જીવનમુક્તિ .
આ પણા શરીરમાં રહેલી પાંચ કમેંન્દ્રિયો, પાંચ જ્ઞાાનેદ્રિયો તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે સાત્વિક, રાજસ કે ક્યારેક તમસ ભાવ ગ્રહણ કરે છે તે પ્રમાણે વર્તન કરે છે. તે બધુ ભગવાનનું પ્રગટીકરણ છે. મનમાં ઊઠતી સ્ફુરણા માત્ર સારે સારી હોય કે ખરાબ. ભગવાનની સત્તાનું તાદૃશ્ય રૂપ છે એટલે કે માત્ર અને માત્ર ભગવાન જ છે.
સાત્વિક ભાવથી સારું વર્તન થાય કે રાજસ ભાવ પ્રગટે તો હીનકૃત્ય થાય. તામસ ભાવની બહુલતા અધમકૃત્ય કરવા પ્રેરે આ બધા આપણી વૃત્તિઓના ખેલ છે તે બધી ભગવાનની સ્ફુરણા જ છે. ભગવાન સિવાય આ સૃષ્ટિમાં પાંદડાં હલતાં નથી. પવન વાઈ શકતો નથી. ચર અચરમાં ભગવાન જ વિદ્યમાન છે તેથી ભગવત ગીતામાં કહે છે ઃ સાધકની દ્રષ્ટિ ત્રિગુણાત્મક મારી માયા પરથી હટીને મારા ગુણાતીત સ્વરૂપ પર સ્થિર થવી જોઈએ. તે જ સાધક જીવનમુક્તિનો આનંદ મેળવી શકશે.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય