Get The App

ભારતીય સંસ્કૃતિમાં ગાય (ગૌમાતા)નું મહત્વ

Updated: Jul 19th, 2023


Google NewsGoogle News
ભારતીય સંસ્કૃતિમાં ગાય (ગૌમાતા)નું મહત્વ 1 - image


- ગાયનું પૂજન ફક્ત હિંદુઓ માટે જ છે. એમ માનવુ ભુલ ભરેલું છે. જેનામાં માણસાઇ છે. કૃતજ્ઞાતાનો ભાવ છે તે પ્રત્યેક માણસ માટે ગાયનું પૂજન છે.તેનો ઉપકાર સર્વમાટે છે. ભગવત ગીતાનાં છઠ્ઠા અધ્યાયનાં બત્રીસમાં શ્લોકમાં શ્રીકૃષ્ણ ખાસ કહે છે કે 'જે યોગી પોતાની જેમ જ સઘળા ભૂતોમાં સમ દ્રષ્ટિથી જુએ છે એ પરમ શ્રેષ્ટ મનાયો છે.'

गोस्तु मात्रा न विधते ।

(ऋग्वेद)

 ''ગાયથી થનારા લાભની કોઈ ગણના જ થઈ શકે તેમ નથી'' જીવનનાં બઘા જ સ્તરોમાં ગાયનું સ્થાન સર્વશ્રેષ્ઠ મનાયું  છે. જે શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, આયુવેદ, વગેરેમાં તથા આધુનિક સાહિત્યનાં લખાણમાં જણાવ્યું છે.

ગાયોની સેવા કરવી તેમનો વન વન ચરવા લઈ જવામાં ભગવાન શ્રીકૃષ્ણ, જીવનનું શ્રેષ્ઠ કાર્ય સમજતા. તેથી તેઓ 'ગોપાલ કૃષ્ણ' કહેવાતા. તેમણે કહ્યું હતું કે ''ગાયો મારી આગળ અને પાછળ રહે, ગાયો મારા હ્ય્ધ્યમાં રહે, અને હું તેમની વચ્ચે વાસ કરું છું '' 'गवा मध्ये वसामि अहम्'

ઋગ્વેદમાં 'माता रुद्राणां.' કહીને સ્પષ્ટ કહ્યું છે. ગાય રુદ્ર દેવોની માતાનાં રૂપમાં સમસ્ત સંસારનું કલ્યાણ કરનારી, વસુઓની પુત્રીનાં રૂપમાં સમૃદ્રિદાત્રી તથા આદિત્યોની બહેનનાં રૂપમાં, અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જનારી સાક્ષાત  અમૃત નાભિ હોવાથી અમરત્વનું વરદાન આપનારી છું. એટલે પિતૃઓનાં શ્રાધ્ધ કરતી વખતે 'ગોગ્રાસ' મૂકવામાં આવે છે અને બોલવામાં આવે છે કે 'હે ત્રિલોક ની માતા ગાય. મેં ગ્રાસ મુક્યો છે તેને તમે ગ્રહણ કરો.

(૧) ગોમાતાનું સ્થાન : વેદોમાં ગાયનું માતા તરીકે વર્ણન છે. હકીકતમાં ગાય એ માનવ સમાજની માતા છે. કારણ કે બાળકની જન્મદાત્રી માતા છે. તે તો બાળકને વરસ-બેવરસ  સ્તનપાન કરાવે છે. ત્યાર પછી આખી જીંદગી દુધ પાનારી માતા જ છે.

મહાભારતમાં ગાયના માટે સ્પષ્ટ લખાણ છે.

गाय: श्रेष्ठः पवित्राश्च पावन जगप उतमाः

ગાયો સંસારમાં ઉત્તમ, શ્રેષ્ઠ, પ્રવિત્ર કરનારી છે. જેના દહીં તથા ઘી વગર યજ્ઞાને કરવો સંભવિત નથી.

શરીર ની પુષ્ટિ માટે જેટલું ગાયનું દુધ મહત્વનું છે. તેટલું રોગ  નિવારણ તથા પ્રાયશ્ચિત માટે ગોમૂત્ર અને ગોમય (છાણ) નું જ છે. એમ વસિષ્ઠ મુનિએ કહેલું છે.

પૂતના ના પ્રાણ હરણ કર્યા પછી પૂતનાના વક્ષ: સ્થલ રમતા બાલકૃષ્ણને ગોદમાં લઈ યશોદા માતા એ તેમની ચારે બાજુ ગોપુચ્છ ફેરવી,ગોમુત્રથી સ્નાન કરાવી તેના શરીર ઉપર ગોરજથી મર્દન કરી કેશવનાં બાર નામોથી તેની રક્ષા કરી હતી. (શ્રીમદ્ ભાગવત)

(૨) ગાયમાં રહેલ દેવતાઓ : 

ગાયમાં ચોત્રીસ કરોડ દેવતાઓ સમાયેલા છે. દરેક દેવ-દેવતા દેવીઓનું સ્થાન ગાયમાં સમાયેલું છે. આથી ગાયને પૂજનીય મનાય છે. ગાયમાતામાં ચારેયવેદો અથર્વવેદ, સામવેદ, ઋગ્વેદ, યજુવેદ એમ ચારેય વેદોમાં ગાયનું મહત્વ દર્શાવ્યું છે.

