Get The App

'કાશી'- વિશ્વેશ્વરને મોક્ષનગરી કેમ કહે છે??

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
'કાશી'- વિશ્વેશ્વરને મોક્ષનગરી કેમ કહે છે?? 1 - image


- શિવ અને કાળભૈરવની આ કાશી નગરી છે. કાશી નગરી શિવજીનાં ત્રિશૂળ ઉપર રહેલી કહેવાય છે. કળીયુગનાં અંતમાં પણ આને કોઈ નુકશાન થવાનું નથી તેવું પણ કહેવાય છે આ કાશિ વિશ્વનાથને ચાર વાર નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ થયો. તેવું તેનું તેજ છે. અહલ્યાબાઈએ તેનું નવું નિર્માણ કર્યું હતું

એક પ્રચલિત કહેવત છે કે ' સુરતનું જમણ અને કાશીનું મરણ'- ખાણી-પીણી માટે સુરત બહુ પ્રખ્યાત શહેર અને શિવજીની યાત્રા સ્થળોમાં કાશી-વારાણી કે વિશ્વનાથની નગરી ખૂબ પ્રચલિત છે. કહેવાય છે કે કાશીમાં જે મરણ પામે તેને અવશ્ય મોક્ષ મળે છે. આથી તેને મોક્ષનગરી પણ કહે છે. શિવજીની અતિપ્રિય નગરી તરીકે તે પ્રસિદ્ધ છે.

પ્રખ્યાત બાર જ્યોતિલિંગમાં એક કાશિવિશ્વનાથ મંદિરની ગણના થાય છે. શ્રૃંગાર કરતી વખતે તે પશ્ચિમ મૂખિ હોય છે. આના દર્શનથી રાજસુય યજ્ઞા જેટલું પુણ્ય મળે છે જ્યારે ઔરંગ જેબે આના ઉપર હુમલો કર્યો ત્યારે તેને ખાસ સંતાડીને તે શિવલિંગ રાખ્યું હતું જે આજે પણ મોજુદ છે. કહેવાય છે કે ભોળાનાથ પોતે તેની રક્ષા કરે છે તે શિવલિંગની માથે જે છત્ર રાખેલું છે. તેના દર્શન માત્રથી પુણ્ય મળે છે. શિવ અને કાળભૈરવની આ કાશી નગરી છે. કાશી નગરી શિવજીનાં ત્રિશૂળ ઉપર રહેલી કહેવાય છે. કળીયુગનાં અંતમાં પણ આને કોઈ નુકશાન થવાનું નથી તેવું પણ કહેવાય છે આ કાશિ વિશ્વનાથને ચાર વાર નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ થયો. તેવું તેનું તેજ છે. અહલ્યાબાઈએ તેનું નવું નિર્માણ કર્યું હતું.

આનું શિવલિંગ સ્વયં ભૂ ઉત્પન્ન થયેલું છે. દુનિયાનાં પ્રાચિન મંદિરોમાનું આ એક ભૂતનગરી વાળી કાશિ-વારાણસીનું શિવમંદિર છે. પૃથ્વીની ઉત્પતિ સમયે સૂર્યનું પહેલું કિરણ, કાશિ, વિશ્વનાથ ઉપર પડયું હતું. એવું પણ માનવામાં આવે છે.

કાશી વિશ્વનાથ મંદિરનાં રહસ્યોઃ

૧) કાશી વિશ્વનાથ મંદિરનું શિવલિંગ - સ્વયંભૂ રીતે ઉત્પન્ન થયેલ છે. આ પ્રાકૃતિક રૂપથી ઉત્પન્ન થયેલ શિવલિંગ કોઈ માનવ સર્જીત નથી. સમય અને સમય અનુસાર તેના આકારનો પરિવર્તન થાય છે.

૨) આ મંદિરના ગર્ભમાં એક ગુપ્ત દરવાજો છે. જે હંમેશા બંધ રહે છે. જેને ખોલવાની આજ સુધી કોઈએ હિમ્મત નથી કરી.

