Get The App

મંદિરોમાં 'શંખનાદ'નું મહત્વ અને શંખના પ્રકારો

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
મંદિરોમાં 'શંખનાદ'નું મહત્વ અને શંખના પ્રકારો 1 - image


- સમુદ્રમંથ વખતે નિકળેલ 14 રત્નોમાનું એક રત્નશંખ છે શંખને પવિત્ર માનવામાં આવે છે. શંખને સ્વયં વિષ્ણુએ પોતાના હાથમાં ધારણ કરેલ છે. આથી તેને વરદાયક પણ કહે છે. શંખમાં ત્રિદેવો સહિત-ત્રણ શક્તિઓ રહેલી છે. આથી દેવી દેવતાઓની સાધનામાં શંખનું ખાસ મહત્વ સમાયેલું છે. શંખધ્વાનિ તમામ વાતાવરણને પવિત્ર અને નિર્મળ કરી દે છે. આથી શંખનું આધ્યાત્મિક મહત્વ શાસ્ત્રોમાં દર્શાવેલું છે. 

શંખની ઉત્પતિ : શંખપૂર નામનો એક રાક્ષસ હતો. તેનો વધ શ્રી ભગવાને કર્યો હતો. તેનાં હાડકાઓ જે પડયા તેમાંથી શંખ બન્યો. તે ત્રણ પ્રકારનાં પ્રસિધ્ધ શંખ છે.

૧. દક્ષિણાવર્તિ ૨-વામાવતી અને ૩ મધ્યાવતી. દક્ષિણાવર્ત શંખ જે જમણા હાથથી પકડાય છે તે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે.

૨. વામાવતી શંખ જે ડાબાહાથથી પકડાય છે તે સાક્ષાત વિષ્ણુ નું સ્વરૂપ છે અને ૩ મધ્યાવર્તી શંખ તે ગણેશજીનું રૂપ મનાય છે સનાતનીઓએ કોઈપણ શુભ કાર્ય કરતા શંખની પૂજા કરે છે

શંખનું મહત્વ : મંદિરમાં આરતી સાથે શંખનાદ-શંખધ્વનિ કરવામાં આવે છે. તેનું રહસ્ય સ્કંદપુરાણ તેમજ યજુર્વેદ અને અથર્વવેદમાં આપેલું છે.

૧. शंखेन हत्वा रक्षासि (અથર્વવેદ ૪.૧૦.૨)

૨. अवरस्वराय शंख ध्वम् (યજુર્વેદ ૩૦.૧૯)

૩. यस्तु शंखध्वनि कुयात पूजाकालं विशेषतः।

विमूकृः सर्वपायेभ्यो विष्णुना सह मोदते ।।

શંખનાદથી બધા અસૂરો મરી જાય છે.

દુર્જનોનાં હૃદય બાળવા માટે શંખ ફૂંકવાવાળા વ્યક્તિની જરૂર છે.

પૂજાના સમયે જે પુરુષ વિશેષત: શંખ ધ્વનિ કરે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાનની સાથે આનંદ કરે છે.

સમુદ્રમંથ વખતે નિકળેલ ૧૪ રત્નોમાનું એક રત્નશંખ છે શંખને પવિત્ર માનવામાં આવે છે. શંખને સ્વયં વિષ્ણુએ પોતાના હાથમાં ધારણ કરેલ છે. આથી તેને વરદાયક પણ કહે છે. શંખમાં ત્રિદેવો સહિત-ત્રણ શક્તિઓ રહેલી છે. આથી દેવી દેવતાઓની સાધનામાં શંખનું ખાસ મહત્વ સમાયેલું છે. શંખધ્વાનિ તમામ વાતાવરણને પવિત્ર અને નિર્મળ કરી દે છે. આથી શંખનું આધ્યાત્મિક મહત્વ શાસ્ત્રોમાં દર્શાવેલું છે. નાના શંખએ ઈચ્છાપૂરી કરનારા મનાય છે. મધ્યમ સાઈજનો શંખ સિધ્ધિઓ માટે વપરાય છે અને મોટા શંખનો ઉપયોગ પૂજા વગેરે કાર્યોમાં વપરાય છે. પૂજાના સ્થાને શંખ રાખવામાં આવે છે.

