જગદંબાના પ્રાચિન ગરબાઓનો ગુઢાર્થ .

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
જગદંબાના પ્રાચિન ગરબાઓનો ગુઢાર્થ                                                . 1 - image


ગી ત નૃત્ય વાજીંત્ર, તાલ તાન માને મા; વાણી વિવિધ વિચિત્ર, ગુણ અગણિત ગાને મા. આ પં ક્ત આનંદના ગરબામાં ૬૨મી કળીમાં ભક્ત કવિ વલ્લભે વર્ણવ્યું છે કે, મા જગદંબાને સંગીત પ્રિય છે, મા જગદંબાને વાજીંત્રો પ્રિય છે, મા જગદંબાને નૃત્ય પ્રિય છે અને એ પણ તાલ બદ્ધ. આ વિષયથી એક વાત સ્પષ્ટ થાય છે કે, ભક્ત કવિ વલ્લભ એ સંગીત વિષયના પણ તજજ્ઞા હશે. પણ મારે તો વાત કરવી છે માતાજીના પ્રાચિન ગરબાઓની માટે જ, આ પં ક્તથી શરૂઆત કરું છું.  

જગદંબાના પ્રાચિન ગરબાઓનો ગુઢાર્થ                                                . 2 - imageસંગીત એટલે ગાયન, નૃત્ય અને વાદ્ય. આ ત્રણેયનો જ્યારે સમન્વય થાય ત્યારે સંગીત પ્રગટ થતું હોય છે. આસો મહિનાની નવરાત્રિ હોય અને એમાં જ્યારે માતાજીના પ્રાચિન ગરબા ગવાતા હોય ત્યારે એનો આનંદ જ અનેરો છે. એ પ્રાચિન ગરબાઓમાં ગુઢાર્થ હતો. જેમાં જીવનનું દર્શન હતું. આજે બે-ચાર ગરબાઓ મને સ્મરણ થાય છે; જેમાં પ્રથમ ગરબો છે 'વરસે ભલે વાદળી, વાયુ ભલે વાય, માડી તારો દિવડો તોય ન બુઝાય; આવે ભલેને આંધી કે તુફાન, ભલેને ઝંઝાવાત છવાય, માડી તારો દિવડો તોય ના બુઝાય.' આ ગરબામાં વાત કરી છે દિવડાની પણ આધ્યા ત્મક અર્થ જોઈએ તો જીવનમાં વિકટમાં વિકટ પરિ સ્થતિ આવે તોય વ્ય ક્તએ ડગવું નહિં. સંસાર એ સમુદ્ર છે, સંસારરૂપી સમુદ્રમાંથી તારવાવાળી ભગવતીનું નામ એ 'નૌકા' છે.

પછી બીજા ગરબાની પં ક્ત મને સ્મરણ થાય છે કે, 'આવી આસોની અજવાળી રાત મોરી મા, અંબાજી ગરબે ઘૂમે છે.' ભૂતલ ઉપર જે માતાજી પધારે છે એનું વર્ણન પુરાણોમાં તો છે જ પણ આ ગરબાની પં ક્તમાં પણ કરવામાં આવ્યું છે. આપણે ત્યાં ચાર નવરાત્રિ છે. એમાં આશ્વિન નવરાત્રિ એ માતાજીને અત્યંત પ્રિય છે. જગત-જનની જગદંબા ભૂતલ ઉપર ભક્તોનું કલ્યાણ કરવા ગરબે રમવા આવે છે. એ માતાજી કેવા છે, અને એ ગરબો ગાય ત્યારે શું થાય !? તો આપણે ત્યાં પ્રસિદ્ધ પં ક્ત છે, 'રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે, એની તાળી પડે ત્રણેય લોકમાં રે; બ્રહ્મલોકમાંથી બ્રહ્મા જોવા આવીયા રે; સાથે દેવી બ્રહ્માણીને લાવીયા રે.' માતાજીની જે તાળીનો નાદ છે એ ત્રણેય લોકમાં સંભળાય છે. આવું માતાજીનું સ્વરૂપ છે અને એવું જ સ્વરૂપ જો ભક્તના હૃદયમમાં ઉતરે તો માતાજીનો નાદ સાંભળી ભક્તનું હૃદય પણ નાચી ઉઠે.

આપણે ત્યાં એમ કહેવાય છે કે, 'જીવાય ના સ્વમાનથી તો એ જિંદગી નથી, નાચે નહિં ભગવાન તો એ બંદગી નથી.' આપણી ભ ક્ત એવી હોવી જોઈએ કે જેથી જગદંબા કે ભગવાન નાચી ઉઠે. માતાજીને પ્રસન્ન કરવા માટે આપણે ત્યાં અનેક સ્તોત્રો છે, મંત્રો છે, પણ કદાચ કોઈ મંત્ર કે સ્તોત્ર ન કરી શકે તો એના માટે આ પ્રાચિન ગરબાઓ છે. જે શાસ્ત્રનો સાર છે. આપણો વ્યવહાર બધો માતાજી જ ચલાવે છે માટે ભક્ત કવિ વલ્લભે આનંદ ગરબામાં કહ્યું કે, 'અધમ ઓ ધારણ મા, આસનથી ઉઠી મા; રાખણ જગ વ્યવહાર બંધ બાંધી મુઠ્ઠી મા.' જીવનમાં માતાજી પર શ્રદ્ધા રાખીએ તો આપણો બધો વ્યવહાર માતાજી સંભાળે પણ, આપણે બાળક બની મા ને શરણે જવું પડે. સંત પુનિત મહારાજની પણ પં ક્ત સ્મરણ થાય છે કે, 'તું માડી ને હું બાલુડો, મા સાચવજે; તારા ખોળે પડયો આ બાળ, અંબા સાચવજે.' આ ગરબાઓમાં શરણાગતિનો ભાવ જોવા મળતો હતો. 

મારી બાલ્ય અવસ્થાનું અહીં સ્મરણ થાય છે કે, વિસનગરની બાજુમાં કાંસા ગામ, મહેસાણા જિલ્લો. અમારા ગામમાં નવરાત્રિ ઉત્સવ થતો ત્યારે આવા ગરબાઓ સાંભળવા મળતાં. જેની પં ક્તઓ આપણે હૃદયસ્થ કરીએ તો ભગવતી પ્રત્યે પ્રેમ વધારનારી આ પં ક્તઓ બને. ગીત, નૃત્ય આ બધું પણ મર્યાદામાં રહીને થાય તો ભગવતી ખુબ પ્રસન્ન થાય. બહુ આધ્યા ત્મક અર્થ કરીએ તો આ શરીર પણ ગરબો છે. જેવી રીતે ગરબાને છિદ્રો હોય તેવી રીતે આ શરીરરૂપી ગરબાને પણ છિદ્ર છે. પણ, એની અંદર જે આત્મારૂપી જ્યોતિ છે એ સાક્ષાત જગદંબા છે; અને એટલે જ તો પ્રાચિન ગરબામાં કહ્યું કે, 'કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા, કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ.' તો આવો આપણે પણ જગદંબાના રંગે રંગાઈ આપણા જીવનને ધન્ય બનાવીએ..અસ્તુ !.              

 - પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


Google NewsGoogle News