Get The App

જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય શ્રી વૃંદાવન શ્રી વનચંદ્ર

Updated: Apr 27th, 2023


Google NewsGoogle News
જય રાધા વલ્લભ શ્રી હરિવંશ જય શ્રી વૃંદાવન શ્રી વનચંદ્ર 1 - image


વ્ર જ લાડીલા નંદનંદન પ્રભુ શ્રીકૃષ્ણ જ્યારે શ્રી ગોકુલની બાળલીલાઓ પ્રગટ કરીને કંસે યોજેલા ધનુયજ્ઞા પ્રસંગમાં અક્રૂરજીના રથમાં બિરાજીને મથુરા પ્રસ્થાન કરતા હતા ત્યારે વ્રજવાસીઓ પ્રભુને વિદાય થતા જોઈ અતિ વ્યાકુળ બની ગયા હતા. ગોપીજનો ચારેબાજુથી રથને ઘેરીને પ્રભુને ન પધારવા વિનવતા હતા. અમુક ગોપીજનો રથની આગળ સૂઈ ગયા હતા. જ્યારે શ્રી રાધાજી તો મૂર્છિત બની ગયા હતા.

ત્યારે પ્રભુએ રથમાંથી નીચે પધારી તેઓને શુદ્ધિમાં લાવી મનાવ્યા હતા અને પ્રાણપ્યારી વાંસળી શ્રીરાધાજીને આપી હતી એ જ વાંસળીએ કલિયુગમાં ભગવદ્ ઇચ્છાથી એક દિવ્ય અવતાર ધારણ કર્યો હતો. જેઓ શ્રીહરિની વાંસળીથી પ્રગટ થયેલા તેથી નામ પડયું શ્રી હરિવંશ મહાપ્રભુ. ઉત્તર પ્રદેશના 'બાદ' ગામે વૈશાખ સુદ-૧૧ના પવિત્ર દિને પુનિત પ્રાગટય થયું હતું. મહાપ્રભુ વલ્લભના તેઓ સમકાલીન હતા બંનેનો વ્રજ પ્રવેશ એક જ સમયે થયો હતો. શ્રીવલ્લભે શ્રીકૃષ્ણની લીલાના સ્થાનો પ્રગટ કર્યા અને શ્રીહરિવંશજીએ શ્રીરાધાજીના લીલા સ્થાનો પ્રગટ કર્યા. શ્રી રાધાવલ્લભ હિત સમાજ સમગ્ર ગુજરાતમાં પથરાયેલો છે. ખાસ કરીને સાદરા, પાનસર, ઝુલાસણ, કડવા પોળ, ડબગરવાડ, સારંગપુર અને મણિનગરમાં આ સંપ્રદાયના મંદિરો આવેલા છે. જ્યાં આ દિવસે શ્રી હિતહરિવંશચંદ્ર મહાપ્રભુજીનો પ્રાગટય દિન ધામધૂમથી ઉજવાય છે. સૌ રસિકજનો એમાં ઓતપ્રોત થઈને ધૂન મચાવે છે. શ્રી વૃંદાવન રાધે રાધે, સેવાકુંજ મેં રાધે રાધે, પ્રેમ સે બોલો રાધે- રાધે... સૌ વૈષ્ણવોને જય જય શ્રી રાધે...

- મુકેશભાઈ ભટ્ટ

Dharmlok

Google NewsGoogle News