શિવજીની પૂજામાં શંખ વર્જ્ય શા માટે છે : શંખ આટલો પવિત્ર હોવા છતા શિવજીની પૂજામાં તે વર્જીત છે તેની પૂજામાં પણ શંખનાદ કરવામાં આવતો નથી આની પાછળની એક પૌરાણીક કથા છે એકવાર રાધાજી કંઈ કામ માટે બહાર ગયા હતા. ત્યારે ભગવન શ્રીકૃષ્ણ એક સખી સાથે વિહાર કરી રહ્યા હતા. ત્યા રાધાજી ત્યા આવી ગયા. આ દ્રશ્ય જોઈને રાધાજી ક્રોધિત થઈ ગયા અને આ જોઈને કૃષ્ણ ની સખી નદી બની વહી ગઈ. ત્યારે સુદામા શ્રી કૃષ્ણનો પક્ષ લઈ રાધાજી ને આમ તેમ કહેવા લાગ્યા હતા. આથી રાધાજી નારાજ થઈ ગયા. અને સુદામાને દાનવ રૂપમાં જનમ લેવાનો શાપ આપી દીધો. રાધાજીના શાપથી સુદામા 'શંખચૂડ' નામનો  દાનવ બન્યો. તે દાનવ વિષ્ણુનો ભક્ત બનીને બધાને ત્રાસ આપવા લાગ્યો. આનાથી આ દુષ્ટકર્મોથી નારાજ તેના ત્રાહિમામભર્યા પરાક્રમોથી કોપાયમાન થયેલ શિવજીએ તેનો વધ કરી નાખ્યો. તે શંખમૂડ રાક્ષસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મિનો અપાર ભક્ત હતો આથી ભગવાન વિષ્ણુએ તેના હાડકામાંથી 'શંખ' નું નિર્માણ કર્યું. શિવજીએ એ શંખચૂડનો વધ કર્યો હતો તેથી તેના હાડકામાંથી બનેલ શંખ શિવપૂજામાં વર્જ્ય છે.

પરંતુ બીજા દેવતાઓની પૂજા શંખ વિના અધુરી મનાય છે બ્રહ્મવંત પુરાણ અનુસાર શંખમાં સુર્યને ચંદ્રસમાન શક્તિ રહેલી છે શંખના તેના મધ્યમાં વરૂણ - પૃષ્ટ (પાછળ) નાં ભાગમાં બ્રહ્મા તથા આગળનાં ભાગમાં અગ્રભાગમાં ગંગા-સરસ્વતીનું સ્વરૂપ હોય છે. વિશ્વનો સૌથી મોટો શંખ કેરળ રાજ્યનાં શ્રી કૃષ્ણનાં મંદિરમાં સ્થિત છે. જેની લંબાઈ અડધો મિટર તથા વજન ૨ કિ.ગ્રા છે. હરિદ્વારમાં શંખ શોપ છે. અસલી શંખ ત્યાંથી ખરીદવો જોઈએ પંચમુખી શંખ શ્રેષ્ઠ ગણાય છે.

''શંખને વાદ્યયંત્ર તરીકે પણ ગણવામાં આવે છે. શંખને ત્રણવાર વગાડવામાં આવે છે. સ્વર્ગલોક, પૃથ્વિલોક અને પાતાળલોક માટે વગાડવામાં આવે છે. ત્રણેય લોકની આસુરી શક્તિના નાશ માટે આને ત્રણવાર વગાડવામાં આવે છે.''

શંખના પ્રકારો : શંખની આકૃતિ પ્રમાણે તેના પ્રકારો કહ્યા છે અગાઉ આપણે દક્ષિણાવર્તી શંખ-વામાવર્તી શંખ અને મધ્યવર્તિ શંખ તેવા ત્રણ મુખ્ય પ્રકારો જોયા. પણ અન્ય પ્રસિદ્ધ પ્રકારોમાં ગણેશશંખ-સમુદ્રમંથન વખતે ૮માં રત્નના રૂપમાં ગણેશ શંખની ઉત્પતિ થઈ હતી. આની આકૃતિ બિલકુલ ગણેશજી જેવી દેખાવાથી તેને ગણેશ શંખ કહે છે. આ શંખ દરિદ્રનાશક તથા ધનની પ્રાપ્તિ કરાવે છે.

કૌરીશંખ : આ શંખ ખૂબ ઓછો જોવા મળે છે તેની પ્રાપ્તિ પણ દુર્લભ છે. આના ધ્વનિથી ભાગ્ય ખૂલે છે. અને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.

કામધેનું શંખ :- આ શંખ કામધેનું ના ગાયના મોઢા સમાન હોય છે. આની પૂજા કરવાથી ઉર્જા શક્તિમાં વધારો થાય છે અને મનોકામનાઓ પૂર્ણ જાય છે.

પાંચજન્ય શંખ : મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ પાંચજન્ય શંખ - નામનો શંખ વગાડયો હતો. ભગવાને 'પંચજન' નામનું રૂપ ધારણ કરેલા રાક્ષસને મારીને એનો શંખ રૂપે સ્વિકાર કર્યો હતો તેથી તે પાંચજન્ય શંખ કહેવાયો આ શંખનો અવાજ દૂર દૂર સુધી અને ભયંકર હોય છે. પૌન્ડુ નામનો શંખ ભીષ્મ પાસે તથા યુધિષ્ઠિરની પાસે અનંત વિજય નામનો શંખ હતો. અને અર્જુન પાસે 'દેવદત' નામનો શંખ હતો.

હિરાશંખ : આ પહાડી શંખ પણ કહેવાય છે. તાંત્રીક પૂજા તથા લક્ષ્મિજીની પૂજામાં વપરાય છે. આ બહુમુલ્યવાન મનાય છે. તેમજ પહાડો ઉપર મળી આવે છે.

