Get The App

।। કૃષ્ણાય વાસુદેવાય, હરયે પરમાત્મને ।। ।। પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમોનમ :।।

Updated: Aug 25th, 2021

GS TEAM


Google News
Google News
।। કૃષ્ણાય વાસુદેવાય, હરયે પરમાત્મને ।। ।। પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમોનમ :।। 1 - image


- જોવા જઈએ તો  ભગવાન શ્રીકૃષ્ણ પૃથ્વી ઉપરના ભારતના સૌ પ્રથમ મોટિવેશનલ સ્પીકર છે. ગીતા દ્વારા અર્જુનને માધ્યમ બનાવી આપણને સૌને જિંદગી જીવવાની જડ્ડીબૂટ્ટી પ્રદાન કરી છે.

સ વાર પડે એટલે સૌજન્ય અને શુભેચ્છાના રૂપે મોટેભોગ આપણે જયશ્રીકૃષ્ણ એવું બોલતા હોઈએ છીએ. આ આપણા માનીતા મહામાનવ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભારતના ગામેગામ હર્ષોલ્લાસ સાથે મનાવાતો હોય છે. હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી, નંદઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલકીના મધ્યરાત્રીના નારાઓ આકાશને ચીરતા હોય તેવા સંભળાતા હોય છે. જો આપણી ગૂંજમાં રાધા અને મીરા જેવી દીવાનગી ભળે તો આપણા ભી શ્યામ.

આમ તો ભગવાન શ્રીકૃષ્ણ જોવા જઈએ તો પૃથ્વી ઉપરના ભારતના સૌ પ્રથમ મોટિવેશનલ સ્પીકર છે. ગીતા દ્વારા અર્જુનને માધ્યમ બનાવી આપણને સૌને જિંદગી જીવવાની જડ્ડીબૂટ્ટી પ્રદાન કરી છે. ગીતાનો ઊંડાણથી અભ્યાસ કરો, એના એક એક શ્લોકમાં ઊંડા ઉતરોને સમજો તો જીવનનૈયા હાલકંડોલક થાય તો પણ અવરોધ વગર આરામથી પાર ઉતરે. તેમણે સંસારની નીંદા નથી કરી, પણ સરખુ જીવવા માટે નિંદામણની વાત કરી છે.

કૃષ્ણ એટલે સહજતા અને સંઘર્ષ. સહજ બનવું અને સંઘર્ષ જારી રાખવો એ બે મુખ્ય સુત્ર ભગવાન કૃષ્ણએ આપણને આપેલા છે. માણસ સહજ નથી બનતો એટલે જ હેરાન થાય છે. જિંદગી આપણા બાપની નથી. આપણે આપણી જિંદગીના માલિક નથી. તે ગમે ત્યારે પૂરી થઈ જાય, કહેવાય નહિં. પણ જિંદગી કેમ જીવવી એ આપણા હાથની વાત છે અને આ માટે ભગવાન કૃષ્ણએ ગીતા દ્વારા સમજાવેલી સહજ અને સંઘર્ષની વૃત્તિને ધારદાર બનાવી પડે. હાલના કપરા કોરોના કાળમાં પણ સરકારની કોરોના સામે લડવાની ગાઈડ લાઈન્સનું પાલન કરવું એ પણ સહજ અને સંઘર્ષનું એક સઘર્ષનું એક સ્વરૂપ જ છે.

યદા યદા હિ ધર્મસ્થવાળો એમનો વાયદો આપણે આપણામાં શોધવો પડશે. જનતા કહેતી હોય છે કે રામ અને રાવણ આપણામાં જ છે, તેમ કૃષ્ણ પણ આપણામાં જ છે. દીવાલ ઉપર ગીતાબોધ કે ગીતાવચનોના પાટીર્યા લટકાવવાથી કામ ચાલે તેમ નથી. હવે આજનો જમાનો પ્રેકટીકલ બનવાનો સંદેશ આપે છે. ભગવાન કૃષ્ણે બધા પ્રેકટીકલ જ કામ કર્યા છે. સામે રાધા હોય, સુદામા હોય, અર્જુન હોય કે ભીષ્મપિતામહ હોય. તેઓ હમેશા સહજ રહ્યા છે. ચાલો, ગાન કરીએ.

શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મોરારી

હે નાથ નારાયણ વાસુદેવા.

- દિલીપ રાવલ

Tags :