જીવન અજ્ઞાતની યાત્રા ને સત્યની શોધ .
જીવન એ અજ્ઞાતની યાત્રા છે. પ્રારબ્ધ વાદ અને પુરુષાર્થ વાદ વચ્ચે સતત દ્વદ્વ યુદ્ધ ચાલ્યા જ કરે છે.
આજના પ્રારબ્ધ વાદીઓ કહે જ જાય છે, કે બધું જ જીવનમાં નિશ્ચિત છે, કશું કરવા પણું નથી, ચોંકીદારોએ જારો બધું જ મળી જ રહેશે. માણસના પુરૂષાર્થનો કશો અવકાશ જ નથી.
આજના પુરુષાર્થ વાદી કહે છે, જીવન એ અજ્ઞાતની યાત્રા છે, પોતાના આત્મિક સત્યના બળ ઉપર આગળ વધી આગળ ને આગળ અજ્ઞાત માર્ગ પર ચાલી પરમ સત્ય શોધવાનું છે.
જે માણસ આત્મિક સત્યના માર્ગ પર, પોતાના આત્મિક બળ પર આગળ ને આગળ ચાલીને સત્યને શોધે તેજ સત્યને પ્રાપ્ત કરે છે, અને બાંધ્યો સદાય ભૂખ્યો જ મરે જ છે. આમ પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને સત્ય સ્વરૂપ જીવનના અંતિમ છેડા જ છે. આમ પ્રારબ્ધ અને પુરુષાર્થ જુદા નથી પણ એક જ સિક્કાની બે બાજુઓ જ છે.
જીવનમાં ભૂતકાળનો સત્ય સ્વરૂપ પુરૂષાર્થ આજનું વર્તમાનનું પ્રારબ્ધ બને છે. તો વર્તમાનનો સત્ય સ્વરૂપ પુરૂષાર્થ ભવિષ્યનું પ્રારબ્ધ કેમ ન બને ? આપણા ધર્મના ચોકીદારોએ પોતાનો સ્વાર્થ સાધવા માટેના એક માત્ર ઉદેશથી દૈવી કૃપાને એટલું બધું શુદ્ધ સંશુદ્ધ અંતરથી જાણ્યા વિના મહત્વ અપાયું છે, કે જીવનમાં માત્ર કૃપા જ સર્વ કાઈ બધું જ છે આથી આજે માનવ જીવનમાં સર્વ કાઈ કૃપા બની બેઠી છે. અને જારણ કરો એટલે જ કૃપા અવતરણ થાય છે. માત્ર જારો આવી કૃપાની ઊભી રહેલી માન્યતા અજ્ઞાન વશ ઊભી કરી દીધી છે, જ્યારે જીવનનું સત્ય આ છે.
૧. જ્યાં આત્મિક સત્યના આધારે પુરૂષાર્થ છે.
૨. સત્યના આધારે સાહસ છે.
૩. આત્મિક સત્ય સાથેનું ધેર્ય, ધીરજ અને એકાગ્રતા સાથેનો પુરૂષાર્થ છે.
૪. આત્મિક સત્ય આધારિત સ્વસ્થ બુદ્ધિનો પુરૂષાર્થમાં પ્રસન્નતા પૂર્વકનો ઉપયોગ છે.
૫. આત્મિક ધૈર્ય સાથે આત્મિક સત્યના આધારરૂપ આત્મિક શક્તિનો સ્વસ્થ ચિત્તે ઉપયોગ છે.
૬. આત્મિક સત્ય આધારિત શુદ્ધ અને સ્થિર, એકાગ્ર બુદ્ધિનું પરાક્રમ છે.
૭. આત્મિક સત્ય સાથેની અભિપ્સા સાથેનું સશુદ્ધ મન સાથેનું કર્મ છે.
માનવ જીવનમાં સપ્તપદીનો જો કર્મમાં સ્વસ્થ ચિત્તે માણસ આત્મિક સત્યમાં સ્થિર થઈને પોતાના જ આત્માના અવાજ અનુસાર કર્મમાં અનુસરે અને પોતાના સંશુદ્ધ સત્યના આધાર સાથે પુરૂષાર્થ કરે. ત્યાં જ કૃપા અવતરણ થાય છે. એટલું શુદ્ધ અંતરથી જાણો. એ જ જીવનની મોટી કૃપા છે. આવી શુદ્ધ દ્રષ્ટિએ માનવની જીવનની સિદ્ધી આત્મિક સત્ય આધારિત કર્મ અને કૃપાના સયોજનમાં જ સર્વોતમ સિદ્ધી છે. આમ કૃપા એટલે તારા જ પોતાના આત્મિક સત્યના આધારે માનવ તું કર્મ કર અને પામ. એટલે કે સત્કૃત્ય કર એટલે તારા જ સત્યના આધારે કર્મ કરીને જ કૃપા ને પામ. આમ સત્કૃત્ય એટલે કે ચોંકીદારોને કઈ પણ ધર્યા વિના તારા પોતાના આત્મિક સત્યના આધારે પ્રસન્ન અને એકાગ્ર ચિત્ત સાથે કર્મ કર એજ તારું સત્કૃત્ય છે. એટલું શુદ્ધ અંતરથી જાણ અને આત્મિક સત્ય સ્વરૂપ થઈને જીવન જીવ ત્યાં જ જીવનનો જીવનમાંથી જ આનંદ પ્રાપ્ત છે. એજ અમૃત રૂપ સત્કૃત્ય જીવન એજ જીવનની સર્વોત્તમ સિદ્ધી એજ કર્મની સફળતા અને એજ કર્મની સિદ્ધી પ્રાપ્ત સાથે પરમ આનંદ અવસ્થા.
- તત્વચિંતક વી. પટેલ