Get The App

જોષી મઠ .

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
જોષી મઠ                                                                          . 1 - image


હિં દુઓની પ્રસિદ્ધ જોષી મઠ અથવા જ્યોર્તિ મઠ ભારતના ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલ નગર છે. - ૮મી સદીમાં આદિ શંકરાચાર્યે તેની સ્થાપના કરી હતી. તેઓએ અહીં એક શદતૂતના (સંદુર) વૃક્ષ નીચે તપ કર્યું, અહીં તેમને જ્યોતિ અથવા જ્ઞાાનની પ્રાપ્તિ થઈ. તેથી તેને જ્યોર્તિમઠ નામ આપ્યું. ત્યાં તેઓએ પોતાના શિષ્ય ટોટકા (ટોટકાચાર્ય) ને આ ગાદી સોંપી દીધી. તે જ્યોતિર્મઠના પહેલા શંકરાચાર્ય હતા.

તેઓએ ચાર મઠોની સ્થાપના કરી.

(૧) શ્રુંગેરી મઠ ભારતના દક્ષિણમાં ચિકમંગલુરમાં આવેલ છે. (૨) ગોવર્ધન મઠ ભારતના પૂર્વ ભાગમાં ઓરિસ્સા રાજ્યમાં જગન્નાથપુરીમાં આવેલ છે. (૩) શારદા મઠ (કાલિકા) ગુજરાતમાં દ્ધારકાધામમાં આવેલ છે.

(૪) જ્યોર્તિ મઠ ઉત્તરાચલના બદ્રિનાથમાં આવેલ છે. દેશના ચાર મઠોના ચાર શંકરાચાર્ય છે. જ્યોતિર્મઠમાં પૂજાવા વાલા ભગવાન નારાયણ અને શક્તિ-પૂર્ણગિરિ છે. હાલમાં શંકરાચાર્ય અવિમુકતેશ્વર છે.

લગભગ ૮૦ વર્ષ પહેલાં સ્વામી બ્રહ્માનંદસરસ્વતીએ આ ઈમારતનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. જોષી મઠની જમીન ઘસવાના કારણે લોકોમાં એક સવાલ હતો કે જોષી મઠનું શું થશે ? પરંતુ આ દુર્ઘટના વચ્ચે પૌરાણિક ઈમારત ગર્વભેર ઊભી. એક પણ તિરાડ જોવા ન મળી. હાલમાં આ ઈમારતની વ્યવસ્થા સંભાળી રહેલા સ્વામી રામાનંદ સરસ્વતી મહંતે જણાવ્યું કે રિનોવેશન બાદ આ ઈમારત આજદિન સુધી સુરક્ષિત છે.

જોષી મઠને બદ્રિનાથની શીત કાલીન ગાદી કહેવામાં આવે છે. આનું કારણ એ છે કે શિયાળામાં બદ્રિનાથના કપાટ બંધ થયા પછી બદ્રિ વિશાલની મૂર્તિ ને જ્યોર્તિ મઠના વાસુદેવ મંદિરમાં રાખવામાં આવે છે.

જ્યોર્તિમઠ આદિ શંકરાચાર્યના કારણે પ્રસિધ્ધ છે. જ્યોર્તિમઠને સ્વર્ગનું દ્ધાર કહેવાય છે. પાંડવોએ રાજપાટનો ત્યાગ કરીને સ્વર્ગે જવાનો નિશ્ચય કર્યો તો તેઓએ જ્યોર્તિમઠથી જ પહાડોનો રસ્તો પસંદ કર્યો. બદ્રિનાથની પાસે પાંડેકેશ્વરને પાંડવોનું જન્મસ્થળ બતાવવામાં આવે છે. બદ્રિનાથ પછી માણાગાંવ પસાર કરી એક શિખર આવે છે. જેને સ્વર્ગારોહિણી કહેવામાં આવે છે. અહીંથી જ પાંડવોએ યુધિષ્ઠિરનો સંગાથ છોડવાનું શરૂ કર્યું હતું. અને આખરે એક કુતરો જ યુધિષ્ઠર સાથે સ્વર્ગ સુધી ગયો હતો. તે કારણે જ્યોતિર્મઠને સ્વર્ગનું દ્ધાર કહેવામાં આવે છે. જોકે વાસ્તવમાં જ્યોર્તિમઠને સ્વર્ગનું દ્વાર એ માટે કહેવામાં આવે છે કે જ્યોર્તિમઠને પસાર કર્યા પછી ફુલોની ઘાટી આવે છે. અને બરફના કેરાની શરૂઆત થઈ જાય છે આ કારણે પણ જ્યોર્તિમઠને સ્વર્ગનું દ્ધાર કહેવામાં આવે છે.

- યજ્ઞોશચંદ્ર એચ. દોશી

Dharmlok

Google NewsGoogle News