ઓમ નમ: શિવાય .
- ખરા દિલથી આ શ્રાવણમાસના આરંભે આપણા જીવતરને ઉજાળવા ચાલો શ્રાવણી સુધાનું પાન કરીએ. હરિ-ઁ
નાગેન્દ્રહારાય ત્રિલોચનાય
ભસ્માંગ્રગાય મહેશ્વરાય.।।
નિત્યાય શુધ્ધાય દિગમ્બરાય
તસ્મૈ નકરાય નમ : શિવાય.।।
શિ વ પંચાક્ષર સ્તોત્રમાંનો આ શ્લોક દેવોના દેવ મહાદેવને વંદન કરવાનું કહે છે. અનાદિકાળથી શ્રાવણમાસ ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનો, એમની આરાધના તેમજ ભક્તિ કરવાનો રહ્યો છે. કારણ કે આજે આપણે જે શ્વસી રહ્યા છીએ, આપણું જે અસ્તિત્વ છે તે ભોળાનાથના લીધે જ છે. તેમણે સમુદ્રમંથન વખતે નીકળેલું ઝેર જાણીજોઈને પીધેલું હતું. એટલે ભગવાન શંકર પ્રત્યેની આપણી કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનું ટાણું શ્રાવણમાસમાં દરેકના ભાગે આવે છે.
ભોળા શંભુની એક મહત્વની ખાસિયત એ છે કે એમણે આપણને સહુને જીૈદ્બૅઙ્મી ન્ૈદૃૈહખ્ત શ્ ઁૈખ્તર ્રૈહૌહખ્ત નો મંત્ર આપેલો છે જે એમના રહેઠાણ, પહેરવેશ અને સર્પ જેવા અલંકારોથી વર્તાય છે. આજે આપણે જોઈએ છીએ કે દેખાદેખી અને દેખાડાના જમાનામાં માણસને સાદગીતો ગમતી જ નથી. તથા ભણેલા-ગણેલા અને પદ-પ્રતિષ્ઠા-પૈસો પામ્યા બાદ પણ માણસના વિચારો તળિયે બેસી ગયા છે. એક દિવસ આપણે જીવ શિવમાં ભળી જવાનો છે તેવું જાણવા છતાં માણસની વૈચારિક ગરીબી વધતી જાય છે.
હજુ પણ મોડુ નથી થયું. આપણો આત્મા એટલે કે જીવ એટલે કે શિવને પ્રસન્ન કરવા હશે તો અત્યાર લગી જે થયું તે થયું. જે પણ કંઈ મનથી, વચનથી કે કર્મથી ભૂલો કરી તેની માફી માગીનરૂે ફરીથી એ ભૂલો ન થાય તેની ખાતરી ભીતર બેઠેલા જીવને આપીને ભગવાન શંકરને ખરા દિલથી આ શ્રાવણમાસના આરંભે આપણા જીવતરને ઉજાળવા ચાલો શ્રાવણી સુધાનું પાન કરીએ. હરિ-ઁ
કર ચરણકૃતં વાક્કાયઝ/
કર્મઝં વા...।
શ્રવણનયનંઝંવા માનસમ વાપરાધમ...।
વિહિતંવિહિતંવા સર્વમેતત શ્રમસ્વ...।
જય જય કરૂણાબ્ધે
શ્રી મહાદેવ શંભો...।
- અંજના રાવલ