ્મા, પરમાત્મા, પુરુષોત્તમ એમ વિવિધનામોથી ઓળખાય છે.
પુષ્ટિમાર્ગમાં પરબ્રહ્માએ સત્ત ચિત્ત, અને આનંદ-અસ્તિત્વ, જાગરૂકતા અને આશિર્વાદ છે. પરંતુ તે અભૌતિક શરીર અને ગુણોથી સભર વ્યક્તિત્વ છે. તે જ કૃષ્ણા છે. કૃષ્ણાના ઘણાં નામો છે. પણ આ પૃથ્વી ઉપર વ્રજનાં તેઓ મનુષ્ય સ્વરૂપમાં અવતરણ પામ્યા હતા. આ સ્વરૂપમાં તેમણે બાળ અવસ્થામાં લીલાઓ કરીને ભૌતિક જીવોને આનંદ પમાડયો હતો, કૃષ્ણ પ્રત્યેની સજાગતાથી કરેલી ભક્તિ અને સતત નામ સ્મરણ જ આ દુનિયામાં આધ્યાત્મિક પ્રકાશ મેળવવા માટેનાં સર અને શુદ્ધ સાધનો છે.
કૃષ્ણની કથા એ દંતકથા છે. અને પ્રતીક કથાનું મિશ્રણ છે. કૃષ્ણાનું નામ સૌપ્રથમ ઋગ્વેદમાંથી મળી આવે છે. ઋગ્વેદ સૌથી જુનો હિંદુ ધાર્મિક ગ્રંથ કહી શકાય. આ નામ છાંદોગ્ય ઉપનિષદમાં પણ છે. કૃષ્ણાનો જીવન સાથે સંખ્યાબંધ પ્રસંગો જોડાયેલા છે. વેદવ્યાસે રચેલા શ્રીમદ્ ભાગવતના દશમા સ્કંધમાં તે વર્ણવેલા છે. જે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિકતાનાં પડઘા પાડે છે.
બાળપણની કૃષ્ણ કથા પછીની જીંદગીને પુષ્ટિમાર્ગમાં વર્ણવ્યુ નથી. પુષ્ટિમાર્ગના અનુયાયી માટે શ્રીનાથજીનું સ્વરૂપએ મૂર્તિ નથી પણ જીવતું જાગતુ એનું બાળ સ્વરૂપ છે. તેનું સ્થાનક છે. હવેલી-નંદાલય.
પુષ્ટિમાર્ગના સિદ્ધાંત પ્રમાણે જે પ્રભુના ભક્ત ન હોય અને જેના હ્ય્દયમાં ભગવાનનાં ભાવનો પ્રાદુર્ભાવ ન હોય તેની આગળ પુષ્ટિમાર્ગની ભાવના તથા શ્રદ્ધાની વાતો કહેવી નહીં. પુષ્ટિમાર્ગ એ નવધાભક્તિ એટલે. શ્રવણ-કીર્તન-સ્મરણ-પાદસેવન-અર્ચન-વંદન-દાસ્ય-સખ્ય. અને આત્મનિવેદનના પગથિયા છે. જેનાથી ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચાય છે.
હવેલીની તમામ જગ્યાઓનું મહત્વ છે. તે પુષ્ટિમાર્ગ સાથે સંબંધિત છે. હવેલીએ નંદાલયની ભાવના છે. જે વ્રજમાં શ્રીજીનું અસલ નિવાસ સ્થાન છે.
પુષ્ટિમાર્ગના કૃષ્ણ શબ્દ જ આકર્ષતાનો સુચક છે અને આ વ્યક્તિત્વ બહુ આયા (સ્ેઙ્મંૈ ડ્ઢૈદ્બીહર્જૈહટ્વઙ્મ) સુરદાસજીએ કૃષ્ણના બાળ સ્વરૂપને જ હ્ય્દયમાં રાખ્યું છે તેના કૃષ્ણ બાળકથી મોટા થઈ ન શક્યા.
