श्रद्धा प्रातहेवामहे श्रद्धा मध्यन्दिन परि । श्रद्धां सूर्यस्त निमुचि श्रद्धे श्रद्धापयेह नः ।।

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
श्रद्धा प्रातहेवामहे श्रद्धा मध्यन्दिन परि ।  श्रद्धां सूर्यस्त निमुचि श्रद्धे श्रद्धापयेह नः ।। 1 - image


જે પિતૃઓએ અને પૂર્વજોએ આપણા કલ્યાણ માટે જીવન ઘસી નાખ્યું તેઓ જે યોનિમાં જન્મ્યા હોય તે યોનિમાં તેઓને દુઃખ ન પડે, અથવા તુચ્છ યોનિમાં જન્મ્યા હોય તો તેને મુક્તિ મળે - તેમને સુખ અને શાંતિ મળે તે માટે પિંડદાન અને તર્પણ કરવાનું તેમજ ગરીબોને દાન કરવાનું આ વિધાન છે.

તર્પણ કરવાનું એટલે તુપ્ત કરવાનાં, સંતુષ્ટ કરવાના. જે વિચારો માટે, જે ધર્મ માટે, સંસ્કૃતિ માટે તેઓએ પોતાનું જીવન ખર્ચીનાખ્યું હોય તે વિચારો, ધર્મ અને તે સંસ્કૃતિ ટકાવી રાખવા, આપણે પ્રયત્નો કરીએ, તેનાથી તેઓની આબરૂ, પ્રતિષ્ઠા વઘે તેવું વર્તન અને જીવન રાખીએ તો તે જરૂર તૃપ્ત થાય.  દેવો, પિતૃઓ અને ઋષિઓની તૃપ્તિ રહે એવું જીવન જીવીએ. પરોપકાર વૃત્તિ, દયાવૃત્તિ સદ્ભાવનાવાળી વૃત્તિ, કેળવીએ એજ એનું સાચું તર્પણ છે.


Google NewsGoogle News