જીવનમાં શ્રાદ્ધનું મહત્વ .

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
જીવનમાં શ્રાદ્ધનું મહત્વ                                   . 1 - image


આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ અને આ જ શ્રદ્ધા સુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે. શ્રાદ્ધની જે પરંપરા છે એ સૃષ્ટિના આરંભમાં 'બ્રહ્માજી'એ શરૂ કરી હતી.

મહાભારત શાંતિ પર્વના દાન-ધર્માનુશાસન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે. યુધિષ્ઠિરે ભિષ્મ પિતામહને પ્રશ્ન પૂછયો કે, "હે પિતામહ યુધિષ્ઠિરને જણાવે છે કે, પિતૃઓનું સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભકાળે બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી.

શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌ પ્રથમ સૃષ્ટિ લોકમાં પ્રચલિત કરી છે. બ્રહ્માજીએ સૃષ્ટિ લોકમાં ઘોષણા કરી કે, "પિતૃઓને પિંડ દાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે." એ પછી મૃત્યુ લોકમાં સૌથી પહેલામાં પહેલું શ્રાદ્ધ 'નિમિ રાજા'એ કર્યું છે અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વીલોક ઉપર ચાલી આવી છે. શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુલોકમાં પણ થાય છે.

વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે. જેમકે ભાદરવા માસ - આખો મહિનો કે જેમાં શુકલ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે. હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે. શ્રાદ્ધ પક્ષમાં "કાગવાસ" નાંખવામાં આવે છે તેનું  પણ ખાસ મહત્વ છે. આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે બસ્સો વર્ષનંક છે, એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયાં છે એમ માનવામાં આવે છે, તેથી વાસ નાંખવાનો મહિમા છે, અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કાગડી સગર્ભા બનતી હોય છે.

આ કાગડીને પુરતું અન્ન મળી રહે અને એ તૃપ્ત થાય એના માટેની આ ઋષિ મુનિઓની એક વ્યવસ્થા છે કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય. વળી શાસ્ત્રોમાં એવો પણ એક મત છે - માન્યતા છે કે, કાગડાના ચરકમાંથી 'વટ વૃક્ષ' અને 'પીપળા'ના વૃક્ષનું સર્જન થયું છે. એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવાવાળું વૃક્ષ છે. તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય.

શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભી અને શરદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં દૂધ સેવનનું મહત્વ એટલા માટે છે કે આયુર્વેદની રીતે જોઈએ તો એસિડિટી જેવા રોગોનો પણ નાશ એ દૂધથી થાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે.

પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન-ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થતી હોય છે. શ્રાદ્ધમાં કયા કયો કર્મો કરવા ? તો જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં ક્લેશ-કંકાસ કરવો નહીં. પિતૃઓને શાંતિ પ્રિય છે. શ્રદ્ધા યુક્ત થઈ પિતૃ તર્પણ કરી આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી આપણા જીવનને કૃતાર્થ કરીએ.

પિતૃઓનું શ્રાદ્ધ કેમ કરીએ છીએ ?

શ્રદ્ધાથી જે અપાય તે શ્રાદ્ધ છે. શ્રાદ્ધ માટે પ્રવર્તતી માન્યતાઓ પ્રમાણે, શ્રાદ્ધ એટલે પિતૃઓના આત્માની શાંતિ માટે દાન-ધર્મ કરવાનો અવસર, કાગવાસ એટલે કાગડાને ખીર-પૂરી ખવડાવી પિતૃઓને તર્પણ કરવાનો અવસર. સ્વજનના મૃત્યુ પછી વારસ તરીકે સોળ વર્ષ શ્રાદ્ધ કરી ઋણ અર્પણ કરવાનો અવસર. પિતૃપક્ષ ૧૫ થી ૧૬ દિવસનો કાળ હોય છે. એવી માન્યતા પ્રવર્તે છે કે આ પખવાડિયામાં પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃઓ બહુ સંતુષ્ટ થાય છે. પણ શું પિતૃઓ સંતુષ્ટ ના થાય તો તેઓ આપણને નડે એ વાત સાચી છે?