પુષ્ટિમાર્ગની ઉત્પતિ :- મહાપ્રભુજીના શ્રીનાથજી સાથેના પ્રથમ મિલનનો પ્રસંગ અદ્દભુત છે. શ્રી મહાપ્રભુજીએ ગિરિરાજની કંદરાઓમાંથી ટેકરીઓ ઉપર પ્રગટ થયેલા શ્રીનાથજીની આજ્ઞાા થઈ હતી કે તેઓ વ્રજમાં આવી પોતાની સેવા-પૂજાનો ક્રમ પ્રગટ કરી. આ આજ્ઞાા ૧૫૪૯માં ઝારખંડમાં ફાગણ સુદ ૧૧ ગુરુવારે સ્વપ્નમાં થઈ હતી કે સ્વયં શ્રી કૃષ્ણનું શ્રીનાથજી સ્વરૂપે ગિરીરાજ પર પ્રગટ થઈ ચૂક્યું છે. એટલે તેઓ ગિરીરાજ ચઢયા, સ્વયં શ્રીનાથજી તેમને સામેથી મળવા આવ્યા અને ભેટયા. અને ભક્ત તથા ભગવાનનું અદ્દભુત મિલન થયું. આ પવિત્ર દિવસ વિક્રમ સંવત ૧૫૪૯ શ્રાવણ સુદ ૧૧ ગુરુવારનો હતો. મધ્યરાત્રિએ સ્વયંશ્રી નાથજી પ્રગટ થયા અને શ્રી વલ્લભાચાર્યજીને દીક્ષા આપી. તે પછી તેમણે શ્રીનાથજીની આજ્ઞાા અનુસાર બીજે દિવસે સવારે સૌપ્રથમ ભક્ત દામોદર દાસજીને બ્રહ્મ સંબંધથી દીક્ષિત કર્યા. ત્યારથી 'બ્રહ્મસંબંધપુષ્ટિમાર્ગની પ્રણાલિકા બની રહી છે. પુષ્ટિ માર્ગની ઉત્પતિ તેજ દિવસે થઈ તેમ માનવામાં આવે છે.'
મહાપ્રભુજીએ જીવનનાં અંતે કહેલુ કે 'શ્રીકૃષ્ણ લૌકિક નથી શ્રી કૃષ્ણ માટે આપણને પ્રેમ હોવો જોઈએ. સર્વસ્વ એ શ્રીકૃષ્ણ છે. આ લોક અને પરલોક પણ તેજ છે. તેથી સર્વભાવ વડે શ્રી કૃષ્ણ સેવન કરવા યોગ્ય છે. અને તે જ તમારો ઐહિક અને પરમાર્થિક પદાર્થ આપશે જ.'
સેવા-રાગ-કવિતા-નૃત્ય-શોભા, અંગિત-પુષ્ટિમાર્ગમાં આ માટે શ્રી વિઠ્ઠલનાથજીનું ભરપુર યોગદાન છે. આજે દરેક વૈષ્ણવ કુટુંબની વ્યક્તિ આ પ્રકારની સેવામાં મગ્ન છે. પુરુષો પુષ્ટિમાર્ગમાં પ્રભુ આગળ રાગ છોડે છે અને સ્ત્રીઓ ભગવાનને અર્પણ થતો ભોગ બનાવે છે.
સંવત ૧૬૧૩માં ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીનાં મંદિર પાસે સ્થાયી થવાનો વિચાર શ્રી વિઠ્ઠલનાથજીએ કર્યો. મુસ્લિમોના આક્રમણને કારણે ચરણાટ અને અડેલ અસલામત બની ગયા હતા. સમ્રાટ અકબરને આ વાતની જાણ થઈ, તેણે વ્રજમાં મહાવન પાસે વિશાળ જગ્યા ફાળવી આપી. જેથી સલામત રીતે રહી શકે. સંવત ૧૬૨૮માં ગોકુળનો વિકાસ થયો. અને તેમના ઘણા શિષ્યો અને મિત્રો ગોકુળમાં રહેવા આવી ગયા.
પુષ્ટિ માર્ગનું સાહિત્ય દર્શાવે છે કે અકબરે શ્રી વિઠ્ઠલલદાસજીને મળવાની એક પણ તક જતી નથી કરી. અકબર તેમને મળવા મથુરામાં પણ આવતા અકબર મુસ્લિમ હોવા છતાં શ્રી વિઠ્ઠલ નાથજી ખાસ રજા આપીને તેમને શ્રીનાથજીની ઝાંખી કરાવતા.
સમગ્ર દેશમાં પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં મહાપ્રભુજીના સ્વરૂપનું સ્થાપન થયું અને સેવાનો ક્રમ નિયત થયો. નિધિ એટલે સમુદ્ર જે ધન, શક્તિ અને પ્રતિષ્ઠાનો સ્ત્રોત છે. શ્રી મહાપ્રભુના સમયથી સંપ્રદાયના ઈતિહાસ નિધિસ્વરૂપની આગળ. પાછળ કેન્દ્રિત થયો છે. મહાપ્રભુજીએ ભારત યાત્રા કરી હતી જે સ્થાને તેઓ ગયા હતા તેને મહાપ્રભુજીની બેઠક તરીકે ઓળખાય છે.
પુષ્ટિમાર્ગમાં પવિત્ર સ્વરૂપે - શ્રીનાથજી પૂજાય છે. શ્રીનાથજી એટલે ઐશ્વર્યનાં સ્વામી તેઓ નાથ દ્ધારમાં સ્થિત છે. તે પુષ્ટિમાર્ગનું અત્યંત મહત્વ ધરાવતું સ્વરૂપ છે. તે સાત વર્ષની ઉમરના કૃષ્ણનું સ્વરૂપ છે.
