'માણસ-માનવી બને બસ' .
એક સામાન્ય માણસ હતો. ભણેલો નહી અજ્ઞાની વધારે એક દિવસ કથામાં સાંભળ્યું. 'સૌથી મોટામાં મોટો દેવ તે ભગવાન, તે પંડિત પાસે ગયો. પૂછયું : મોટો દેવ કોણ ? પંડિત કહે : 'મહાદેવ' મહાદેવને જાણીને ઉપાસના શરૂ કરી મહાદેવ પર બેસી ઉંદરડાને ચોખા ખાતો જોઈને વિચાર્યુ 'મહાદેવ મોટા હશે પણ ઉંદરડો તેમના પર બેઠેલો છે માટે સૌથી મોટો ઉંદરડો-ઉંદરની ઉપાસના શરૂ કરી. બિલાડીથી ઉંદરને નાસી જતા જોઈ નક્કી કર્યું કે ઉંદર કરતા બિલાડી મોટી. બિલાડીની ઉપાસના કરતા જોયુ બિલાડી કૂતરાને જોઈ ડરી ગઈ તેથી કૂતરો સૌથી મોટો દેવ. કૂતરાની ઉપાસના શરૂ કરી તેની પત્નીને થયુ કે મારા પતિને થયુ છે શું ? જુના કાળની સ્ત્રી હતી. ધર્મના બંધન સમાજના બંધન, નીતિના બંધન વગેરેમાં માનનારી હતી. આજની સ્ત્રી હોત તો જરૂર છૂટાછેડા લેતા. પત્નીને આ બધુ ગમે નહીં. દીલમાં ખુબ દુઃખ થતું. પણ કરે શું ? કૂતરાને હવે રોજ ખાવા મળવા લાગ્યું. પણ કૂતરાને (કૂતરા જેવા માનવને પણ) એક જ ઘરમાં (ખાવાનું મળે તેમા આનંદ નથી. ચોરીને, ભીંસીને કે લડીને જ ખાવામાં તેને આનંદ આવે છે. પત્ની સારી છે. ગુણવંતી છે, રૂપવતી છે પણ જે પરદારાલંપટ હોય તેને તેનાથી પૂરો સંતોષ નહી મળે તે બીજાની સ્ત્રીઓ તરફ લોલુપભાવે ભટકતો ફરશે.
આજે માનવજાતમાં કાગડા જેવી વૃત્તિઓ વધુને વધુ વકરી છે. બેફામ પણ ફાલી છે ! આખુ તળાવ કે નદી પાણીથી ભરેલ હોય. પરંતુ કાગડો તે પાણીમાં ચાંચ નહી બોળે. ઘડા ભરીને જઈ રહેલી સ્ત્રીઓનાં ઘડામાં જ તે ચાંચ મારવાનો. કૂતરાને ચોરીને ખાવામાં જ આનંદ છે. કંઈક થી કંઈ ઉપાડી લાવીને ખાવામાં ખુશ રહે છે. શ્રાદ્ધનો દિવસ હતો. તેની પત્નીએ દૂધપાક બનાવેલો. સ્ટોરરૂમ જઈને પાછી આવી તો કૂતરાને દૂધપાકમાં મો ઘાલેલુ જોયું. ગુસ્સો ચઢયો. સળગતુ એક લાકડુ ઉપાડી કૂતરાને માર્યુ. પતિએ આ જોયું. કૂતરા કરતા પત્ની મોટી છે એમ માની પત્ની ભગવાનની ઉપાસના શરૂ કરી. પત્નીને બાજઠ પર બેસાડીને પૂજન કરે. પણ તે સમજુ હતી તેણે તપાસ કરી કે તે આમ કેમ કરે છે. બધુ સમજી ગઇ. મનમાં કંઈ નક્કી કર્યુ.
બીજે દિવસે દાળમાં ખુબ મરચું નાખ્યું પતિને જમવા બેસાડયો. એક સબડકો ભર્યો ને કમાન છટ્કી પત્નીને બે તમાચા ચોડી દીધા. પત્ની કહે : ' તમે મારા કરતા મોટા કે નહીં !' 'હા-હા-, હું જ મોટો હુંજ ભગવાન આમ મુર્ખાઓ અજ્ઞાનીઓ પોતાને ભગવાન માની લે છે. ઋષિઓ 'હું ભગવાન છું. એમ કહી તે જ્ઞાનથી કહે રાક્ષસો 'હું ભગવાન છું તેમ કહે તે અભિમાનથી અને મુર્ખાઓ 'હું ભગવાન' છુ કહે તે અજ્ઞાનથી કહે 'હું ભગવાન છું. તે વાતની અનુભૂ તિ થવી અત્યંત કઠણ છે. માટે ભગવાનને રાજી રહે તેમ વર્તવું. આમ છતા આજે વિશ્વભરમાં વિષયોની વિકૃતિ અને દુર્ગંધ વધી રહી છે. માણસો હતા તે કરતા પણ વધારે કામી, ક્રોધી અને લોભી થઈ રહ્યા છે. સાધુ, સંત, સંન્યાસી, ફકીર, શાસ્ત્રીઓ, પંડિતો અને ભણેલા પણ આ ભૂલભૂલામણીમાં સરી પડી સત્તા, સંપત્તિ, સ્ત્રી, કીર્તિ માટે અનેક કાવાદાવા ખેલી રહ્યા છે. અભણ અને બેકાર વર્ગો ગુંડાગીરી અને લૂંટફાટને માર્ગે વળી રહ્યા છે ! કૃષ્ણ ભગવાને કહ્યા મુજબ વિશ્વ આજે વિનાશ તરફ વધી રહ્યું છે. આ બધુ જાણવા છતાં, કથાઓ સાંભળ્યા છતા આપણે માનવદેહનું ગુમાન રાખી ન સમજી દેહ વડે અનેક દુરાચારો અને ભ્રષ્ટાચારો, કુકર્મો અને કાળાધોળા વગેરે કરવામાં જરા પણ ખચકાતા નથી. આપણે આપણી જાતને છેતરી શકીશું પણ અંદર બેઠેલા ! પરમાત્મા ને કેવી રીતે છેતરી શકીશું ?! અન્યમાં જે ગુણો છે તે પ્રભુએ આપેલા ગુણો છે. જ્યારે માનવ તેવા ગુણો પ્રયત્નથી મેળવી શકે છે. માનવની આ થઈ શકવાની શક્તિથી માનવ ધારે તે થઈ શકે કરી શકે છે. અલબત તેમા સમય જાય ખરો. પરંતુ માનવી શું ધારશે ને શું કરશે તે કહી શકાય નહીં. તેનામા અલૌકિક તે અનોખી શક્તિ હોવાથી તે પશુ થઈ શકે છે, રાક્ષસ પણ થઈ શકે છે ને દેવ થઈ શકે. માત્ર માનવ માટે જ આ છૂટ છે. માનવ જેવો થવું હોય તેવો થઈ શકે છે.
- ચેતન એસ. ત્રિવેદી