રસ ભગવાનમાં છે કે ભોગ વિલાસમાં ?
- જીવનની સારી-નરસી ઘટનાઓ માટે ઈશ્વર જ જવાબદાર છે તેવી લાગણી ઘણીવાર માણસને થાય છે. મનમાં જ મનમાં તે નારાજ પણ થાય છે. જો આપણા જીવનમાં ઈશ્વરનું સ્થાન ટોચ ઉપર હોય તો આવી નારાજગી પણ વ્યાજબી ગણાય છે
સંજોગો પ્રમાણે જે દિવસથી માણસ જવાબદાર બને છે તે દિવસથી જ તેને સુખ અને દુ:ખનો અનુભવ થવાની શરૂઆત થઈ જાય છે. દરેકને સુખ ક્ષણિક લાગે છે, દુ:ખ વધુ લાગે છે. અન્યાય, અવગણના, છળકપટ, વિરહ, ભય કે અતિશય વેદનાથી ઘેરાયેલા માણસ જાતને લાચાર અનુભવે છે ગમે તેટલા અંગત સંબંધો હોવા છતાં તેને એકલું... એકલું લાગે છે. 'આ દુનિયામાં મારૃં કોઈ નથી' - ની માનસિક્તા તેને પીડે છે. આવી નાજુક પળોમાં માણસ ઈશ્વર, પ્રભુ, ગોડ, અલ્લાહ, ચૈતન્યદાયી શક્તિના શરણે જાય છે. કોઈ ભલે મને ના સમજે, મારો ભગવાન જરૂર મને સમજશે ! તે ભક્તિ કરે છે, ધ્યાન ધરે છે, આરાધના કરે છે. બસ, આ અસહ્ય દુ:ખમાંથી છૂટકારો મળે, મુક્તિ મળે !
શ્રીમદ્ ભગવદ્ગીતા જ્ઞાન વિજ્ઞાન યોગ (૭/૧૬)માં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે "ચતુર્વિધા ભજન્તે માં જના: ....... જ્ઞાની ભરતર્ષભ" હે અર્જુન, ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે. આર્ત, જિજ્ઞાસુ, કશીક ઈચ્છાવાળો અને જ્ઞાની (૧) આર્ત એટલે દુ:ખી. જે રોગ અથવા દુ:ખથી પીડાતો હોય અને તે દૂર કરવા પ્રભુને અતિ કરૂણભાવથી યાદ કરતો હોય. (૨) જે રાત-દિવસ પ્રભુને શોધવા પ્રયત્નો કરતો હોય તે જિજ્ઞાસુ. (૩) જે સાંસારિક પદાર્થોની (ધન, પદ, બાળક, મિલકત, જીત અથવા કોઈપણ જાતની ઈચ્છાપૂર્તિ માટે) પ્રભુને યાદ કરતો હોય તે અર્થાર્થી. (૪) જે કોઈપણ પ્રકારની ઈચ્છા વિના પ્રભુ સિવાયનું કશું જાણવાની ઈચ્છા વગર પ્રભનું ભજન કરવું એ જ મારૃં જીવન છે એમ સમજી રાત દિવસ પ્રભુ ભજનમાં લીન રહે તે જ્ઞાની ભક્ત. મોટેભાગે દુ:ખી અને કંઈક મેળવવાની ઈચ્છાવાળો માણસ તરત મોટેભાગે દુ:ખી અને કંઈક મેળવવાની ઈચ્છાવાળો માણસ તરત ઈશ્વરને શરણે જાય છે. તેને પીડામાંથી મુક્તિ જોઈએ છે.
હવે જ્યારે સતત આરાધનાથી તેના મનની ઈચ્છા પુરી થાય ત્યારે તે કેટલો ખુશ થાય છે ! જાણે કોઈ તેને ઝાકળથી સુખદ શીતળતા બક્ષી રહ્યું હોય. જાણે કોઈ તેને ઝાકળની સુખદ શીતળતા બક્ષી રહ્યું હોય. જાણે અતિશય તાપમાં કોઈ શ્રાવણની ઝરમર વરસાવી રહ્યું હોય, જાણે અતિશય તાપસમાં કોઈ શ્રવણની ઝરમર વરસાવી રહ્યું હોય, 'સુખ જ સુખમાં તે હોય છે પણ ઈચ્છાપૂર્તિ થયા પછી માણસની ઈશ્વર પ્રત્યેની આસ્થા કેટલી ટકે છે ? લગભગ ઘણાને તેનો અનુભવ થયો હોય છે. ભક્તિમાં પહેલાં જેટલી તીવ્રતા રહેતી નથી. સતત ભાવ રહેતો નથી. છેવટે માણસને શેમાં રસ છે ? ભગવાનમાં કે ભગવાન દ્વારા મળતા સુખમાં-ભોગ વિલાસમાં ? શું ભગવાનને એટલે યાદ કરાય છે કારણ કે તેમના મારફતે હજુ કંઈક વધારે સુખ મળવાની આશી છે ? શું ભજવાનું એટલે પ્રિય લાગે છે કારણ કે તે આપણી ઈચ્છાપૂર્તિ કરી આપે છે ? ભગવાન કે ભોગ વિલાલમાંથી કોઈ એકની પસંદગી કરવાનો સમય આવે ત્યારે એવી સ્થિતિમાં આપણે શું કરીએ ?