(૩) ''ગાયની પીઠમાં બ્રહ્મા, ગળામાં વિષ્ણુ, મુખમાં શિવજી. વચમાં બધા દેવી-દેવતાઓ, રૂંવાડામાં મહર્ષિઓ, પૂછમાં નાગ, પગની ખરીઓમાં આઠ પર્વત, મૂગમાં ગંગાજી આદિનદીઓ, બંને નેત્રોમાં સૂર્ય-ચંદ્ર, સ્તનોમાં વેદ, તથા ગોબર (છાણ)માં લક્ષ્મિ. આદિ વસેલા છે. આથી તે ગાય વરદાન આપનારી થાય'' ગાયનાં કાનમાં આપણી સમસ્યા બોલવાથી તે સમસ્યા દુર થાય છે.

ગાયની પ્રત્યેક વાતો - દુધ, દહીં, ઘી, મૂત્ર, છાણ, તથા ચામડી, હાડકા, વાળ અને શિંગડા બઘું જ માનવજાત ને માટે ઉપકારક છે. તેથી જ ઋગ્વેદમાં મંત્ર છે કે ગાયથી થનારા લાભની કોઈ ગણના જ થઈ શકે તેમ નથી.

गावो ना परमा मिता (બહ્મસુત્ર ૧૩/૧૪/ ગાયનું માનવ સમાજના પરમ મિત્ર તરીકેનું વર્ણન છે.

ગાયનું સમાજમાં એટલું મહત્વ અને ગો-ભક્તિ ની ભાવના આપી છે કે જ્યાં જ્યાં ગાયનાં પગલા પડતા તે ઘુળથી વાતાવરણ પવિત્ર થઈ જતું, તે લોકોમાં સૌભાગ્યશ્રી નું સુચક દર્શાવ્યું છે.

(૪) ગાયનું મહત્વ : ગૌધન એ આપણી ઐહિક સમૃદ્રિ નું મુળ છે. ઘનોમાં તેને ઉત્કૃષ્ટ ધન માનવામાં આવ્યું છે. આપણી જીવન વ્યવસ્થા કૃષિ પ્રઘાન રહી છે. અને કૃષિ નો બઘો આધાર સ્તંભ બળદ-ગોપુત્ર અને ગાયો પર છે.

જે ગાયોએ વરસો સુઘી માનવના કુટુંબને પાળી-પોષીને પુષ્ટ કર્યા. પોતાના પુત્ર બળદને માનવીના સુખ માટે આપી દીધો તેની ઉપકારીકાને ન ભૂલી શકાય તેવી છે.

મહાભારતના અનુશાસન પર્વમાં ગાયની શ્રેષ્ઠતા વિષે ચ્યવન ઋષિએ સ્પષ્ટ કહ્યું છે કે ''આ સંસારમાં ગાયો સિવાય બીજુ કોઈ શ્રેષ્ઠ ઘન નથી. તેના ગુણોનું નામ અને કીર્તન કરવંુ, સાંભળવું,તેનું દાન આપવું, તેનું દર્શન કરવું. એની શાસ્ત્રો માં ખુબજ પ્રશંસા કરી છે.'' 

गव्या प्रशस्यते वीर ।। મહાભારતમાં તેથી જ કહેવાયું છે કે તીર્થસ્થાનું સ્નાન, બ્રહ્મભોજન, મહાદાન, ભગવત્સેવા, સમસ્ત વ્રતોની ઉપાસના, પૃથ્વીનું પર્યટન  તથા સત્યભાષણથી જે પુણ્ય મળે છે. તે બઘું જ પુણ્ય કેવળ ગો-સેવાથી પ્રાપ્ત થાય છે. तव पूज्यं प्राप्पतेरादा केवलं धनु सेवाया ।

ગાયનું પૂજન ફક્ત હિંદુઓ માટે જ છે. એમ માનવુ ભુલ ભરેલું છે. જેનામાં માણસાઇ છે. કૃતજ્ઞાતાનો ભાવ છે તે પ્રત્યેક માણસ માટે ગાયનું પૂજન છે.તેનો ઉપકાર સર્વમાટે છે. ભગવત ગીતાનાં છઠ્ઠા અધ્યાયનાં બત્રીસમાં શ્લોકમાં શ્રીકૃષ્ણ ખાસ કહે છે કે 'જે યોગી પોતાની જેમ જ સઘળા ભૂતોમાં સમ દ્રષ્ટિથી જુએ છે એ પરમ શ્રેષ્ટ મનાયો છે.'

સમસ્ત ભારતની ચારિતાર્થ કરનારી ગાય એ ગૌરવ પૂણ સંપતિ છે. આપણે તેની પ્રત્યેની ભાવનાને યોગ્ય માન આપી તેના પ્રત્યેની કૃતજ્ઞાતા વ્યકત કરીએ.

