પ્રમુખસ્વામી મહારાજ આજે પણ સૂક્ષ્મ સ્વરૂપે આપણી વચ્ચે ...
પ્રમુખસ્વામી મહારાજે આજે પણ સૂક્ષ્મ સ્વરૂપે આપણી વચ્ચે રહ્યા છીએ અને તેમની હાજરી અને આશીર્વાદથી જ આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને શતાબ્દી મહોત્સવનું આયોજન શક્ય બન્યુ છે. અક્ષર પુરુષોત્તમ દર્શન દ્વારા સનાતન ધર્મ સંસ્કૃતિનું રક્ષણ થશે માટે તમામ સંસ્કૃત વિદ્યાલયોએ આ દર્શનને અભ્યાસક્રમમાં સામેલ કરવો જોઈએ.' પૂર્ણપ્રજ્ઞાા વિદ્યાપીઠના હરિદાસ ભટજીએ જણાવ્યું, 'આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જેટલા હરિભક્તો અને સ્વયં સેવકો સેવા આપી રહ્યા છે તે તમામ લોકો પ્રમુખસ્વામી મહારાજ ના એક એક મંદિર છે. મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી પર પ્રમુખસ્વામી મહારાજનો અનુગ્રહ અને અખંડ આશીર્વાદ રહેલા છે અને તેમના આશીર્વાદથી પૂર્વના તમામ મતોને આદર આપીને અને ખંડન કર્યા વગર અક્ષર પુરુષોત્તમ દર્શનની રચના કરી છે.' જે રામકૃષ્ણજીએ જણાવ્યું, 'ગુરુકૃપાથી કેવું કાર્ય થઈ શકે તેનું ઉદાહરણ મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસ સ્વામી. પતંજલિ મહારાજની જેવી શૈલી હતી તેવી શૈલી મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસ સ્વામીમાં જોવા મળે છે. 'સર્વે ભવન્તુ સુખિનઃ' એ ભાવના સાથે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર જીવન જીવ્યા છે.'
આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ચાર ધામ સાક્ષાત્ દ્રશ્યમાન થઈ રહ્યા છે. ઓરિસ્સામાં કુદરતી આપત્તિ વખતે પ્રમુખસ્વામી મહારાજ અને તેમના સ્વયંસેવકોએ છેક ગુજરાતથી ઓરિસ્સા આવીને રાહતકાર્યો કર્યા એના માટે અને પ્રમુખસ્વામી મહારાજના ણી છીએ. આજે હું મારી જિંદગીમાં જે કંઈ પણ બન્યો છું તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ છે. પ્રમુખસ્વામી મહારાજનું જીવન શાસ્ત્રોમાં કહેલા ઉપદેશો અનુસાર હતું.' પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું, 'શ્રીજીમહારાજે શાસ્ત્ર માત્રનો સાર આપતા કહ્યું છે કે 'અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી' અક્ષરબ્રહ્મ ગુરુ સાથે જોડવાથી જ અક્ષરરૂપ થવાય છે. શાસ્ત્રીજી મહારાજે મધ્ય ખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા, આ શાસ્ત્ર માત્રનો સાર છે જેને યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે અનેક લોકોના જીવનમાં દ્રઢ કરાવ્યો.'
રાધારામ મંદિર, વૃંદવનના આચાર્ય શ્રી શ્રીવત્સ ગોસ્વામીએ જણાવ્યું, 'આ મહોત્સવમાં માનવ ચેતનાનો જનસાગર વહી રહ્યો છે. આપણે ૨૧મી શતાબ્દીને પ્રમુખ શતાબ્દીના રૂપે ઉજવાય તેવા મહાપુરુષ હતા.'