Get The App

ફાગણ સુદી પૂનમે હજારો ભક્તો ધોળી ધજા લઈ ડાકોર આવે છે

Updated: Feb 23rd, 2023


Google NewsGoogle News
ફાગણ સુદી પૂનમે હજારો ભક્તો ધોળી ધજા લઈ ડાકોર આવે છે 1 - image


- ડાકોરમાં ગવાતી રણછોડ બાવની રાજા રણછોડરાયની સ્તુતિ।

રણછોડ તું રંગીલો નાથ વિશ્વ સકળને તારો સાથ ભૂમિ કેરો હરવા ભાર જગમાં પ્રકટયો વારંવાર !

તુલસી વાવી (કાયમ) જાય પ્રભુને અર્પી રાજી થાય. સહન કરે તે કષ્ટ અમાપ ભલે પડે ઠંડી કે તાપ

ગુજરાતના ખુણે ખુણે ગવાતી રાજા રણછોડની સ્તુતિ જે 'રણછોડ બાવની' લગભગ બધાજ રણછોડરાયના મંદિરમાં ગવાય છે. તેના રચયિતા ગુજરાત ભક્ત સમાજના ભિસ્મ શ્રી રામભક્તિ છે. રામભક્ત લખે છે કે : સંત પુનિતને દીધી હામ પૂરણ કીધા સંઘમાં કામ રામ ભક્ત જે કરશે પાઠ રણછોડ પકડશે. તેનો હાથ તીર્થધામ ડાકોર એ ગુજરાતનું કાશી છે. ફાગણ સુદી પૂનમે હજારો ભક્તો ધોળી ધજા લઈ ડાકોર આવે છે. હજારો ટન ગુલાલ ઉડે છે. બોડાણાની શ્રધ્ધા અને આસ્થાનું સ્મારક ડાકોર છે. ભક્તો ગાય છે 'અમો પૂનમીયા રે રણછોડરાયના' મંદિરમાં સંવત ૧૮૨૮ના મહાસુદી પૂનમે ભગવાન શ્રી રણછોડરાયની મૂર્તિ પધરાવવામાં આવી હતી. ફરફર કરતી મંદિરની ઉંચાઈ ૧૨૦ ફુટ છે. દૂરથી ધોળી ધજાઓ દેખાય છે. આ ધજાનાં દર્શન થાય તો પ્રભુ તેની નોંધ લે છે. શ્રી રામભક્ત રાજા રણછોડના અનન્ય ભક્ત હતા. હજારો ભજન તેમનાં ગવાય છે. સુરતમાં 'રામભક્ત સેવાશ્રમ' ચાલે છે. તેમનું ભજનો વિશ્વપતિ તારા વિશ્વાસે ચાલે મારૃ નાવ રહીશ તું ના દૂર મારે આંટાઘૂટી આવે છે. તેનો તુજ નિવેડો લાવે છે. આજે તેમની ૧૦૦મી જન્મ શતાબ્દી ઉજવાઈ રહી છે. રણછોડરાયની બાવાની ગાવથી પ્રભુ મનના કોડ પુરા કરે છે.

- બંસીલાલ જી.શાહ


Google NewsGoogle News