જ્યારે મહાભારતનું યુદ્ધ થશે જ એવી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે ભીષ્મ, વિદુરજી, ધૃતરાષ્ટ્ર, ગાંધારી સૌ દુર્યોધનને સમજાવે છે. ઉદ્યોગપર્વમાં સંજય વારંવાર શ્રી કૃષ્ણની મહત્તા યાદ અપાવે છે. "એક તો વા જગત... કૃત્સ્નાદવિષ્ઠિતો જર્નાદન: (૬૮/૭ યાન સંધિપર્વ) એક બાજુ આખું જગત હોય અને બીજી બાજુ એકલા શ્રી કૃષ્ણ હોય તો પણ એ વાત નક્કી સમજવી કે બળની દૃષ્ટિએ ભગવાન જનાર્દન જ સંપૂર્ણ જગતથી શ્રેષ્ઠ સિદ્ધ થવાના." હજુ આગળ કહે છે "કાલસ્ય હિ...." હે રાજન્, એક માત્ર શ્રીકૃષ્ણ જ કાળ, મૃત્યુ તથા સચરાચર જગતના સ્વામી અને શાસક છે." આટઆટલું જાણ્યા પછી પણ દુર્યોધન શ્રી કૃષ્ણને 'ભગવાન' માનવા, તેમને સ્વીકારવા તૈયાર નથી. તેને શ્રી કૃષ્ણ 'ભગવાન' છે કે નહિ એની સાથે કોઈ લેવાદેવા નથી. તેને તો હસ્તિનાપુરની ગાદીમાં અને બધું જીતીને ભોગ વિલાસમાં રસ છે.
માટે જ દ્વારકામાં શ્રી કૃષ્ણ પાસે તે અક્ષૌહિણી સેના મેળવીને જાણે યુદ્ધ જીતી ગયો એટલો ખુશ થાય છે. અર્જુને શ્રી કૃષ્ણને માગી લીધા એટલે તે અર્જુનને 'બુધ્ધુ' સમજે છે. મેદાન પર નહિ લુટનારા, હથિયાર વગરના શ્રી કૃષ્ણ ખુદ 'ભગવાન' હોય તોય શા ખપના.' નજર સામે રૂબરૂ સાક્ષાત શ્રી કૃષ્ણ ઊભા હોય અને પસંદગી કરવાની હોય તો સાચો ભક્ત ભગવાન સિવાય બીજું કશું ના માગે. દુર્યોધન જેવા અસુરો જ બલાબલની પસંદગી કરવા રોકાય.
માનવજાતની કુશળતા ઈચ્છતા શ્રી કૃષ્ણ જ્યારે વિષ્ટી (સમાધાનકારી વાતચીત) કરવા હસ્તિનાપુર પહોંચે છે ત્યારે પાંડવો માટેની માગણી માટે જેમ જેમ ઊતરતા જાય છે તેમ તેમ દુર્યોધન વધુને વધુ ઉન્માદી બનતો જાય છે. યુદ્ધ કર્યા વગર સોયની અણી પર ટકી શકે એટલી જમીન પણ આપવા તૈયાર થતો નથી. ત્યારબાદ મહાભારતનું યુદ્ધ થાય છે. કૌરવોની હાર થતી જાય છે. ઘણા યોદ્ધાઓના પ્રાણ અંતિમ શ્વાસ લે છે. દુર્યોધન હાર સહન કરી શકતો નથી. તે ખિજાય છે. હજુ તેને શ્રી કૃષ્ણનો મહિમા સમજાતો નથી. શલ્પપર્વમાં (૨૩ થી ૨૬) તે શ્રી કૃષ્ણને અતિ તુચ્છ શબ્દોમાં ખૂબ જ અપમાનજનક રીતે સંબોધે છે. "તેં જ, તેં જ કારસ્તાન કરીને અધર્મપૂર્વક યુદ્ધ લડાવીને અમારો નાશ કરાવ્યો છે. તને શરમ નથી આવતી. તું લજવાતો નથી ?"
જીવનની સારી-નરસી ઘટનાઓ માટે ઈશ્વર જ જવાબદાર છે તેવી લાગણી ઘણીવાર માણસને થાય છે. મનમાં જ મનમાં તે નારાજ પણ થાય છે. જો આપણા જીવનમાં ઈશ્વરનું સ્થાન ટોચ ઉપર હોય તો આવી નારાજગી પણ વ્યાજબી ગણાય છે પણ ઈશ્વરને જો આપણે સુખની હવેલીના બંધ દરવાજાની ચાવી સમજતા હોઈએ તો ગુસ્સો કે નારાજગી અસ્થાને છે. આપણા જીવનમાં ભગવાનનું સ્થાન - Priority - being first in time - કથા પગથિયા પર છે ? જીવનની બધી જરૂરિયાતોમાં પસંદગીના સ્થાને ભગવાનને પ્રથમ સ્થાને રાખનાર સરવાળે સુખી જ થાય છે. નક્કી આપણે કરવાનું છે - ભગવાન જોઈએ કે ભોગ વિલાસ ?
- સુરેન્દ્ર શાહ