પુષ્ટિમાર્ગમાં પવિત્ર સ્વરૂપ-
શ્રીનાથજી :- પુષ્ટિમાર્ગના શ્રીનાથજીનાં ડાબાહાથમાં મસ્તકની ઉપર ગોવર્ધન પર્વત ઉચકેલો છે. જ્યારે જમણો હાથ કમરની ઉપર વીંટળાયેલો છે. પાછળના ભાગમાં ગોવર્ધન પર્વત છે. હકીકતમાં સમસ્ત પીઠિકા ગોવર્ધન પર્વતનું સ્વરૂપ જ સુચવે છે. પીઠિકાની ઉપર મધ્યમાં ડાબી બાજુએ એક મુનિ પોપટ લઈને બેઠા છે. શ્રીનાથજીના ડાબા હાથની પાસે બે મુનિ ધ્યાનસ્થ મુદ્રામાં જોઈ શકાય છે. તેમની નીચે એક સાપ ફેણ ફેલાવીને ઊભો છે. જ્યારે અન્ય એક આકૃતિ સિંહની છે. તે નૃસિંહજીનું પ્રતીક છે. તેની નીચે બે મોર છે. આ ઉપરાંત જમણી બાજુએ મુનિની નીચે એક ઘેટું, એક સાપ અને બે ગાય છે, જેઓ ગોવર્ધન પર્વતના રહેવાસી તેઓ શ્રીનાથજીને આદર પૂર્વક જુએ છે.
પુષ્ટિમાર્ગનાં સંપ્રદાયમાં શ્રી વલ્લભાચાર્યેઆને પવિત્ર સ્વરૂપ ગણેલું છે. આ શ્રીનાથજી સૌના ઈષ્ટદેવ છે. આ સ્વરૂપ સ્વયં સિદ્ધ છે. અને કિશોર લીલાનું છે. તેમજ પ્રેમ માર્ગ નું સૂચક છે. પુષ્ટિ સંપ્રદાયમાં આ સર્વે સ્વરૂપોની 'પૂજા' નહીં પણ 'સેવા' કરવામાં આવે છે. આમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી ઈશ્વરભાવનું આરાહોણ કરવામાં આવે છે. જ્યારે એ સ્વરૂપમાં સાક્ષાત પણાનો, ઈશ્વરના જીવંત વ્યક્તિત્વનો ભાવ સમ્મિલિત છે, અને તેથી એક જીંવિત વ્યક્તિની જેમ તેમની 'સેવા' કરવામાં આવે છે.
પુષ્ટિમાર્ગનું હાર્દ-શ્રીયમુનાજી :-
શ્રી યમુનાજી પુષ્ટિમાર્ગના પ્રણેતા છે. તેમના દ્ધારા જ પૃથ્વી ઉપર પુષ્ટિમાર્ગ પ્રકટ થયો છે. ભગવાને પણ મર્યાદા માર્ગીય હતા, પરંતુ યમુનાજીના સંગથી તેઓ શ્રી પુષ્ટિમાર્ગીય બન્યા. સમગ્ર વ્રજ જે ભગવાનની બાળપણની લીલાનું ધામ છે. મથુરા અને વ્રજમાં યમુનાજીનો સૌથી વધુ વિસ્તાર છે.
શ્રીયમુનાજી પુષ્ટિમાર્ગનાં ભેખધારી છે. ''યમુના'' શબ્દ તે યમક ઉનાથી બનેલો છે. એટલે કે યમ કરતા નાના-યમરાજાનાં નાનાં બહેન તે યમુનાજી. તેમનાં માતા સંજ્ઞાાદેવી અને પિતા સૂર્યનારાયણ અને સ્વામી શ્રીકૃષ્ણ. પણ યમુનાજીને તો શ્રીકૃષ્ણનો પટરાણીનું પદ મળેલુ છે.
યમુનાજી દુનિયાની બધી સિધ્ધિઓ આપનારા છે. યમુનાજીએ ભૂત્તળ પર પધારી ભક્તોનો પક્ષ લઈને તેમને ''મુક્તિ આપનાર''માંથી પુષ્ટિમય બનીને પુષ્ટિ આપનાર બની ગયા. શ્રી યમુનાજીનો જલ પ્રવાહએ ભૌતિક જલપ્રવાહ નથી. પણ સાક્ષાત શ્રી શ્યામ સુંદરનાં પટરાણીનું સ્વરૂપ છે. પ્રયાગમાં ગંગાજી અને યમુનાજીનું મિલન થાય છે. યમુનાજીનાં સંગથી ગંગાજી પણ ભગવાનની કૃપા મેળવવા ભાગ્યશાળી થયા છે. પુષ્ટિમાર્ગ સંપ્રદાયની પ્રધાન પીઠ-નાથ દ્વારા છે.
- ''શ્રીનાથજીનાં પુસ્તકમાંથી''
દક્ષિણ કર કટિયે ઘરે,
ઘરે ઉર્ધ્વકર વામ
શ્યામ રૂપશ્રીજી સાદ
નિરખો આઠો જાપ,
- ડૉ. ઉમાકાંત. જે. જોષી.