૩) કાશીવિશ્વનાથ મંદિર મોક્ષનાં દ્વાર તરીકે પણ ઓળખાણ છે. એવી પણ માન્યતા છે કે અહીં મૃત્યુ સમયે સ્વયં શિવજી તેના કાનમાં 'રામ'નું નામ બોલે છે. આથી આ મંદિરનું સ્થાન મોક્ષ માટેની નગરી તરીકે પ્રસિધ્ધ છે.

૪) ગંગા નદી શિવજીનાં ઉત્તર સ્થાન તરફ વળે છે એક માન્યતા એવી પણ છે કે ગંગા નદી જ્યારે વહી રહી ત્યારે તેને ઉત્તર તરફ જોવાની ઇચ્છા થઈ જેથી તેની દિશા ઉત્તર તરફ પણ વળે છે.

૫) આ મંદિરને દ્વંશ કરવા માટે ચાર વાર પ્રયત્નો થયા છતાં પણ તે ત્યાં સ્થિર છે. જેની ઉપર સુવર્ણનું પ્રતિક રાજા રણજીતસિંહ દ્વારા સ્થપાયેલ છે. રણજીતસિંહ રાજાએ આ મંદિરમાં સોનાનું દાન કર્યું હતું. જેથી એને સુવર્ણમંદિર પણ કહે છે.

૬) કાશિ-વારાણસિ મંદિર ભગવાન શિવજીનાં ત્રિશૂળ ઉપર સ્થિત છે. કાશીને અજર-અમર નગરી તરીકે પણ ઓળખાય છે.

૭) કાશીમંદિર જ્યારે ઔરંગઝેબ દ્વારા તોડવાનો પ્રયત્ન કર્યો ત્યાં રહેલ એક કૂવામાં શિવલિંગને રાખી સુરક્ષિત રખાયું હતું. તે કૂવો પણ આજે ત્યાં મોજુદ હતો. તે કુવાને 'જ્ઞાનવાપી' કૂવા તરીકે ઓળખવામાં આવે છે. તે ખૂબપવિત્ર મનાય છે.

૮) કાશીના મંદિર પાસે એક 'ધન્વન્તરિ' નામનો  કુવો પણ છે. કહેવાય છે કે ત્યાંનું પાણી કોઈપણ માંદો માણસ પીવે તો તે માંદગીમાંથી મુક્ત થાય છે. આ કૂવા પાસે ભગવાન ધન્વન્તરિએ ખૂબ તપશ્ચર્યા કરી હતી. તેના આઠ ઘાટોમાં જુદા જુદા ઉપયોગી પાણી રહે છે.

૯) કાશી વિશ્વનાથ મંદિરમાં પાંચવાર આરતીઓ થાય છે. આ પરંપરા ૫૫૦ વર્ષથી અધિક જૂની છે.

૧૦) ત્યાં કાળભૈરવનું મંદિર પણ આવેલું છે. જ્યોતિલિંગના દર્શન પછી કાળભૈરવના દર્શન કરવાથી શ્રદ્ધા પૂરી થાય છે. ઔરંગઝેબે જ્યારે આ કાળભૈરવ મંદિર તોડવાનો પ્રયત્ન કર્યો ત્યારે અનેક પાગલ કૂતરાઓ આવીને તેના સૈનિકોને કરડવા લાગ્યા હતા. જેથી ઔરંગઝેબના સૈનિકો પાગલ થઈ એક બીજાને કરડવા લાગ્યા હતા. આ જોઈને ઔરંગઝેબ આ કાળમંદિરને તોડવાનો વિચાર બદલીને પાછા ફર્યા હતા.