પિતૃદોષની યથાર્થ સમજણ 

લૌકિક સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે દર વર્ષે શ્રાદ્ધના સમયે આપણા પિતૃઓ પાણી પીવા આવે છે. તેમના નામે ખીર-પૂરી કરીને મુકવામાં આવે છે. એવું મનાય છે કે પિતૃઓ કાગડા થઈને આવે અને જમીને જાય, એટલે તેઓ તૃપ્ત થાય અને તેમની મુક્તિ થાય. અહીં કોઈ પણ વિચારકને ઘણા પ્રશ્નો ઉભા થવા જોઈએ.

પિતૃઓ આપણને હેરાન શું કામ કરે ?

જે મા-બાપ, દાદા-દાદી આપણને લાડકોડથી ઉછેરીને મોટા કરે છે, તેઓ આપણને હેરાન કરવા પાછાં આવે એવું કેવી રીતે વિચારી શકાય ? આપણને ઘરમાં આર્થિક કે પારિવારીક મુશ્કેલી આવે તો આપણને દિલના કટકાની જેમ રાખનાર મા-બાપ, દાદા-દાદી, વડવાઓ ઉપર એનો આક્ષેપ કેવી રીતે આપી શકાય ? જ્યાં આપણા કર્મોનું ફળ આપણે સ્વતંત્ર રીતે ભોગવીએ છીએ, તેમાં મા-બાપના દોષ આપણને ભોગવવા પડે એ ક્યાંનો તર્ક છે ?

ઊલટું આવી માન્યતા મગજમાં ઘુસી જાય કે મારા બાપ-દાદાને કારણે મારા ઘરમાં ધનોતપનોત થયું તો આપણને અંદર કેટલું દુઃખ રહે અને બાપ-દાદા પ્રત્યે કેટલો દ્વેષ, અભાવ અને વેર ઉભાં થાય ! આપણા ક્રોધ-માન-માયા-લોભ જ આપણને અંદર નડે છે, બહારનું કોઈ નડવા આવતું નથી.

પિતૃઓ કોને કહેવાય ?

આત્મા એક દેહ છોડે કે તરત બીજી યોનિમાં જન્મ લઈ લે છે, એક સેકન્ડના વિલંબ વગર. તો જો આપણા મા-બાપ કે દાદા-દાદીને પિતૃ કહીએ, તો એ લોકો ક્યાંક અત્યારે જન્મી ચુક્યા છે. આપણે પોતે પણ પૂર્વભવમાં કોઈકના મા-બાપ, દાદા-દાદી હોઈશું. તો ખરેખર પિતૃ કોને કહેવાય ? આપણા પૂર્વજો આપણા પિતૃ કે આપણે કોઈકના પિતૃ ? આપણને યાદ છે કે આપણા ગયા ભવના છોકરાંઓ કોણ હતાં ? કે છોકરાંના છોકરાંઓ કોણ હતા ? આપણે એને નડવા ગયા ? તો આપણા પિતૃઓને પણ ક્યાં યાદ હશે કે જેથી તે આપણને નડવા આવે ?

સ્વજનના અંતિમ સમયે શું સાચવવું ?

કુટુંબમાં કે નજીકના કોઈ સ્વજન મોટી ઉંમરના હોય અને એમનો અંતિમ કાળ નજીક આવ્યો હોય ત્યારે જેવું એક બાળક સાથે કરીએ તેવું ખુબ પ્રેમથી એમની સાથે ડિલિંગ કરવું જોઈએ. કારણ કે, ઘડપણ અને બાળપણ બેઉ સરખા જ છે. નાનું એક-દોઢ વર્ષનું બાળક હોય એને આપણે કેટલું સાચવીએ ! એવી રીતે વડીલોને એમના અંતિમ સમયે સાચવવા જોઈએ. નાનું છ-બાર મહિનાનું બાળક ઝાડા-ઉલ્ટી કરી નાખે, હાથ-પગ મારે, હાથમાં દૂધની બાટલી હોય એને લાત મારે ને કૂટી જાય તોય આપણે ગુસ્સે થતા નથી. ત્યાં આપણને સમજાય છે કે, "કશું નહીં, બાળક છે. એને સમજણ નથી પડતી." તે જ રીતે મોટી ઉંમરની વ્યક્તિ તેના અંતિમ સમયે નાના બાળકની જેમ જીદ કરે, માને નહીં તો આપણે એમના ઉપર જરાય અકળાવું ન જોઈએ. તેઓ ભાવતી વસ્તુ ખાવાની માંગણી કરે તો "શું ખા ખા કરો છો, તબિયત સાચવો !" એવું કહીને ગુસ્સે બિલકુલ ના થવું જોઈએ. ઊલટું, એમને ભાવે એવું અને તબિયત માટે હિતકારી હોય એવું પ્રેમથી બનાવીને જમાડવા જોઈએ. એમને સાચવવાનું મહત્વ એટલા માટે છે કે જેથી અંતિમ સમયે એમની અંદરની પરિણતિ ના બગડે. એટલે એમને જરાય દુઃખ, અભાવ કે દ્વેષ ઊભો ના થાય, ઊલટું એ આનંદમાં રહે એવું કર્યા કરવું જોઈએ. એવી સરસ સેવા કરીએ કે જેથી તેમનો અંતકાળ સુધરે, અને પરિણામે આવતો ભવ સુધરે!

