Get The App

કાર્યનિષ્ઠા .

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
કાર્યનિષ્ઠા                                                           . 1 - image


શ્રી માતાજી (પોન્ડીચેરી)નું એક વિધાન છે, ''જ્યારે તમને એવું લાગે કે હું દુ:ખી છું ત્યારે તમારે તમારી જાતને જણાવી દેવું જોઈએ કે ''હું નિષ્ઠાવાન નથી.'' આ બે વાક્યો સાથે જ લખવા જોઈએ - (૧) હું દુ:ખ અનુભવું છું. (૨) મારામાં નિષ્ઠા નથી.''

અર્થાત્ : વ્યક્તિ એટલા માટે દુ:ખી છે કે તે તેના કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન નથી અને ક્યાંક ને ક્યાંક તેની કાર્યશૈલીમાં પ્રમાદીપણા અને આળસનો પ્રવેશ થયો છે. નિષ્ઠાનો મતલબ એ છે કે વ્યક્તિએ પૂરેપૂરી લગન અને પોતાની સર્વશક્તિથી કાર્યને  અંજામ આપેલો હોવો જોઈએ. કહો કે પોતાનો જીવ રેડીને, દિલ દઈને, કામ કરેલ હોય તો તેનું ફળ પણ શુભ જ આવે છે. અગત્યનું એ નથી કે તમે નોકરી કરો છો કે ધંધો, મહત્વનું એ છે કે તેમાં તમારી નિષ્ઠા કેટલી હદે છે. નોકરીમાં બધા માણસોની નિષ્ઠા હશે તો કંપનીનો વિકાસ થશે અને તેનો ફાયદો બધા કર્મચારીઓને મળશે. ધંધામાં નિષ્ઠા દાખવશો તો ધંધાની સાથે વ્યક્તિનો પોતાનો પણ સર્વાંગીપણે વિકાસ થશે. કોઈ વાર ઓછી નિષ્ઠાને કારણે કાર્યનું ધાર્યું ફળ ન મળે તો સત્યનિષ્ઠ વ્યક્તિને તેનો અંતરાત્મા ડંખે છે. તેને એવું લાગે છે કે ટેકનોલોજી તો પુર્ણપણે કાર્યાન્વિત છે પણ ક્યાંક નિષ્ઠા ઓછી પડે છે. પૂર્ણ નિષ્ઠાથી કાર્ય થાય તો માનવીને કાર્ય સાચી અને સારી રીતે કર્યાનો સંતોષ મળે છે. અસ્તુ :

- તુષાર દેસાઈ


Google NewsGoogle News