૧૧) કાશી મંદિરની બાજુમાં એક અન્નપૂર્ણા મંદિર પણ છે. એક દુષ્કાળ સમયે શિવજીએ પ્રજા માટે માં અન્નપૂર્ણા પાસે ભિક્ષા માંગી હતી. ત્યારે માં અન્નપૂર્ણાએ શિવજીને વચન આપ્યું હતું. આજ પછી કાશીમાં કોઈ ભૂખ્યું રહેશે નહીં. આ અન્નપૂર્ણામાનું મંદિર ચિત્ર-વિચિત્રોથી સણગારીત છે.

૧૨) આ મંદિર તાંત્રિક વિધિઓ માટે પણ પ્રસિધ્ધ છે. આ મંદિરનાં ચાર પ્રમુખ દરવાજા છે. ૧) શાંતિદ્વાર ૨) કલાદ્વાર ૩) પ્રતિષ્ઠદ્વાર ૪) નિવૃતિદ્વાર. આખી દુનિયામાં આ એક શિવજીનું મંદિર છે જ્યાં શિવ અને પાર્વતી સાથે (શિવ-શક્તિ) વિદ્યમાન છે. કાશિમાં એક અદ્ભૂત પાણીનો કુંડ પણ છે. જેના માટે એવી માન્યતા છે કે આ કુંડમાં પાણી પાત્તાળ લોકમાંથી આવે છે. આને સૂર્યકુંડ પણ કહે છે.

૧૩) કાશીમાં એક શનિદેવનું મંદિર પણ છે. જ્યાં શનિદેવ શિવજીને શોધતા શોધતા ત્યાં પહોંચ્યા હતા. શિવજીને તેને મળવાની અનુમતિ નહીં આપતા તેઓ કાશીમંદિરની બહાર સ્થિત થયા હતા.

૧૪) કાશી વિશ્વનાથમાં અખંડ જયોતિ પ્રગટી રહી છે. જેની આ જ્યોતિ સ્વયં ભગવાન શિવજીની કૃપાથી ચાલી રહી છે. તેવું મનાય છે. તે જ્યોતિ શિવજીની જયોત મનાય છે.

૧૫) ઉત્તર કાશીનું મહત્ત્વ: ઉત્તર કાશીમાં પણ શિવલિંગ છે. જે ઉતરાખંડમાં આવેલ આ શિવલિંગ દક્ષિણ તરફ નમેલુ છે. આની એક પૌરાણિક કથા પણ છે કે માર્કન્ડઋષિને કોઈ સંતાન ન હતું. તેથી તેણે તેની પત્નિની સાથે શિવજીની ઘોર તપશ્ચર્યા કરી હતી. તે તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ શિવજી પ્રાગટય થયા હતા ત્યારે શિવજીએ તેને આશિર્વાદ આપી કહ્યું કે તમને એક ગુણવાન મહાન પુત્ર થશે પરંતુ તેનું આયુષ્ય ૧૬ વર્ષનું જ હશે. થોડા સમય પછી તેને ત્યાં એક સુશીલ-ગુણવાન પુત્રનો જન્મ થયો. જેનું નામ માર્કણ્ડંય રાખવામાં આવ્યું. પરંતુ જ્યારે તેમની ઉંમર ૧૬ વરસની થઈ ત્યારે યમરાજ તેને લેવા આવ્યા. જે મૃત્યુ જયમંત્રના જાપ કરતા હતા. યમરાજને જોઈ તે શિવલિંગને ભેટી ગયા અને શિવની આરાધના કરવા લાગ્યા. જેથી શિવલિંગ સ્હેજ દક્ષિણદિશા તરફ નમી ગયું. શિવજી તે ભક્તને જોઈ પ્રસન્ન થઈ ગયા અને યમરાજને પાછા જવાનું કહ્યું. અને શિવજીએ તે બાળકને જીવન આપ્યું.

૧૬) ત્યાં એક મોટું ત્રિશૂળ પણ પૂજાય છે. કહેવાય છે કે માં દુર્ગાએ મહિષાસુર રક્ષસનો વધ કરીને ત્રિશૂળ ફેંકી દીધું હતું. તે ત્યાં સ્થપાયું છે. આ ત્રિશૂળ પણ રહસ્યમય દિવ્ય સ્વરૂપ મનાય છે. આના સ્પર્શ માત્રથી કંપન થાય છે.