મોતીશંખ : આને ઘરમાં રાખવાથી પૂજામાં રાખવાથી સુખ શાંતિ આપનાર છે. હૃદયરોગ માટે હિતકારી છે. આની હરરોજ પૂજા કરવાથી આર્થિક ઉન્નતિ થાય છે. કારખાના દુકાન કે ધંધા સ્થળે રાખવાથી વ્યાપારમાં વૃધ્ધિ થાય છે.

મહાલક્ષ્મી શંખ : આને મહાલક્ષ્મીનું પ્રતિક મનાય છે આની પૂજાથી મહાલક્ષ્મી સદાય પ્રસન્ન રહી ને વાસ કરે છે આ રીતે શંખના વિવિધ પ્રકારો તથા તેના લાભો દર્શાવ્યા છે.

શંખના તરંગોની અસર : જ્યારે ફુંફમારી શંખ વગાડવામાં આવે ત્યારે અવાજોનાં તરંગોની વાતાવરણમાં ખૂબ જ પોઝીટીવ અસરો જોવા મળે છે તેના કંપનથી આજુબાજુ રહેલા અનેક જંતુઓ, કિટાણુઓ મુર્છિત થઈ જાય છે અથવા દૂર ભાગી જાય છે પૂર્વે આરતીની જ્યોતથી આકર્ષાઈને તે પૂજક તથા મૂર્તિને ઘેરી વળતાં આવા ત્રાસ દાયક જંતુઓથી છૂટવા માટે કદાચ શંખધ્વનિની શરૂઆત થઈ હોય એમ પણ બની શકે. જગદિશ ચંદ્રબોઝે પોતાના પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું હતું કે આ શંખધ્વનિની પ્રક્રિયાને સતત ચાલુ રાખવામાં આવે તો આસપાસનું વાતાવરણ-વાયુમંડળ કિટાણુ મુક્ત બને છે.

આરતી સમયે જ્યારે ઘણા બધા ભક્તો ભેગા મળીને બંધ ગર્ભ ગૃહમાં - મંદિરોમાં તે મૂર્તિ સમક્ષ આરતી ગાન કરતા હોય, ત્યારે કોઈ રોગિષ્ઠનાં મુખમાંથી નીકળતા જંતુઓને તેમજ દૂષિત વાયુ મંડળને કંપનથી બહાર ધકેલવા માટે પણ શંખ ધ્વનિ પ્રચલિત થયો હશે તેમ મનાય છે. (આપણો સાંસ્કૃતિક વારસો)

વિજયનાદનું પ્રતીક : ભારતના રાજા-મહારાજાનાં સ્વાગતમાં અથવા યુદ્ધમાં વિજય આનંદનાં પ્રતીક રૂપે શંખધ્વનિ કરવાની પરંપરા પ્રચલિત છે. જેમકે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણનો પાંચજન્ય શંખ,

પૃથ્વીના રાજાઓ માટેની એજ પ્રણાલી ને અનંત ભૂવનના મહારાજા ભગવાનના સ્વાગત સાથે પણ આને જોડી દેવામાં આવી. એમ મનાય છે કે આરતી સમયે ભગવાન પોતાના તમામ ઐશ્વર્ય સાથે ઉપસ્થીત થાય છે. આસુરી તત્વો સામે વિજય અપાવનાર મહારાજા શ્રી ભગવાનનાં સ્વાગત માટે શંખ ધ્વનિ કરીને તેમને વધાવવામાં આવે છે. બંગાળમાં આજે પણ કેટલેક સ્થળે સંત-મહાત્માઓ ઘરે પધરામણી કરે, ત્યારે તેના સ્વાગત માટે શંખ વગાડવામાં આવે છે. 

શંખનાદ શુદ્ધ ષહજ સ્વરમાં 'ઓમની નજીક હોવાથી પૂજા કાર્ય વખતે તે શુભ ગણાય છે.

આયુર્વેદમાં શંખની ભસ્મ કરી તેના ઉપયોગથી પિત્તના રોગો, એસિડિટી, હોજરીનું ચાંદુ - બળતરા - ગરમીના રોગો માટે તેના ઉપયોગ ઘી-સાકર સાથે ચાટવાનો બતાવ્યો છે. (રસરત્ન સમુચ્ચય)

આમ શંખ ધાર્મિક દ્રષ્ટિએ વિજય ઘોષ દ્રષ્ટિએ પ્રદુષણ મુક્ત દ્રષ્ટિએ માનાસિક તથા પિત્તના રોગોમાં આરોગ્યની દ્રષ્ટિએ ભગવાન વિષ્ણુએ આપેલ દિવ્ય નાદ કરનાર વસ્તુ છે.

''એમને, જન્મ દઈને

હે પ્રભુ,! તેેં અમારા માટે

શું શું નથી કર્યું હે કરુણાના સાગર 

તારા કરુણાનો કોઈ પાર નથી.''

- ડૉ. ઉમાકાંત જે. જોષી

Dharmlok

Google NewsGoogle News