Get The App

પુરુષોત્તમ માસમાં ભગવાનને પ્રસન્ન કરવા આપણે શ્રવણ ભક્તિ કરીએ

Updated: Jul 26th, 2023


Google NewsGoogle News
પુરુષોત્તમ માસમાં ભગવાનને પ્રસન્ન કરવા આપણે શ્રવણ ભક્તિ કરીએ 1 - image


આ પણા શાસ્ત્રોમાં નવ પ્રકારની ભક્તિનું વર્ણન કરવામાં આવેલું છે.

શ્રવણં કીર્તનં વિષ્ણોઃ સ્મરણં પાદસેવનં ।

અર્ચનં વંદન દાસ્યં સખ્યમાત્મનિવેદનમ્ ।।

(૧) શ્રવણ ભક્તિ (૨) કીર્તન ભક્તિ (૩) સ્મરણ ભક્તિ (૪) પાદસેવન ભક્તિ (૫) અર્ચન ભક્તિ (૬) વંદન ભક્તિ (૭) દાસ્ય ભક્તિ (૮) સખ્ય ભક્તિ (૯) આત્મનિવેદન ભક્તિ.

આ સર્વ ભક્તિમાં સૌથી પ્રાધાન્ય શ્રવણ ભક્તિને આપવામાં આવે છે. કારણ કે તે શ્રવણ ભક્તિ આવે તો બીજી વ્યક્તિ સરળતાથી વૃદ્ધિને પામે છે. તેથી જ હરિલીલામૃત ગ્રંથમાં કહેવામાં આવ્યું છે,

સત્સંગનો પાયો જ કથા છે. તે પાયો જેનો નબળો હશે તો તેની સત્સંગરુપી હવેલી અવશ્ય પડી જવાની છે. માણસ અન્નનો ત્યાગ કરીને કેટલા દિવસ જીવી શકે ? પાંચ-પંદર કે પચાસ દિવસમાં તેનું મૃત્યુ નિશ્ચિત છે. તેમ જેને ભગવાનને પ્રસન્ન કરવા તેના માટે શ્રવણ ભક્તિ- કથાવાર્તા અત્તિ આવશ્યક છે.

કહેશે કથા કોડે કરી, વળી સુણશે થઈ સાવધાન;

તેના મનોરથ પૂરશે, પ્રગટ શ્રીજી ભગવાન

માનવી સવારે નાસ્તો કરીને નીકળે તો, બપોરે અથવા સાંજે જમવાનું મોડું થાય તો વાંધો ના આવે. મોબાઈલને ચાર્જ કર્યો હોય તો આખો દિવસ વાંધો ન આવે. ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવીને નીકળો તો દિવસ દરમ્યાન મુસાફરીમાં વાંધો ના આવે તેમ આપણે ભગવદ્ કથાનું પાન નિત્ય કરીને સંસારમાં ફરીએ તો, સંસારના ફેર આપણને ના ચડે એટલે કે, તેના બંધનમાં આપણે લપેટાઈ ના જઈએ. તેની સામે આપણે લડી શકીએ. આપણો સત્સંગ - આપણા સંસ્કારો - આપણો સદાચાર - આપણી નીત્તિમત્તાને ડગાવનાર પ્રલોભનો સામે આપણે લડી શકીએ. પરંતુ કથાશ્રવણનું જો અંગ નહી હોય તો આજના પ્રલોભનો આપણને થોડી ક્ષણોમાં જ સદાચાર - સત્સંગમાંથી પાડી દે છે.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Dharmlok

Google NewsGoogle News