'શિવપુરાણમાં શિવજી પોતે કહે છે કે આમાં પાશુપતિયોગ એનુ શ્રુતિઓ દ્વારા પ્રતિપાદન થયું છે. આ નગરી ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર છે. મને વારાણસી પુરીમાં નિવાસ કરવાનું મને સદાયે ખૂબ ગમે છે. સારૃં લાગે છે. જે કારણે હું બધું જ છોડીને કાશીમાં રહું છું. અહીં મરનારાને બધાને હું મોક્ષ આપું છું. ગમે તે હોય, ગમે તે રીતે તે મૃત્યુ પામે એને માટે અહીં મોક્ષની પ્રાપ્તિ સુનિશ્ચિત છે. પ્રારબ્ધ કર્મો પણ અહીં ક્ષય થઈ જાય છે. (શિવપુરાણ કોટિરુદ્ર સંહિતા)

પ્રભુનાં મસ્તિકના હલનથી એક કાનમાંથી મણિ ત્યાં પડયો. તેથી તે સ્થાન 'મણિકર્ણિકા' તરીકે પણ મહાન તીર્થ તરીકે ઓળખાય છે. જેમની ક્યાંય ગતિ થતી નથી એમના માટે વારાણસીપુરી જ ગતિ છે. (શિવપુરાણ).

'કર્મોનું કર્ષણ કરવાથી જ આ પુરીને 'કાશી' કહે છે. કાશીમાં 'અવિમુક્તેશ્વર' લિંગ સદા બિરાજમાન છે. જ્યાં સર્વોત્તમ મુક્તિ સુલભ થાય છે.

'કાશિ' નગરી સદાશિવ ભગવાનની અતિ પ્રિયનગરી છે. મનુષ્યોનાં કર્મોને પવિત્ર કરવાવાળી નગરી છે. સનાતન ધર્મની રાજધાની ગણવામાં આવે છે. મહાશિવરાત્રીનાં દિવસે ત્યાં પંચકોષી યાત્રા કરવામાં આવે છે. કાશીની પંચકોષી યાત્રાથી બધી ઇચ્છાઓ પૂરી થાય છે. ચારેય પુરુષાર્થ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ આ ચારેય પુરૂષાર્થો જે શાસ્ત્રમાં માનવજીવન માટે બતાવ્યા છે તે ચારેયની સિધ્ધિકાશી યાત્રાથી પૂર્ણ થાય છે. જીવન સફળ બને છે. આની યાત્રા તે અસાધારણ યાત્રા છે. કાશીના કાળભૈરવ એ શિવજીનો જ અંશ છે તે રંગે તીવ્રકાળા રંગ નાં હોવાથી કાળ ભૈરવ કહેવાણા. જેને શિવજીએ પ્રગટ કર્યા હતા. શિવજી જયારે ધ્યાનમાં બેસે છે. ત્યારે કાળભૈરવ તેના ભક્તોનાં કાર્યો કરે છે. જ્યારે ભક્ત શિવમંદિરમાં પ્રવેશ કરે ત્યારે જ તેના દુઃખોને કાળભૈરવ ભક્ષણ કરી લે છે. કાળ ભૈરવ પણ શિવભક્તોનાં દરેક દુઃખોને નિર્મૂલ કરે છે આમ કાળ ભૈરવ શુભમય છે.

આ રીતે કાશી નગરી મનુષ્યોનાં પાપ કર્મોનાં નાશ કરનારી-મોક્ષદેનારી ત્યાંનું મુક્તેશ્વર લિંગ મુક્તિ પ્રદાન કરનારૃં છે. કારણકે ત્યાં સદાશિવનો નિવાસ છે અને તેની અતિ પ્રિય નગરી તે કાશી છે.

જય હર હર મહાદેવ હર

- ડો.ઉમાકાંત.જે.જોષી


Google NewsGoogle News