જીવન જીવવાની કળા શીખવતો અદ્ભૂત ગ્રંથ,' શ્રીમદ્ ભગવદ્ ગીતા'
પ્રકૃતિનો સાર પરમેશ્વર છે, તેમ ધર્મનો સાર ગીતા છે સમયની પણ સીમા હોઈ શકે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉચ્ચારાયેલી ગીતાની સુવાસ તો ચારેય દિશામાં, અનંતકાળ સુધી ફેલાતી રહેશે. શ્રીકૃષ્ણની કૃપા પણ શાશ્વત છે.
(ગીતા જ્યંતિ- માગસર સુદ અગિયારસ)
સર્વ ધર્મગ્રંથ, વેદ- ઉપનિષદનો સાર એટલે ગીતા. શ્રીમદ્ ભગવદ્ ગીતા છે, દિવ્ય ચિંતનનો સ્ત્રોત્ર તો ગીતા જીવન દેવાનું. સંજીવની દેવાનું કાર્ય પણ કરે છે. મંગલકારી ગીતા અમૃત સમાન છે, જીવનનો બધો સાર સમાયેલો છે. બધા પ્રકારની પીડામાં થી છૂટવા અને પુણ્યની પ્રાપ્તિ કરવા ગીતાના પાઠોનું મહત્વ અનેરૃં છે.
સામાન્ય જીવનનું વૈેતરૃં કરતા લોકો માટે ગીતા નવો પ્રાણ પુરૃવાનું કાર્ય કરે છે, એટલે આ ગ્રંથ સામાન્ય નથી. તેને માત્ર પ્રણામ કરવાનું નથી. પણ તેનું પઠન કરી, મનન- ચિંતન કર્યા પછી તેને દૈનિક જીવનનાં વ્યવહારમાં ઉતારવાનું છે. નિરાશામાંથી પ્રસન્નતા તરફ દોરનાર, મરણ ધર્મી માનવને જીવનને અમૃતમય બનાવવાનો બોધ જ્યાંથી મળ્યો છે, તે છે ભગવદ્ગીતા.
જેને પ્રાપ્ત કર્યા પછી જે શાશ્વત છે, તે છે પરમ તત્વ પર બ્રહ્મ. તેવા પરમેશ્વરની સતત નજીક જવાનું છે. પ્રમાદી વ્યકિતને કર્મઠતાનો , નિદ્રામાં પોઢેલાને જાગૃત કરવાના, પડેલાને ઉભા કરવાનો ઉપાય ગીતા છે. ગીતામાત્ર યુધ્ધનું ગીત નથી, પણ જીવનનું સંગીત છે, મહાભારતનાં યુધ્ધને ધર્મયુધ્ધ પણ કહેવાયું છે. ગીતાનો સાંખ્ય યોગ જાગૃત બનવાનું સૂચન કરે છે. આવી જાગૃતિ જે જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાવી નાખે છે.
'શ્રીમદ્ ભગવદ્ ગીતા'માં જ્ઞાાનયોગ, કર્મયોગ અને ભક્તિ યોગની પૂર્ણ ચર્ચા થઈ છે. તેનાં બીજા અધ્યાયમાં સાંખ્યયોગ દ્વારા સ્થિત પ્રજ્ઞાજ્ઞાાનીનાં લક્ષણો દર્શાવ્યા છે. તો ત્રીજા અધ્યાયમાં કર્મયોગ અને બારમા અધ્યાયમાં ભક્તિયોગની વિશદ્ ચર્ચા થઈ છે.
જેના પ્રમાણે જ્ઞાન સર્વસ્વ છે, પોતાના મૂળ સ્વરૃપને જાણવાનું છે. શરીરની નાશવંતાને ઓળખવાની છે. અવિનાશી આત્માને પારખવાનો છે. દેહાન્તર પ્રાપ્તિ સંસાર જીવનનો ક્રમ છે. પરિવર્તન જીવનનો સ્વભાવ છે. જે આ સમજે છે. તે સંસારનાં સાગરને પાર કરી જાય છે. મોહ, આસક્તિનું બંધન જીવનભર પીડા આપે છે.
મોહ રડાવતો હોય છે. તો મમતા બાંધે છે.. જીવન તરફની અજ્ઞાાનતા જ્ઞાનનાં પ્રકાશથી દુર કરવાની છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે જ્ઞાાનનો મહિમા ગાયો છે. ' નહિ જ્ઞાનેન સદ્શ પવિત્રમ ઇહ વિદ્યતે' અર્થાત્, જ્ઞાન મનુષ્યને જીવવાની દ્રષ્ટિ આપે છે. આ લોકમાં જ્ઞાનથી પવિત્ર એવી કોઈ બાબત નથી. જ્ઞાન એજ શક્તિ છે.
જ્ઞાન વિના અંધકાર છે. આત્મજ્ઞાન દ્વારા જ પરમશાંતિ મળે છે. ગંગોત્રીમાંથી પ્રગટેલી ગંગા નદી બનીને, સમુદ્રને મળી, એકરૃપ થઇ જાય છે, તે જ પ્રમાણે જ્ઞાાનમાર્ગ, ભક્તિમાર્ગ, અને કર્મમાર્ગ, ત્રણેય પરમાત્મા રૃપી મહાસાગરમાં ભળીને એકરૃપ થઈ જતા હોય છે. જીવ- શિવસ્વરૃપ બની જાય છે.
આમ ભગવદ્ ગીતા તો આત્મજ્ઞાાનનો મહાકુંભ છે, જેનું મંથન કરવાથી સત્યની અનુભૂતિ તો થાય છે, પણ ભગવદ્ ગીતાનું પઠન અને ઊંડો અભ્યાસ કરવાથી, આજના મુશ્કેલીઓ, સમસ્યાઓમાં અટવાયેલા માનવને જરૃર તે અંત : દ્રષ્ટિ આપશે અને પોતાનાં જીવનને સારી રીતે, સાચી રીતે જીવવાની કળા શીખવી જશે.
પ્રકૃતિનો સાર પરમેશ્વર છે, તેમ ધર્મનો સાર ગીતા છે સમયની પણ સીમા હોઈ શકે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉચ્ચારાયેલી ગીતાની સુવાસ તો ચારેય દિશામાં, અનંતકાળ સુધી ફેલાતી રહેશે. શ્રીકૃષ્ણની કૃપા પણ શાશ્વત છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar