પોષ પૂનમ માઁ અંબાનો પ્રાગટય દિવસ .
પોષ સુદ પૂનમ માઁ જગદંબાનો પ્રાગટય દિવસ મનાવી ભારત ભૂમિ યુગાંતરથી કહે છે. કે સમગ્ર બ્રહ્માંડની પ્રકૃતિ- માનવજીવન- પ્રાકૃતિક રહસ્ય સાથે માઁ અંબા પ્રકૃતિસર્જક છે. પોષ પૂનમ - ચંદ્રમાં આકાશમાં એકદમ સફેદ દેખાશે અને પૃથ્વી પર ૧૬ કલાનું કામણ પોષી પૂનમે વધુમાં વધુ હોય. અને સમગ્ર માનવને પોતાની ઈચ્છા મુજબ કર્મને બલ આપે. સમગ્ર કુદરતી પ્રકૃતિનું સર્જન માઁ અંબા "ચૈતન્ય સ્વરૂપ" કરે છે. ''માઁ અંબાનો સાક્ષાત્કાર થયો હોય. આવી વ્યક્તિ પૃથ્વી પર હંમેશા એકથી બેને મોકલતી હોય. આવી વ્યક્તિ મૌન બની જાય એ સંપુર્ણ બ્રહ્માંડ શક્તિ સ્વરૂપ જોવે છે " આદ્યજગત ગુરૂ શંકરાચાર્ય - રામકૃષ્ણ પરમહંસ. અંબાજીમાં વિશા યંત્રની માઁ અંબાના સ્વરૂપ- તેજ સાથે પૂજા થાય છે. જે કૃષ્ણ ભગવાન પણ અંબાજીમાં માં બાબરી ઉતારી માઁ ની શક્તિ મેળવવા પૂજામાં માઁ અંબાની કરતા હતા. આથી જ કહી છીએ. સોનાના પાત્રમાં સિંહનું દુધ રહે. આવી રીતે માઁ અંબા સિંહસવારી છે. જે હિન્દુ ધર્મની પહેચાન કરે છે. જંગલમાં બધા જ પ્રાણીઓ વિહાર કરે પરંતુ સિંહની ગર્જનાથી બધા જ પ્રાણી ચાલ્યા જાય. આવી રીતે માઁ અંબાનું તેજ મળે એટલા માટે દરેક હિન્દુ સિંહની સવારીવાળી માઁ અંબાનું પૂજન કરી શક્તિ માગી અને આત્માચેતના જાગૃતિમાં બલ માગે છે.
માઁ એ દરેક પ્રકારની પ્રકૃતિ સર્જક છે. આથી બ્રહ્માજી સ્વરૂપ સરસ્વતી- વિષ્ણુ- સ્વરૂપ મહાલક્ષ્મી (આત્માજ્ઞાન શિવ સ્વરૂપ શુદ્ધ કર્મયાત્રા બને. આ માટે મા કાલી પૂજન કરીએ છીએ.
- પ્રદ્યુમ્ન શુકલ