Get The App

મા જગદંબાનું પ્રગટ સ્વરૂપ 'મા સર્વેશ્વરી'

Updated: Sep 30th, 2021


Google NewsGoogle News
મા જગદંબાનું પ્રગટ સ્વરૂપ 'મા સર્વેશ્વરી' 1 - image


- 7 ઓક્ટોબરથી નવરાત્રી

- સર્વેશ્વરી'

સ્વામી વિવેકાનંદજીનું એક પ્રસિધ્ધ સુવાક્ય છે, 'ઉઠો! જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડયા રહો.' આવા ઉચ્ચ મંત્રને ચરિતાર્થ કરનારા કૃતસંકલ્પ હતા, હિમાલયના તપસ્વી અનન્ય માઈ ભક્ત અને માત્ર પોતાના લક્ષ્ય પ્રત્યે કૃત નિશ્ચયી એવા પરમ વંદનીય શ્રી યોગેશ્વર એટલે અધ્યાત્મનો અનસ્ત, સૂર્ય જ્યારે એમના જેવા જ સંસ્કાર ચારિત્ર્ય ધરાવતા તેઓનાં પરમ શિષ્ય એવા મા સર્વેશ્વરી.

મા સર્વેશ્વરીનો જન્મ નવેમ્બર, ૧૩, ૧૯૪૩ના રોજ દક્ષિણ ગુજરાતમાં વ્યારા નજીક કપુરા ગામમાં થયો હતો. એમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. પરંતુ તેમણે વધુ અભ્યાસ સુરતમાં કર્યો. ત્યાં તેમણે આર્ટસમાં સ્નાતક થઈને ગુજરાતી સાહિત્યનો વિષયમાં અસાધારણ વિશેષ સિધ્ધિ મેળવી. જેને લીધે પ્રતિષ્ઠિત ઉમાશંકર જોષી ગોલ્ડ મેળવીને સૌનું ધ્યાન ખેંચ્યું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ સુરતની શાળા 'સાધના ભવન' ખાતે શિક્ષક તરીકે જોડાયા. આગળ જતા એ જ શાળામાં આચાર્યશ્રી ફરજ બજાવી.મા સર્વેશ્વરી પોતાનો બાકીનો સમય ધર્મ-અધ્યાત્મિક ઉન્નતિ પાછળ સમર્પિત કરતાં. તેમને જે સ્વયં સ્ફૂરિત, સુમધુર ભજન સૂઝતાં તેમને તેઓ ગાતા રહેતા. તેમના સંગ્રહિત પ્રથમ ભજનોનું પુસ્તક હતું, 'અર્ધ્ય ભજન' ત્યારબાદ તેઓ દિવ્ય ગુરુ શ્રી યોગેશ્વરજીનાં પરિચયમાં આવ્યા. ૧૯૭૯માં યોગીજીનો આદેશ થતાં માતાનું એક નવું નામ મા સર્વેશ્વરી પડયું હતું. મા સર્વેશ્વરીએ ગુરુ યોગેશ્વર સાથે દેશ ભારત અને વિદેશોમાં પોતાના ધર્મ અને અધ્યાત્મિકતા વિષેનાં વિચારોનો પ્રસાર કર્યો. અમેરિકા, યુરોપ, કેનેડા અને સાઉથ આફ્રિકા જેવા પરદેશમાં તેઓ એ તેમનાં હજ્જારો મુમુક્ષુઓને સક્રિય યોગા અને સમધુર ભજનો દ્વારા પ્રભાવિત કર્યા.

૧૮ માર્ચ, ૧૯૮૪ના રોજ સર્વેશ્વરીને યોગેશ્વરજીના અનુયાયીઓએ તેમનાં આધ્યાત્મિક વારસ તરીકે ગણ્યા છે. મા સર્વેશ્વરીજીએ યોગેશ્વરજીના જીવન સંદેશ તેમના લક્ષ્ય તથા તેમનાં અધૂરા રહી ગયેલા સપનાને અસાધારણપણે મૂર્તિવંત કરવા તેઓ રાતદિવસની મોટી જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રી યોગેશ્વરજીએ પોતાની વિદાય પહેલાં, અંબાજીનાં દાંતા રોડ પર એક મોટી જમીન પસંદ કરેલી. ગુરુજીનું આ મહા સ્વપ્નું સાકાર કરવા ત્યાં 'મા સર્વેશ્વરી આશ્રમ' તરીકે સુવિખ્યાત ભવ્ય સંકુલ ઉભું થયું છે. ત્યાં કાયમ અનેક ધાર્મિક અધ્યાત્મિક, યૌગિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એ ઉપરાંત આશ્રમના સ્વયં સેવકો ભક્તોની સહાયથી અહીં નિયમિત ધોરણે તબીબી શિબિરો યોજાય છે. તો વારંવાર થતા નેત્ર યજ્ઞાોમાં આસપાસનાં ગામોમાંથી પીડિત દર્દીઓની આંખોની સંપૂર્ણ તપાસ તથા જરૂરતમંદ લોકોની આંખોનું નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવે છે. જેના માટે નિષ્ણાંત આંખોના સર્જનની ટીમને છેક દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાંથી આમંત્રણ આપવામાં આવતું. એ ઉપરાંત મા સર્વેશ્વરીનાં પરદેશમાં સ્થાયી થયેલા અનુયાયીઓએ દૂર પૂર્વ આફ્રિકાના નાઈજિરીયા દેશમાં પણ બહોળી સંખ્યામાં આંખોના નિ:શુલ્ક ઓપરેશન કરવાની મોટી માનવીય સેવાકીય ફરજ બજાવી છે. જેમાં સેવા આપવાનો સુંદર અમૂલ્ય મોકો મળ્યો છે. મા સર્વેશ્વરીના સમગ્ર અસ્તિત્વમાં શ્રી યોગેશ્વરજી પ્રત્યેનો સતત પૂજ્ય ભાવ પ્રગટતો રહ્યો છે. તો આવી વંદનીય વિભૂતિને પ્રત્યક્ષ પ્રણામ કરવાનું અહોભાગ્ય પ્રાપ્ત થયું છે.

- પરેશ અંતાણી


Google NewsGoogle News