''કર્મ અને ભાગ્યઃ'' .
કર્મયોગીની પ્રશંસા કરતા ગીતાના પાંચમાં અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને ઉદ્દેશી રહી રહ્યા છે. કર્મયોગી સંસારના બંધનમાંથી મુક્ત ભાવને લીધે કમળના પાંદડા પર પડેલા પાણીના ટીપાની માફક સંસારમાં બંધન મુક્ત ભાવને લીધે જીવન પસાર કરે છે. કર્મ અને ભાગ્ય સીક્કાની બે બાજુ જેવા પુરક છે. જો આત્માનંદમાં રહી કર્મ કરીએ તો તે કર્મ-સન્યાસી બની જાય છે. શરત માત્ર ફળની અપેક્ષા વિના સાક્ષી ભાવે કર્મ કરવું. ભાગ્યના આધારે આળસ પ્રમાદથી ઘરમાં બેસી રહેવાથી કર્મનો ત્યાગ કરવાથી અનેક ઈચ્છાઓ અને આસક્તિનો ભોગ બને છે. ભાગ્યના ત્યાગમાં બધા જીવો અનંત આત્મપદનો સુખનો અનુભવ થાય છે. અને જીવ માત્ર પરમાનંદ રૂપ ચૈતન્યના પોતાના મૂળ સ્વરૂપમાં લીન થાય છે. ભગવાન પણ કાર્યશીલ કર્મયોગીની પ્રશંસા કરતા યુદ્ધના પ્રસંગોમાં કર્મ કરવાની કુશળતા બતાવે છે. હું યુદ્ધ નહીં કરું મારા ભાગ્યમાં જે હશે તે પ્રાપ્ત હશે એવું નથી કહેતો. મનથી કરેલું કર્મ સમત્વ-બુદ્ધિયોગ છે. હે... અર્જુન તું અહંકાર વગર કર્મ કર તું પુર્ણતા પ્રાપ્ત કરી શકીશ ગીતામાં ભગવાને કર્મનું બહુ જ પાલન કરવાનું મહાત્મ્ય સમજાયું છે. કર્મ કર્યા વગર જીવવું મુશ્કેલ છે. તું ભાગ્યના આધારે બેસી ના રહે તારુ કર્તવ્ય શું છે તે જાણ.
દષ્ટાંતો સિદ્ધાંત અનુસાર ગોઠવાય છે. ભલે દષ્ટાંતો વ્યવહારને સ્પર્શતા હોય પણ બુદ્ધિમાં જ્ઞાાનનો પ્રકાશ થાય તે માટે બતાવવામાં આવ્યા છે જે સમજીએ. મોટાભાગે બેંકમાં લોકર તો બધાને હોય. તેમાં મેનેજર એક ચાવી આપણા લોકરની તેની પાસે અને બીજી ચાવી આપણને આપે છે. હવે મેનેજર તેની ચાવીથી લોકર ખોલવા ગમે તેટલો પ્રયત્ન કરે તો તેમાં સફળતા ના જ મલે. જ્યાં સુધી આપણે આપણી ચાવી લગાવીએ નહીં ત્યાં સુધી આપણું લોકર ના ખુલે.
એવી જ રીતે મેનેજર ભગવાન છે આપણા ભાગ્યની ચાવી તે રાખે છે અને કર્મની ચાવી આપણી પાસે છે. ભગવાન અમારા ભાગ્યનું તાળુ તેમની ચાવીથી ના ખોલી શકે, જ્યાં સુધી અમારા કર્મની ચાવી ના લગાવીએ મતલબ અમો કર્મ ના કરીએ ત્યાં સુધી ભાગ્ય ના ખૂલે. કર્મ કરીએ તો જ ભાગ્ય ખૂલે કર્મ અને ભાગ્યની બંને ચાવીનો સમનવય થાય ત્યારે ભાગ્યનો ઉદય થાય. ગમે તેવા જ્ઞાાની મહાપુરુષો શાસ્ત્રો, પાઠ, પુત્ર, ધ્યાન, ધારણા સમાધી કરતા જ હોય છે પણ કર્મ તો કરવું જ પડે. વાત સામાન્ય પણ ગંભિર ગંભીર છે. દેવો પણ સારી સૃષ્ટિમાં જીવ પ્રાણી માત્ર ચોવીસે કલાક કર્મ કરે છે.
- વસંત આઈ. સોની