ભગવાન...શ્રીગણેશ .
ભ ગવાન શ્રીગણેશ વિઘ્નહર્તા ગણાય છે. જેની દરેક કાર્યના પ્રારંભે પુજા થાય છે. વિઘ્નોનું શમન કરવા તથા કાર્યોનું મંગલ કરવા તેમનું પુજન-સ્મરણ થાય છે. 'ગણાનાં જીવજાતનાં યઃ ઇશઃ સઃ ગણેશઃ ।। ગણેશ શબ્દનો અર્થ થાય છે સમસ્ત જીવ જાતિના ઇશ અર્થાત સ્વામી રામાયણના બાલકાંડના ૧૦૦માં દોહામાં લખ્યું છે
'મુનિ અનુસાસન ગણપતિહિ પુજે ઉશંભુ ભવાનિ.
કોઉ સુનિ સંસય કરે જનિસુર અનાદિ જિયંજાનિ'
પાર્વતિનંદન હોવા છતાં ભગવાન શિવ અને પાર્વતિજીએ લગ્ન વખતે પુજન-ધ્યાન કર્યું હતું. ભગવાન શ્રી ગણેશ આદિદેવ છે એકાક્ષર બ્રહ્મમાં ઉપરનો ભાગ મસ્તક નિચેનો ભાગ ઉદર ચંદ્રબિંદુ-લાડુ અને માત્રા સુંઢનું પ્રતિક છે. તેમના ઉદરમાં સમસ્ત સૃષ્ટિ વિચરે છે. તેમની નાની આંખ-સુક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિ દર્શાવે છે તેમના અનેક નામો છે પરંતુ બાર નામ મુખ્ય છે. સુમુખ- એકદંત- કપિલ- ગજકર્ણક- લંબોદર વિકટ- વિઘ્નનાશક- વિનાયક- ધુમ્રકેતુ- ગણાધ્યક્ષ- ભાલચંદ્ર- ગજાનન- આ બાર નામનું સ્મરણ કરવાથી તમામ વિઘ્નો દુર થાય છે. તે મંગલમુર્તિ કહેવાય છે કારણકે શુભકામ મુરત જોઈને થાય છે. ૪૮ મિનિટનો એક કાળ હોય છે મુરત કાળનું એકમ છે. શ્રી ગણેશને નક્ષત્રોના સ્વામી કહ્યા છે તમામ ગણોના અધિપતિ હોવાથી વિઘ્નો હરી મંગલકાર્યોમાં લાભ કરાવે છે. માટે તેમને મંગલમુર્તિ પણ કહે છે આમ દરેક શુભ કાર્યોમાં ભગવાન શ્રી ગણેશજીની પુજા થાય છે તેમની પત્નિ રીધ્ધિ અને સિધ્ધિ સમૃધ્ધિની દેવી છે.
- પુરાણી મહેન્દ્ર મહારાજ