સ્વજનની અંતિમ કાળે સાચવણી !

પ્રશ્નકર્તા: કોઈ સ્વજનનો અંતકાળ નજીક આવ્યો હોય તો તેના તરફ આજુબાજુનાં સગાંસંબંધીઓનું વર્તન કેવું હોવું જોઈએ ?

દાદાશ્રી: જેનો અંતકાળ નજીક આવ્યો હોય, એમને તો બહુ સાચવવા જોઈએ. એમના બોલે બોલ સાચવવા પડે. એમને 'બેક' ના મરાવવું જોઈએ. બધાએ એમને ખુશ રાખવા અને એ અવળું બોલે તોય તમારે 'એક્સેપ્ટ' કરવું કે, 'તમારું ખરું છે !' એ કહેશે, 'દૂધ લાવો' તો તરત દૂધ લાવી આપીએ. ત્યારે એ કહેશે. 'આ તો પાણીવાળું છે, બીજું લાવી આપો !' તો તરત બીજું દૂધ ગરમ કરી લઈ આવીએ. પછી કહીએ કે, 'આ ચોખ્ખું-સારું છે.' પણ એમને અનુકૂળ આવે એવું કરવું જોઈએ, એવું બધું બોલવું જોઈએ.

પિતૃઓ કાગડા થઈને કેમ આવે ?

જો આપણા પૂર્વભવમાં કોઈના પિતૃ હતા, તો આપણે આ ભવે શ્રાદ્ધમાં કાગડા થઈને કાગવાસમાં ખીર-પૂરી ખાવા જઈએ છીએ ? તો આપણા પૂર્વજો ક્યાંથી આવી શકે ? અને જો આવે તો કાગડા થઈને જ કેમ આવે, મેના, પોપટ કે મોર થઈને કેમ ના આવે ?

મનુષ્ય મૃત્યુ પછી પોતાના પુણ્ય અને પાપના આધારે ચાર ગતિમાંથી કોઈ એક ગતિમાં જાય છે. તો પોતાની ગતિ બદલીને કાગડા થઈને કેવી રીતે આવી શકે ?

આપણને કોઈપણ મુશ્કેલી આવતી હોય તે આપણા પાપકર્મના ઉદયને કારણે છે. તેમાં આવી અંધશ્રદ્ધાનો આશરો લઈને આપણા પિતૃઓને દોષિત ઠરાવવાને બદલે આપણે ખરાબ સમયમાં ભગવાનનું નામ લઈને તપ પૂરું કરવું જોઈએ. દ્વેષ, અભાવ, ઝઘડા કરવાને બદલે શાંતિ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. અને પિતૃઓનો દોષ કાઢયો હોય તો તે ભુલ માટે પસ્તાવો કરવો જોઈએ.

શ્રાદ્ધ પાછળનું સાચું કારણ ઢંકાઈ જવાથી અને દેખાદેખીથી સમાજમાં આવી માન્યતાઓ ઘુસી ગઈ છે. પરમ પૂજ્ય દાદા ભગવાન શ્રાદ્ધની ઉજવણી પાછળનું યથાર્થ કારણ ખુલ્લું કરે છે !

શ્રાદ્ધ પાછળનું વિજ્ઞાન: શ્રાદ્ધની ઉજવણી પાછળનું ખરું કારણ આપણા પિતૃઓ નહીં, પણ આયુર્વેદ અને વિજ્ઞાન છે. ભારતમાં આજથી અમુક વર્ષ પહેલાં મેલેરિયાના રોગની દવા નહોતી શોધાઈ ત્યારની આ

વાત છે.


Google NewsGoogle News