Get The App

અધ્યાત્મ ચિંતન .

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
અધ્યાત્મ ચિંતન                            . 1 - image


- આપણું જીવન પણ એક મેળો છે. કોઈ 35 વર્ષ માટે કોઈ 50 વર્ષ માટે, કોઈ 75 વર્ષ માટે તો કોઈ 90 વર્ષ માટે આ દુનિયામાં આવે છે.

૧) આપણું જીવન પણ એક મેળો છે. કોઈ ૩૫ વર્ષ માટે કોઈ ૫૦ વર્ષ માટે, કોઈ ૭૫ વર્ષ માટે તો કોઈ ૯૦ વર્ષ માટે આ દુનિયામાં આવે છે.

૨) બુધ્ધિને નિર્મળ, પવિત્ર તથા ઉત્કૃષ્ટ બનાવવાનો મહામંત્ર છે. ગાયત્રી મંત્ર.

૩) સમય પ્રબંધન માટે A) એક વખતે એક જ કામ કરવું. B)  આવશ્યક કાર્યોને તરત જ કરી નાખીએ. C)  જે કામ આપણે પોતે જ કરવાનું હોય, તેને બીજા પર ક્યારેય ન છોડીએ. 

૪) આજે મહિલાઓ માટે બહાર કામ કરવાનું અને ઘરે આવીને પોતાના પરિવાર સાથે રહેવાનું, પોતાની સંપૂર્ણ જવાબદારીને પૂરી કરવાનું તથા સંબંધોની સંવેદનશીલતાને જાળવી રાખવી- એક મોટું કાર્ય છે.

5) Never Forget 3 Types of people in your life.

A) Who help you in Difficult Times.

B) Who left you in Difficult  Times.

C) Who Put you In Dfficult Times.

૬) સર્વ રોગનું મૂળ ખાંસી છે, સર્વ કલેશનું મૂળ સ્વાર્થ છે. સર્વ શત્રુતાનું મૂળ કટુવાણી છે. સર્વ સુસંપન્નતાનું મૂળ વિનમ્રતા છે.

૭) સંસારના દુખિઓમાં પહેલો દુ:ખી નિર્ધન છે એનાથી પણ વધારે દુ:ખી તે છે. જેને કોઈનું ઋણ ચૂકવવાનું છે. આ બંનેથી વધારે દુ:ખી છે સદાનો રોગી મનુષ્ય.

૮) તુલસી અત્યંત પવિત્ર તથા ઉપયોગી છોડ છે. તે રોગ નિવારક અને પર્યાવરણને શુધ્ધ કરનારી છે. તેથી મોટા ભાગના ઘરોની આસપાસ તુલસી ઉછેરવામાં આવે છે. 

૯) દરેક મનુષ્યની અંદર આત્માના રૂપમાં ભગવાને ચિત્રગુપ્તને નિયુક્ત કરી દીધા છે. આપણો આત્મા જ ચિત્રગુપ્ત બનીને નિરંતર આપણાં કર્મોનો હિસાબ રાખે છે.

૧૦) જળવાયુ પરિવર્તનથી ધ્રુવ પ્રદેશો આર્કટિક ક્ષેત્રોમાં બરફ પીગળવાનાં દરમાં અત્યંત વધારો થયો છે. ગ્લેશિયર પણ પીગળવા લાગ્યા છે.

૧૧) ગેઝટસ આજકાલ આપણા જીવનનો ભાગ બની ચૂક્યા છે. પરંતુ તે ધીરે- ધીરે આપણી તંદુરસ્તીને અસર કરી રહ્યા છે. યુવા પેઢી આજે આ સાધનો પ્રત્યે અત્યંત આકર્ષિત છે અને તેનાથી થોડીક ક્ષણો માટે પણ તે દૂર થવા નથી માગતી.

૧૨) અત્યારના સમયમાં ઘર મોટાં જોવા મળે છે. પણ લોકોનાં હૃદય નાનાં થઈ રહ્યાં છે. કુટુંબના સભ્યો વચ્ચે પ્રેમ અને આત્મીયતા જોવા મળતા નથી. લોકોની પાસે રૂપિયા તો વધી રહ્યા છે, પણ ભાવનાઓની દૃષ્ટિએ તેઓ ગરીબ બની ગયા છે.

૧૩) સત્ય, પ્રિય, મધુર, હિતકર અને અલ્પ વાણી બોલીએ.

૧૪) જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સંઘર્ષ રહેશે.

૧૫) આનંદ એ કોઈ વસ્તુમાં નથી, આનંદ અંદર છે.

૧૬) આજકાલ ફેશન અને વ્યસન પાછળ સમય અને સંપત્તિનો વ્યય થાય છે.

૧૭) પરમાત્મા ખાતા નથી પણ પ્રત્યેકની અંદર વૈશ્વાનર અગ્નિરૂપે વિરાજેલા ભગવાન જીવે ખાધેલું પચાવે છે.

૧૮) ભૂત ભવિષ્ય તથા વર્તમાનમાંથી ફક્ત વર્તમાન જ આપણાં હાથમાં છે. એનો સદુપયોગ કરી લેવો જોઈએ.

૧૯) જળ જ જીવન છે. પાણી વિના એક દિવસ પણ ચાલતું નથી. પ્રકૃત્તિએ આપેલાં વરદાનોમાં જળ અત્યંત મહત્ત્વનું વરદાન છે.

૨૦) આજે ભૌતિક તથા વૈજ્ઞાનિક પ્રગતિ તો ખૂબ થઈ છે. પરંતુ આધ્યાત્મિક પ્રગતિ શૂન્ય છે આત્મિક ઉત્કર્ષ માટે નક્કર પ્રયાસો કરવામાં આવતા નથી.

- જયેન્દ્ર ગોકાણી

Dharmlok

Google NewsGoogle News