પ્રેમ + સ્નેહ = સંબંધ .

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
પ્રેમ + સ્નેહ = સંબંધ                                                         . 1 - image


સંસારચક્ર પ્રેમ અને સંબંધની ધરી પર ફરી રહ્યું છે. પ્રેમ સ્નેહ, હેત, દયા ભાવના એકબીજાના પૂરક છે. તેના ફળ રૃપે સંબઁધ બંધાય છે. પ્રેમના અલગ અલગ પ્રકાર છે. ભાઈબહેન, પતિપત્ની, માતાપિતા અને સંતાનોનો પ્રેમ કે બે પ્રેમી પ્રેમિકાનો પ્રેમ, ભગવાન અને ભક્તનો પ્રેમ. દરેકના પ્રેમમાં મર્યાદાની રેખા હોય છે. વિચાર વાણી અને વર્તન બદલાય છે ત્યારે પ્રેમ પણ બદલાય છે, ભાઈ બહેનનો અને માતાપિતાનો પ્રેમ અલગ છે. સંતાનોના પ્રેમમાં સ્નેહની ભાવના અલગ પડે છે. આ શુધ્ધ અને પવિત્રપ્રેમ ગણાય છે. દેશપ્રેમીઓમાં વીરતા, વફાદારી અને માતૃભૂમિ માટે શહિદ થવાનો પ્રેમ છે. અઢી અક્ષરના પ્રેમમાં ઘણાં ગુણો સમાયેલા છે. ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સૌ પંડિત હોય (કબીરવાણી).

ઘણાંએ પ્રેમને ઇશ્વરનું સ્વરૃપ કહ્યું છે. ઘણાએ લવ ઇઝ ગોડ કહ્યું છે. ઇશું એ તો પ્રેમને સર્વસ્વ કહ્યું છે. ઇશ્વર સમીપ જવાનો માર્ગ કહ્યો છે દરેક ધર્મમાં પ્રેમને પ્રાધાન્ય આપ્યું છે. પ્રેમ વિનાની ભક્તિ નકામી છે. પ્રેમથી સૌ વશ થાય છે. પ્રેમથી વેર શમે છે. બિના પ્રેમ રીઝે નહિ. તુલસી નંદકિશોર. મીરાંની ભક્તિમાં કૃષ્ણપ્રેમ, રાધાની ચાહનામાં કૃષ્ણપ્રેમ, ભક્ત અને ભગવાન વચ્ચે ભક્તપ્રેમ, લૈલાને મજનનું પ્રેમમાં હીરને રાંઝાના પ્રેમમાં ઇશ્વરના દર્શન થયા હતા. જે ઘરમાં પરિવાર, પ્રેમ, સ્નેહ સંબંધના તાતણે બંધાયેલ છે તે ઘર મંદિર સમાન છે. સંસારની માયાજાળમાં આપણે પ્રેમ, હેત, સ્નેહ, સંબંધ અને ભાવનાના તાતણે બંધાયેલા છે. જીવી રહ્યા છે. સંબંધોથી સંસારચક્ર ચાલે છે.

- ભગુભાઈ ભીમડા


Google NewsGoogle News