જયા પાર્વતી વ્રત .
- જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છ, અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. જે આ વર્ષે 3 જુલાઈથી શરૂ થાય છે. વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે
ભા રતમાં જ્યારે સ્વદેશી ચીજોના વપરાશ અને આત્મનિર્ભર બનાવની વાત ચાલે છે ત્યારે ભૂંસાતી જતી ધાર્મિક પરંપરાઓ અને વ્રત-પૂજન વગેરેને પણ ફરી પુનર્જીવીત કરવાની જરુર છે. સમયના વહેણમાં જયા પાર્વતી જેવા વ્રતો ભૂંસાઇ રહ્યા છે. મોટા શહેરોમાં તેમનું નામ નિશાન જોવા મળતું નથી. ગામડાઓમાં લોકો આવા વ્રત કરતાં લોકો કરતાં જોવા મળે છે. મંદિરો અને ધર્મ સંસ્થાઓે વ્રતોની પરંપરા ફરી શરૂ થાય તે માટે પ્રયાસો કરવાની જરુર છે. પૌરાણીક વ્રતો પણ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે.
પૌરાણીક વ્રતો વર્તમાન ટેન્શન ભર્યા જીવનમાં હિલીંગ ટચ આપી શકે છે અને ભગવાનમાં મજબૂત વિશ્વાસ પણ ઉભો કરી શકે છે.
જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છ, અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. જે આ વર્ષે ૩ જુલાઈથી શરૂ થાય છે. વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે, આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતિ સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ગ સુધી કરે છે. આ વ્રતને ગણગૌર, મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતિનું વરદાન પ્રાપ્ત થાય છે. તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે. આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી 'જય જય ગિરીબર રાજ કિશોરી' પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી, અને માતા પાર્વતી એ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું.
વ્રતની વિધિ :
અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણા કરવા.
ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું.
શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો.
સૌ પ્રથમ ગણેશપૂજા કરી પછી શિવ પાર્વતીને કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી, જેમાં જવેરાની પૂજા પણ મહત્વની છે.
કોઈપણ ઋતુ ફળ અથવા નારિયેળ અર્પણ કરવા.
પછી વિધિ વિધાનથી ષોડપચાર પૂજન કરવું.
માતા પાર્વતીનું ધ્યાન કરી સીતા સ્તુતિ કરવી.
ત્યાર બાદ આરતી કરી બ્રાહ્મણને ભોજન કરાવવું અને ઈચ્છા અનુસાર દાન કરવું.
- પ્રાર્થના રાવલ