(૫) ગાયનાં દુધમાં રહેલા તત્વો : ગાયના દુધમાં શરીરને જરૂરી બધા જ પોષક તત્વો છે. પાણી વગરનાં દુધમાં ૧૩ ટકા ઘનપદાર્થો રહે છે. બાકીનો ભાગ જલીયંશ છે. આ ૧૩ ટકામાં પ્રોટીન ૩થી૪ ટકા, ચરબી ૩થી૪ ટકા, સાકર ૪થી૫  ટકા, ક્ષાર અડધો  ટકા, ખનીજો અડધો  ટકા, વિટામીન અડધો  ટકા

ગાયનાં દુધમાં કેલ્સિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડીયમ, પોટેશિયમ, કલોરિન, આર્યન, આયોડિન અને સલ્ફર જેવા ખનીજો હોય છે.

વિટામિન એ,બી,સી.ડી,ઈ,અને કે હોય છે.વિટામિન બી-૧૨ પણ હોય છે.

બાળકો, વૃધ્ધા, સગર્ભા,બીમારી અને અશક્તો ને માટે દુઘ ખોરાકની ગરજ સારે છે. તેઓને દુધમાંથી પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. ભેંસનાં દુઘ કરતા વઘારે સુપાચ્ય અને પચવામાં હલકું છે.

(૬) ગાયનાં દરેક પદાર્થો ઉપયોગી છે.

છાસ : ઝાડાને મટાડનારી ખાટી તુરી મીઠી, હિતકારી અને અક્ષિર વર્ધક, વાતહર, તૃપ્તિ કરનાર તથા પાચન ના ગુણો વધાર નારી છે.

માખણ : હિતકાર, બળ વધારનાર, રોગને સુધારનાર, બળને આપનારા, ઝાડાને રોકનાર, હરસ મટાડાનાર લોહી સુધારનાર બાળક અને વૃધ્ધને માટે અમૃત સમાન છે.

ઘી : ગાયનું ઘી આંખ માટે હિતકારી, જાતીય શક્તિ વધારનાર, પવિત્ર, અલશિક્ષ્મ, પાપ, રાક્ષસોના નાશ કરનાર, આયુષ્ય તથા બુધ્ધિ 

વધારનાર છે.

ગોમૂત્ર : આયુર્વેદમાં આઠ પ્રાણીઓના મુત્રનું વર્ણન કરેલ છે.તેમાં ગોમૂત્ર સર્વમાં શ્રેષ્ઠ છે. ચરક, સુુશ્રુત, ભાવપ્રકાશે ગોમૂત્રને પવિત્ર અને લોહી તથા કફનાં વિકારોમાં શ્રેષ્ઠ ઔષધ તરીકે ગણેલ છે.તેમજ કબજીયાત, ઉધરસ, શ્વાસ, ચામડીના રોગો કરમિયાનો રોગ, ખંજવાળ નો રોગ, હાથી પગાનો રોગ, માટે ગૌમૂત્ર શ્રેષ્ટ ગણાવ્યું છે, હવે ગૌશાળામાં તેનો અર્ક કાઢીને ઉપયોગમાં લેવામાં આવે છે. ગાયનું છાણ પણ પવિત્ર ગણવામાં આવે છે. ઘર લીપવામાં તેનો પણ ઉપયોગ કરાય છે જેથી પવિત્રતા જળવાઈ રહે.

(૭) દરેક ધર્મમાં ગાયનું મહત્વ :

હિન્દુ ધર્મમાં તો ગાયને પવિત્ર માતા તરીકે પૂજનીય ગણાય છે.

ગાયનું દુઘ-ખૂદાની કૃપા પ્રસાદી મનાય છે. ગાયનું દુધ હંમેશા પીતા રહો કારણકે એ દવા છે. ગાયનું ઘી બીમારીઓ દુર કરે છે ગાયના માંસ થી બચો કારણ કે ગાયનું માસ એ બીમારી છે. - મહંમદ પયગંબર (હદીસ) ભગવાન ઇશુ ખ્રિસ્તનો જન્મ જ ગૌશાળામાં થયો હતો.

યહી આશા પૂર્ણ કરો તુમ હમારી

મિટે કષ્ટ ગવન છટે ખેદ ભારી

ગુરુગોંવિંદ સિંહ

પારસીઓ ગૌમાસ ખાતા નથી.

જૈનો તો જીવમાત્ર ની હિંસાના વિરોધી છે.

ભગવાન બુદ્ધે ગૌહત્યા નો વિરોધ કર્યો હતો. અને ગાયને માતા તુલ્ય ગણી હતી. દુધ ઠંડું થઈ જાય તો ગરમ કરીને લેવું આ રીતે આયુવૈદની દરેક સંહિતાઓમાં ગાયના દુધમાં પવિત્ર-પોષક-હલક ગણેલ છે.

ર્ડા. ઉમાકાંત.જે.જોષી.

Dharmlok

Google NewsGoogle News