Get The App

બુધ્ધ ભગવાનની વિપશ્યનાની સાધના

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
બુધ્ધ ભગવાનની વિપશ્યનાની સાધના 1 - image


(ગતાંકથી ચાલુ)

આપણું શ્વાસોશ્વાસ પરના ધ્યાનથી આનાપાન દ્વારા શ્વાસ પ્રેક્ષા કરવામાં આવે છે ત્યાર પછી સાધકનું મન તીક્ષ અને એકાગ્ર થઈ જાય છે તેના વિચારો વિકારોના તમામ આંદોલનો સાવ જ શમી જાય છે. ત્યારે શરીર પર પ્રતિ ક્ષણ પ્રગટ થતી અને નિષ્ટ થતી એવી અનેક પ્રકારની સંવેદના ઉપર સમતા અને સાક્ષી ભાવમાં સ્થિર થઈને આ સંવેદનાઓ ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. તે સંવેદનાઓ ગરમ હોય છે, ઠંડી હોય છે, બળતરા કરનારી હોય છે, ધીમી હોય છે, ઉતાવળી મીઠી પીડાદાયક હોય છે ધન પ્રવાહી પ્રકારની સંવેદનાને સમતા અને સાક્ષીભાવમાં સ્થિર થઈને સમ્યક દ્રષ્ટિથી જોવાની જ હોય છે તેની સાથે વહેવા માડવાનું નથી કે તેની રાગ અને દ્વેષથી જોડાવાનું નથી પણ સમ્યક દ્રષ્ટિથી જોવાની છે અનુભવવાની છે તેને સારી છે કે મોળી છે તેવું વિચારવાનું નથી કે જોડાવાનું નથી. દૂરી અ=રાખવાની છે, તે છે તેમજ જોવાની જ છે સંવેદના નિરંતર ઉઠે છે અને નાશ પામે છે. 

આ સંવેદનાને પગથી શરૂ કરી માથા સુધી ઉત્પન્ન થતી અને નાશ પામતી આ સંવેદનાને જોવાની આખા શરીરમાં ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તેને માત્રને માત્ર સમતાપૂર્વક સાક્ષીભાવમાં સ્થિર થઈને જોવાની જ છે. તેની સાથે લેપાવાનું નથી. આ બધી સંવેદના આંતર મનમાંથી ઉત્પન્ન થાય છે અને આપણે તેને સમતાપૂર્વક જોઈએ છીએ એટલે તેનું અસ્તિત્વ કાયમ માટે નાશ થાય છે અને આપણું આંતર મન શુદ્ધ થાય છે અને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે.

આ સંવેદના સાથે રાગ દ્વેષથી જોવાનું નથી. આ સંવેદનાઓ ક્ષણિક છે, તે પ્રાયોગિક રીતે સિદ્ધ થાય અને સમજાય જાય જાણી લઈએ અનુભવી લઈએ તેને જેમ ચાલે છે તેમ ચાલવા જ દઈએ તો તે આપોઆપ નાશ પામે છે. તે નાશ પામવા જ આવેલા હોય છે. તેની સાથે જોડાઈએ નહીં તેથી નાશ પામે છે, પણ જો આપણે તેની સાથે જોડાઈએ મમતા રાખીએ તો તે ટકી જાય છે તો તે કાયમી ટકી જાય છે.

આ બધી જ સંવેદના આંતર મનમાં જે કંઈ સઘયેલું હોય તે છે. આમ તેનો આપોઆપ નીકળી નાશ થાય છે ને મન શુદ્ધ થાય છે. આમ રીતે બરાબર સિદ્ધ થાય સમજાય જાય મનમાં ઠસી જાય એટલે શરીર પરનું મમત્વ દૂર થઈ જાય. જીવનમાંથી રાગ અને દ્વેષ જતા રહે. હર્ષ શોક પણ જતા રહે દ્વદ્વનો નાશ થાય અને જીવનમાં વીતરાગ અવસ્થા પ્રાપ્ત થાય છે.

વીતરાગ પછી સર્વ દુખોનો નાશ થાય છે. આ રીતે વિચાર પ્રેક્ષા કરવાથી વિચારો પણ આપણું પ્રભુત્વ આવી જાય છે. પછી વિચારો આપણને કનડતા નથી અને આપણા પરમ મિત્ર બની જાય છે અને આમ સંવેદના નાશ થાય બંધ થાય છે જે આપણી સ્મૃતિ ઉપસ્થાન આપણે આનાપાનમાં સમજ્યા તે મુજબ વિપશ્યનાની સાધના કરી એ એટલે પરમ શાંતિ પ્રાપ્ત કરીએ છીએ એજ જીવનની સિદ્ધી છે.

આમ તમામ દુખોથી નાશ કરનારી આ સાધના છે. આમ વિપશ્યના આવી સુંદર સાધના પદ્ધતિસરની આત્મિક સત્ય સ્વરૂપ સાધના છે તે સર્વનું મંગલકારી છે કલ્યાણકારી છે, શુભ છે આત્માને કર્મના બંધનમાંથી મુક્ત કરનારી છે અને આપણને નિર્વાણ આપનારી સાધના છે.

જે માણસના રાગ દ્વેષ અહંકાર, મોહ શોક ગયા અને જીવન આ આંતર દ્વદ્વનો નાશ થયો તેને પછી પોતાના જીવનમાં કશું કરવાનું રહેતું જ નથી. એ ચોક્કસ નિર્વાણ પંથનો રહી બની જાય છે.

આમ જીવનમાં આંતર સાધના દ્વારા જ સિદ્ધી હાથવગી થાય છે. આમ જીવનમાં ધ્યાન વિના કોઈ આંતરદ્વદ્વથી મુક્ત થઈ શકે જ નહિ. જેમણે આ જીવનમાં જ પરમ શાંતિ પરમ સુખ અને પરમ આનંદ ઉપલબ્ધ કરવો છે તેમણે આંતર સાધના કરી આંતર શુદ્ધતા કરવી પડે અને દ્વદ્વથી મુક્ત મેળવી જ પડે તો જ સિદ્ધી હાથમાં આવે એટલે પરમ શાંતિ પરમ સુખ અને પરમ આનંદ છે. એ જ જીવન મુક્તિ છે રાગ દ્વેષ અહંકાર નાશ પામ્યો અને આંતર દ્વદ્વનો નાશ થયો એજ નિર્વાણ.

 - તત્વચિંતક વી. પટેલ


Google NewsGoogle News