Get The App

શિવ સદા સહાયતે .

Updated: Jan 4th, 2023


Google News
Google News
શિવ સદા સહાયતે                              . 1 - image


ભ ગવાન સદા શિવ મંગલકારી છે, કલ્યાણકારી છે, બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે તો શિવ સંહાર કરે છે, શિવજી ભોળાનાથ છે, દેવોના દેવ છે. શિવનું નામ કલ્યાણકારી છે. માત્ર એક બિલ્વપત્રથી કે એક જળના લોટાથી શિવ પ્રસન્ન થાય છે. દેવાધિદેવ મહાદેવ સદા સહાય કરે છે, ભક્તોની વ્હારે થાય છે, દુઃખ, આપત્તિ કે મુશ્કેલીમાં ભક્તોને માર્ગ બતાવે છે. શિવજી તેમને કરેલી પ્રાર્થના પણ અવશ્ય સાંભળે છે.. શિવજીનો મંત્ર પણ મંગલકારી છે.

શિવની સ્તુતિ, વંદના, માળા કે જાપ કરવાથી તેમની કૃપા અવશ્ય ઉતરે છે. શિવ સહિત તેના પરિવારની પણ ભક્તો પર કૃપા ઉતરે છે. શિવ ભક્તોની ભીડ ભાંગે છે. ભક્તોની અરજ કે વિનંતી સાંભળે છે. શિવજીની કૃપાથી જ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. શિવની કૃપાદૃષ્ટિથી જ ભક્તોનાં દુઃખ હરાય છે.

શિવ સર્વ ગ્રહ રૂપ છે. શિવ સકલ લોકનાં સ્વામી છે. શિવ સમાધિસ્થ છે. દેવાધિ દેવ સત્ય રૂપ છે, સુંદર રૂપ છે, શિવ રૂપ છે. મહાદેવ કૈલાસ પર બીરાજે છે. તેમનું સ્વરૂપ અદ્ભુત તથા મનોહારી છે. ગળામાં સર્પ, માથા પર ચંદ્ર, જટામાં ગંગા બીરાજે છે. શિવના તાંડવ નૃત્યથી ધરતી ધ્રુજી ઉઠે છે. વ્યાઘ્રચર્મનું વસ્ત્ર ધારણ કરે છે. શિવ દરબાર અદ્ભુત છે. પાર્વતી તેમનાં સહધર્મચારીણી છે તો કાર્તિક સ્વામી તથા ગણેશજી પુત્રો છે. નંદી તથા ગણો શિવજીના સેવકો છે. ત્રિશુલ તથા ડમરૂ વિના શિવજીની કલ્પના પણ થઈ ન શકે. ભગવાન શિવ ધ્યાના સાગર છે, કરૂણાનિધાન છે. શિવજીનાં ગળામાં હળાહળ વિશ છે તેથી જ નીલકંઠ કહેવાયાછે. શિવજીને ધતુરાનું ફૂલ તથા ભાંગ બહુ જ પ્રિય છે. મહાદેવ કૈલાસ પર બીરાજે છે. સદા ભક્તોની લાજ રાખે છે અને ભક્તો તેમના આશિષ મેળવી ધન્ય બને છે.

ધન પ્રાપ્તિ માટે તેમજ દરેક પ્રકારનાં કલ્યાણ માટે શિવયંત્રની પુજા ફળદાયી નીવડે છે. આ ઉપરાંત શિવષડાક્ષરી યંત્રનું પુજન તથા સાધના કરનારની તમામ તકલીફો દૂર થાય છે ધન તથા યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે. સોમવારે આ યંત્રનું પુજન કરવાથી અધિક ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત પુરાણોક્ત રૂદ્રાભિષેક અત્યંત મહત્વનો છે. મહાભારતના દ્રોણ પર્વમાં તેનો પ્રયોગ દર્શાવ્યો છે. શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુને આ પ્રયોગ કરેલો. વિવિધ કામનાઓની પૂર્તિ આ પાઠના વાંચન કે અભિષેકથી થાય છે.

શિવજીનાં વિવિધ સ્તોત્રો, સ્તુતિઓ, ભજન પણ કરવાથી શિવ પ્રસન્ન રહે છે. ભોલેશ્વર ભસ્મ ધારણ કરે છે. ત્રિનેત્ર ધારી છે. તેમની પાસે ભુત-પ્રેતનું સૈન્ય છે. શિવ અજન્મા છે, અમર છે. શ્રી હરિ પણ સદાશિવની પુજા કરે છે અને નેત્રકમળ ચઢાવવા તૈયાર થઈ જાય છે. મહાદેવ નિર્ગુણ-નિરાકાર છે. ચારે દિશામાં વ્યાપક છે. સંકટ સમયે ભક્તોને સદા સહાય કરે છે. 

શિવનાં અનેક નામો છે, હજાર નામો છે, મહાદેવ પશુપતિનાથ છે. શિવની આરાધના ભક્તોની ભીડ ભાંગે છે.

કર ચરણકૃતં વાકકાયજં કર્મજં વા

શ્રવણ નયનજં વા માનસં વાપરાધમ્ ।

વિહિતમવિહિતં વા સર્વમત્ત્ક્ષમસ્વ 

જપ જપ કરૂણાબ્ધે શ્રી મહાદેવ શંભો ।।

નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ

- ભરત અંજારિયા

Tags :